ત્રણ ફિલ્મોની ઘોષણાથી થશે શાહરૂખ ખાનની ધમાકેદાર એન્ટ્રી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

'ઝીરો'ની નિષ્ફળતા  શાહરૂખ ખાનના સ્ટારડમને ધક્કો પહોંચ્યો હતો, તેમજ તે  નિરાશ થઇ ગયો હતો. આ બાદ તેણે એક પણ ફિલ્મ સાઇન કરી નથી. પરંતુ કિંગ ખાન એમ હિંમત હારે એવો નથી. તેણે આ સમય દરમિયાનભવિષ્યમા ંકેવી ફિલ્મો કરવી જોઇએ તના પર  મનોમંથન કર્યું. હવે તે નવી રણનિતી બનાવીને સામે આવવા ઇચ્છે છે, અને રોમેન્ટિક છબીથી બહાર નીકળીને કંઈક નવું કરવાના પ્રયાસમાં છે. 

બે નવેમ્બરના શાહરૂખની વર્ષગાંઠ છે અને આ દિવસે તેની આગામી ફિલ્મની ઘોષણા થાય તેવી અટકળ લોકો બાંધી રહ્યા છે. કિંગ ખાન ત્રણ ફિલ્મોની ઘોષણા કરે તેવી શક્યતા છે. 

રાજકુમાર હિરાણી, શંકર અને ગુરિંદર ચઢ્ઢા સાથેની ફિલ્મોની શાહરૂખ ઘોષણા કરીને પોતાના જન્મદિને ચાહકોને ખુશ કરશે.

રાજકુમાર હિરાણી લાંબા સમયથી શાહરૂખ સાથે ફિલ્મ કરવા ઇચ્છતો હતો. દક્ષિણ ભારતમાં શંકરનું નામ ટોચ પર આવે છે. તેણે બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. હુરિંદર ચઢ્ઢા હલકી-ફુલકી ફિલ્મો માટે જાણીતો છે. 

શંકર કમર્શિયલ ફોર્મેટમાં લાર્જર ધેન લાઇફ ફિલ્મો બનાવા માટે જાણીતો છે રાજકુમાર હિરાણી મધ્યમ માર્ગીય ફિલ્મકાર છે. જેમાં મનોરંજનની સાથેસાથે એક સામાજિક સંદેશો પણ હોય છે. ગુરિંદર 'ડિયર જિંદગી' જેવી ફિલ્મો બનાવે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MgZzRl
Previous
Next Post »