નડિયાદ, તા.08 ઓક્ટોમ્બર 2019, મંગળવાર
ડાકોર મંદિરમાં આજે વિજયાદશમી નિમિતે શ્રીજીની શાહી સવારી નિકળી હતી.જો કે પાવન પ્રંસગ હોવા છતા ટ્રસ્ટીઓ ગેરહાજર રહ્યા હતા અને સેવકો ગજરાજ પર બેસવા માટે અંદરો અંદર બાખડી પડતા શોભાયાત્રા સમય કરતા મોડી શરૂ થઇ હતી.જે વાત નગરજનોમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
સુપ્રસિધ્ધ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે આજે દશેરાના તહેવાર નિમિત્ત શ્રીજીને રાજા રામના રૂપમાં ધનુષ, બાણ જેવા શસ્ત્રો તેમજ જવારા ધારણ કરાયા હતા.સાંજે ૫ વાગ્યે ઉત્થાપન આરતી બાદ મંદિરમાંથી અંબાડીથી સુશોભિત ગજરાજ પર ગોપાલલાલજી મહારાજની પધરામણી કરાવી ભવ્ય સવારી કાઢી હતી.જો કે શોભાયાત્રા અડધો કલાક મોડી હતી. વળી ટેમ્પલ બોર્ડના સભ્યોની ગેરહાજરી નગરજનોને આંખે ઉડીને વળગેી હતી.તેમજ નવા નિમાયેલા મેનેજર મંદિરની આ બધી બાબતોથી અજાણ હોવાના કારણે પણ યાત્રા મોડી નિકળી હોવાનો ગણગણાટ થયો છે.
શોભાયાત્રાની શરૂઆતમાં જ ગજરાજ પર બેસવા માટે મંદિરના સેવકોએ પડાપડી કરી હતી.જેના કારણે સેવકો વચ્ચેબોલાચાલી થઇ હતી.ઉલ્લખનીય છે કે ડાકોરમાં આ અગાઉ બળદ સાથે શ્રીજીની રથયાત્રા નિકળી હતી તે સમયે તત્કાલિન એસ.પી હિમાંશુ શુકલે જીવદયા દાખવીને કેટલાક સિવાય બધાને ગાડામાંથી ઉત્તારી મુકયા હતા.આજે સેવકોમાં જીવદયા ન હોય તેમ હાથી પર બેસવા માટે ઝઘડી રહ્યા હતા.જેથી શ્રીજીને પણ આ બબાલના અંત સુધી મંદિરના દરવાજે અંબાડીમાં બેસી રહેવાની ફરજ પડી હતી.આમ ટ્રસ્ટીઓ ફરજ ભૂલીને ગેરહાજર રહ્યા હતા અને સેવકોમાં બોલાચાલી થતા નગરજનોમાં રોષ વ્યાપ્યો હતો.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Yxrrn
ConversionConversion EmoticonEmoticon