બિગ બોસ પર પ્રતિબંધના ભણકારા, હવે કરણી સેના પણ મેદાનમાં

નવી દિલ્હી, તા.10 ઓક્ટોબર 2019, ગુરૂવાર

લોકપ્રિયતા માટે અશ્લિલતાનો સહારો લેવાનુ બિગ બોસના નિર્માતાઓને ભારે પડી શકે છે. આ શોને બેન કરવાની માંગ વધારે ઉગ્ર બની રહી છે.

હવે બિગ બોસ સામે કરણી સેના પણ મેદાનમાં આવી છે. તેનુ કહેવુ છે કે, આ શો ભારતીય સંસ્કૃતિના વિરોધમાં છે. વધતા જતા ઉહાપોહના કારણે હવે સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે પણ બિગ બોસના આપત્તિજનક દ્રશ્યો અંગેની વિગતો મંગાવી છે.

આ પહેલા કરણી સેનાએ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લકીને કહ્યુ હતુ કે, આ શો હિન્દુ સંસ્કૃતિનુ અપમાન કરી રહ્યો છે. લવ જેહાદને પ્રમોટ કરે છે. નવી પેઢીને ગુમરાહ કરે છે. શોમાં વધારે પડતી અશ્લિલતા છે. તેને ફેમિલી સાથે જોઈ શકાય તેમ નથી.

કરણી સેનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને પત્ર લખીને બિગ બોસ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. કરણી સેનાનો આરોપ છે કે, હોસ્ટ સલમાનખાન પણ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. આ માટે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવે.

ભાજપના એક ધારાસભ્ય નંદ કિશોરે પણ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને અલગ અલગ ધર્મના મહિલા અને પુરુષને એક જ બેડ પર સુવાડવા સામે વિરોધ વ્યક્ત કરીને કહ્યુ હતુ કે, આ સહન થાય તેવી વાત નથી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2p5PP3c
Previous
Next Post »