ઉજ્જવલા યોજનામાં નાગરિકો સાથે છેતરપિંડી


નડિયાદ, તા.07 ઓક્ટોમ્બર 2019, સોમવાર

ખેડા તાલુકાના નાયકા ગામના કેટલાક લોકોએ ઉજ્જવલા યોજનાના બલ્બ લીધા ન હોવા છતા બિલમાં બલ્બના પૈસા ઉધારવામાં આવતા હોવાની ઘટના પ્રકાશમાં આવી  છે.આ અંગે અસંખ્યવાર વિજકંપનીમાં રજૂઆતો કરવા છતા વિજ કંપની દ્વારા કોઇ નિરાકરણ લાવવામાં આવ્યુ ન હોવાથી ગ્રાહકોને આર્થિક ફટકો સહેવાનો વારો આવ્યો છે. 

સેંકડો ગ્રાહકોએ ઉજ્જવલા યોજનાના બલ્બનો લાભ લીધો નથી. તેમ છતા વીજકંપની દ્વારા આડેધડ વીજ બિલમાં બલ્બના પૈસા ઉઘારતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.આ બાબતે અનેક ગ્રાહકોએ જાણ નહી હોવાથી બીલની રકમ ભરી આવે છે.પરંતુ તાજેતરમાં કેટલાક જાગૃત ગ્રાહકોના ધ્યાને આ બાબત આવી હતી.જેથી ગ્રાહકોએ જેતપુર ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપની લીમીટેડની કચેરીમાં હોબાળો કર્યો હતો.તેમજ આ અંગે લેખિત અરજી આપી ઘટતુ કરવાની વિનંતી કરાઇ હતી.સાથે કંપનીના ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ કરાઇ હતી.


જેના જવાબમાં તેમણે આગામી બિલમાં રકમ બાદ કરી આપવાની ખાતરી આપી હતી.પરંતુ નવા બિલમાં પણ છબરડો કર્યો હતો.તથા ગ્રાહકો ફરીયાદ કર્યા બાદ પણ હજી સુધી ઉજ્જવલા બલ્બની ખોટી રીતે વસુલાત કરેલ રકમ પાછી આપી નથી.તેથી ગ્રાહકોમાં ભારે અંસતોષ ફેલાયો છે.આ ઉપરાંત વીજ કંપની દ્વારા ગ્રાહકોને મોબાઇલ ઉપર તેમના બિલના નાણાની રકમ તથા બિલભર્યો કે જમા કર્યો અંગેનો સંદેશો આપવામાં આવે છે.જો કે આ અંગે આવતા સંદેશાઓ અને મીટર રીંડીગ કરી આપવામાં આવતુ બિલમાં મોટુ અંતર હોવાનુ ગ્રાહકો જણાવી રહ્યા છે.

મોબાઇલ ફોનમાં આવતા સંદેશાઓ કરતા સ્થળ પર આપવામાં આવતુ બિલની રકમ વધારે હોવાનુ જણાવે છે.તેથી આ બાબતે નાયકા ગામના જાગૃત ગ્રાહક જીતેન્દ્રભાઇ ગોહેલ દ્વારા ફરિયાદ કરાતા મેસેજ અને મેન્યુઅલ બિલના તફાવતની રકમ આગામી બિલમાં જમા લેવાનુ જણાવ્યુ હતુ.જેમાં પણ પૂન: છબરડો સાથે જ રકમ ડીફરન્સ હતી.તેના કરતા ઓછી રકમ બાદ કરવામાં આવી છે.આમ વીજ કંપની દ્વારા વારંવાર છબરડા કરવાને કારણે ગ્રાહકોને ગુમરાહ કરી હેરાન કરી નાખ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

ગ્રાહક સુરક્ષા કેન્દ્ર પરથી ભળતો જ ફોનનંબર અપાયો

આ અંગે જેતલપુર વીજ કંપનીની ઓફિસમાં વારંવાર ટેલિફોનિક સંપર્ક સાઘવા છતા સંપર્ક થઇ શકયો ન હતો.જ્યારે આ અંગે વિજકંપનીના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે ફરજ પરના કર્મચારીએ બારેજડી વિજકંપનીના અધિકારીનો નંબર આપ્યો હતો.જેથી બારેજડી વિજકંપનીના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે આ વિસ્તાર અમારા કાર્યક્ષેત્રમાં આવતો  નથી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LSN4uZ
Previous
Next Post »