વોટ્સએપમાં એક્ટિવ થયા નવા ફીચર્સ, ડાર્ક મોડ થશે ટુંક સમયમાં શરૂ


નવી દિલ્હી, 16 ઓક્ટોબર 2019, બુધવાર

ઈંસ્ટેંટ મેસેજિંગ એપ વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ આવ્યા છે. આ ફીચર્સ આઈઓએસ યૂઝર્સ માટે છે એટલે કે તેનો લાભ આઈફોન અને આઈપેડના યૂઝર્સ લઈ શકશે. આ નવા ફીચર 2.19.100 વર્ઝનમાં મળશે. નવા ફીચર્સ હેઠળ યૂઝર્સ ચેટ્સમાંથી જ મીડિયા ફાઈલ્સને એડિટ કરી ફરીથી સેન્ડ કરી શકશે. 

નવા અપડેટ પછી વોટ્સએપ નોટિફિકેશનથી ડાયરેક્ટ ઓડિયો પ્લે કરી શકાશે. આઈફોનમાં વોટ્સએપ યૂઝ કરતાં યૂઝર્સને વોટ્સએપ કેમેરાના ફોન્ટ સ્ટાઈલને બદલી શકાશે. તેના માટે યૂઝર્સએ T આઈકોનને ટેપ કરવાનું રહેશે. 

ચર્ચાઓ એવી પણ છે કે વોટ્સએપમાં ટુંક સમયમાં અલગ અલગ મોડ પણ એક્ટિવ થશે. તેમાં ડાર્ક મોડનો પણ સમાવેશ થાય છે. જો કે તે સંપૂર્ણ ડાર્ક મોડ નહીં હોય તેમાં બ્લૂ શેડ જોવા મળશે. કંપનીએ એંડ્રોયડ માટે પણ 2.19.275 વર્જનનું અપડેટ પણ સબમિટ કર્યું છે. તેના માટેના એક ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચરમાં મેસેજ થોડા સમય પછી જાતે જ ડીલીટ થઈ જશે. ફેસબુક મેસેન્જરના સીક્રેટ મોડમાં પણ આ ફીચર આપવામાં આવ્યું છે. જેમાં મેસેજ સેન્ડ કર્યા બાદ સામેની વ્યક્તિ તેને વાંચી લે એટલે તે ડીલીટ થઈ જાય છે. આ ફીચરમાં યૂઝર ટાઈમર પણ સેટ કરી શકે છે. 

Disappear મેસેજનું આ ફીચર શરૂઆતમાં ગૃપ ચેટ્સમાં આપવામાં આવશે. ગૃપ સેટિંગ્સમાં જઈ યૂઝર સેટ કરી શકે છે કે તેનો મેસેજ ક્યારે ડીલીટ થઈ જાય. અહીં 5 સેકન્ડથી 1 કલાક સુધીના વિકલ્પ મળશે. જો કે આ ટાઈમર કોઈ એક મેસેજ માટે સેટ કરી શકાશે નહીં. તે સંપૂર્ણ ચેટ માટે જ સેટ થઈ શકશે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MIBqlH
Previous
Next Post »