નવું ઘર સજાવવાના નવા નુસખા


દંપતિ જ્યારે નવું ઘર ખરીદે છે ત્યારે તેમનો આનંદ ક્યાંય સમાતો નથી. પોતાનું ઘર અત્યાર સુધી સ્વપનાઓમાં સજાવ્યું હોય તેને હકિકતમાં સજાવવાનો સમય આવી ગયો હોય. અગણીત કામો રાહ જોઈને બેઠાં હોય કારણ કે ઘર બદલવાનું હોય છે. આવા સમયે સમયની કમી સૌથી મોટી સમસ્યા બનતી હોય છે. સામાનની હેરફેર માથાનો દુખાવો બનતી હોય છે. મજૂર માણસો સાથે મગજમારી કરવી પડે છે. ઉપરાંત સામાનની ગોઠવણી થકવી મૂકતી હોય છે. ઘરને શિફ્ટ કરતી વખતે અને સજાવતી વખતે થોડી તકેદારીઓ કામના બોજને હળવો કરી શકે છે. અને વાતાવરણને ઉષ્માપૂર્ણ બનાવે છે.

ઘર ખરીદાઈ જાય કે તરત જ નવા ઘરમાં એક લટાર મારી આવો અને ક્યો રંગ કઈ રૂમમાં સારો લાગશે. સિલીંગ કઈ રીતે સજાવાશે, પડદા કયા રંગના શોભશે વગેરે નક્કી કરી લો. તે પ્રમાણે ઘર રંગાવી લો અને ખરીદી કરી લો. રંગ થઈ ગયા બાદ શુભ દિવસ જોઈ શિફ્ટિંગ કરી લો.

શક્ય હોય તો ઘર શિફ્ટિંગ વખતે બે-ત્રણ દિવસ ઑફિસેથી રજા લઈ લો. આ સમય દરમ્યાન મોબાઈલ પરના કામ વગરના ઈનકમિંગ કૉલ ટાળો. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સને થોડા સમય બંધ રાખો. સંપૂર્ણ સમય ઘરનું શિફ્ટિંગ અને સામાન ગોઠવણીને ફાળવી દો.

હવે ફર્નિચર શિફ્ટ કરી તેને યોગ્ય સ્થાને ગોઠવો. ક્યાં ફર્નિચરની જરૂરત કંઈ રૂમમાં વધુ છે તે પ્રમાણેનું સેટીંગ કરો. શક્ય હોય તો એકાદ હેલ્પિંગ હેન્ડની મદદ લઈ શકો છે.

ઘર ગોઠવતી વખતે ચારેકોર સામાનના ઢગલા પડયા હોય છે. દરેક બાંધેલી ચીજ વસ્તુ કાળજીપૂર્વક છોડી તેને યથાસ્થાને ગોઠવવાની પળોજણ વચ્ચે એક રમુજી તુક્કો અપનાવો. સરસ મઝાની કૉફી બનાવી વેરવિખેર સામાનની વચ્ચે ગોઠવાઈ જાઓ અને ગરમાગરમ કૉફીની લિજ્જત માણો. કહેવાનો અર્થ એ કે એક નાનકડો બ્રેક લઈ લો અને ફરીથી કામે વળગો.

ઘરની દરેક રૂમમાં લાઈટની યોગ્ય વ્યવસ્થા છે કે નહીં તે ચકાસો. બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ માટે ડીમર લાઈટ્સનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે રસોડામાં હેડ લાઈટનો પૂર્ણ પ્રકાશ જરૂરી છે. બેડરૂમમાં સાઈડ લેમ્પની વ્યવસ્થા સરસ લાગશે તેમ જ ડીમર લાઈટ્સ રોમેન્ટિક મુડ બનાવવા ઉપયોગી થશે.

ચેકિંગ મેસેજ અને પ્લેઈંગ કેન્ડી ક્રશ ઈન બેડરૂમ નોટ અલાઉડ. તમારા જીવન સાથી સાથે નવા ઘરના બેડરૂમમાં અંગત પળોને સાકાર કરો. બેડરૂમમાં સરસ સુગંધ ધરાવતું સેંટ સ્પ્રે કરી શકાય. મસ્કિ અને વેનિલા ફ્રેગરન્સ બેસ્ટ રહેશે.

સારી મ્યુઝિક સિસ્ટમ વસાવો. રસોડામાં વસ્તુઓ હાથવગી રહે તેનું ધ્યાન રાખો. નવા ઘરમાં ખુશીથી શિફ્ટ થાઓ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ATzuRH
Previous
Next Post »