સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દિકી જેવા મોટા ગજાના કલાકારોને કારણે સમાચારપત્રોના મથાળા બનેલી વેબ સીરીઝમાં સુરવીન ચાવલાનો ્ અભિનય પણ વખણાયો છે. સીરીઝમાં એણે જોજો મેસ્કેરહાન્સનું પાત્ર બખૂબી ભજવ્યું છે. એક બિનધાસ્ત અને હૃદય અને મનને સાબૂત રાખીને નિર્ણયો લેનારી મહિલા છેં. નવાઝે ભજવેલા ગણેશ ગાયતોન્ડેના પાત્રથી એ બિલકુલ ગભરાતી નથી. એનું પાત્ર પ્રમાણમાં નાનકડું પણ સીરીઝને અનોખા અને રસપ્રદ વળાંક આપનારું છે.
સુરવીનનું કહેવું છે કે સીરીઝના ડિરેક્ટર અનુરાગ કશ્યપને કારણે કામ વધુ રસપ્રદ બન્યું છે. સીરીઝનું લખાણ પણ ધારદાર છે. આ સીરીઝમાં સુરવીન અને નવાઝુદ્દીન વચ્ચેની કેમિસ્ટ્રી ધ્યાન ખેંચે એવી છે. જો કે આમાં ફોેન પર બાથવાથી અને રકઝક કરવાના અમુક દ્રશ્યો મુશ્કેલ હતા. નવાઝુદ્દિન અને સુરવીન વચ્ચેના સંબંધમાં આવતા વળાંક અને ઉતારચઢાવ સૌથી રસપ્રદ પાસુ છે.
સુરવીન કહે છે કે પડદે મન્તોનું પાત્ર સભરતાથી સાકાર કરનાર નવાઝુદ્દિન સાથે કામ કરવાનો અનુભવ અત્યંત સહજ અને સરળ રહ્યો. ઉત્તમ અભિનય, સરળ સ્વભાવ અને અભિમાનનો છાંટો ન હોય એવા બહેતરિન કલાકારની યાદીમાં નવાઝુદ્દીનનું નામ ટોચના ક્રમાંકે મૂકી શકાય.
એ આ સીરીઝના શૂટીંગના પહેલા દિવસ સેટ પર પહોંચી ત્યારે મનમાં સહેજ ઉદ્વેગ હતો. પરંતુ બંનેના પહેલા દ્રશ્ય પછી એ કેમેરા સામે ખીલી ઉઠી. નવાઝુદ્દીને સહેજ પણ ભારઝલ્લો ન' તો એની સરળતા અને સાદગીએ એના મનનો રહ્યોસહ્યો ડર દૂર કરી દીધો. જો કે અનુરાગ કશ્યપ સાથે એ અગાઉ બે વાર કામ કરી ચૂકી છે. શોર્ટ ફિલ્મ ચૂરી અને અગ્લી સાથે કામ કર્યું. હોવાથી એ અને અનુરાગ વચ્ચે કમ્ફર્ટ લેવલ બરોબર હોવું સ્વાભાવિક છે.
અનુરાગ સાથે એક પછી માધ્યમમાં સહકાર સાધવાની તક મળી એ બદલ એ રોમાંચિત છે. વિશ્વાસપ્રચૂર અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતો હોવા છતાં એનામાં ગુમાનનો છાંટો નથી. કલાકારો પાસેથી એમનું બેસ્ટ કઢાવવું એ અનુરાગદ માટે રમત વાત છે. કોેઈપણ કલાકાર અનુરાગ કશ્યપ સાથે કામ કરવા તત્પર હોય છે. આ સંજોગોમાં એને અનુરાગ સાથે ત્રીજી વાર કામ કરવાની તક મળી એનું એને ગૌરવ છે.
આ સીરીઝના શૂટીંગની શરૂઆત થઈ ત્યારે સુરવીન ગર્ભવતી હતી. પરંતુ અનુરાગ અને આ શોની આખી ટીમે સાથે કોઓપરેટ કર્યું અને જ્યાં જરૂર પડી ત્યારે એડજસ્ટ કર્યું. સુરવીનના સમયને લઈને સહુ લવચિક હતા અને નિર્માતા- નિર્દેશકે સદૈવ એ બાબતનું ધ્યાન રાખ્યું કે એને સ્ક્રિપ્ટ સમયસર મળી જાય. સુરવીને એની કારકિર્દીની શરૂઆત ટેલીવિઝન શો દ્વારા કરી અને પછી મોટે પડદે જવાનું સાહસ કર્યું. હવે સુરવીને વેબ સીરીઝનો અનુભવ લીધો છે. જો કે સુરવીનને ડિજિટલ સ્પેસ અને મોટો પડદો વધુ પસંદ છે.
સુરવીન કહે છે કે એની પહેલી પસંદ હમેશાં મોટો પડદો અને નવા જમાનાની ડિજિટલ સ્પેસ રહેશે. નાના પડદાની વ્યસ્તતા એનાથી જીરવાતી નથી. રોજે રોજ શૂટીંગનું ટાઈમટેબલ એના અંગત અને વ્યવસાયિક જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. સુરવીન માને છે કે ભારતમાં ટેલીવીઝન પ્રયોગશીલ નથી બન્યું. લગભગ એક જ ઘરેડના શો દર્શકોને માથે મારવામાં આવે છે.
આની સામે ડિજિટલ સ્પેસ પહેલેથી પ્રયોગશીલ છે બોલીવૂડમાં છે અને બોલીવૂડમાં હવે પરિવર્તનનો પવન ફૂંકાયો છે. નવા જમાનાના લેખક અને ફિલ્મ મેકર માત્ર કમાવાની દ્રષ્ટિએ નથી આવ્યા ં એમને પરંપરાગત વિષયોમાં રસ જ નથી. તેઓ કંઈક હટ કે ટાઈપનું કરવા માંગે છે. દર્શકોના રસ-રુચી પણ ધીમે ધીમે બદલાયા છે. આ બદલાવ લાવવામાં ડિજિટલ સ્પેસનો મોટો ફાળો છે એમ એ દ્રઢપણે માને છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2M4vJzr
ConversionConversion EmoticonEmoticon