સંસારમાં
મારું મારું ક્યાં કરે સંસારમાં ?
રહી જવાનું અહીંનું અહીં સંસારમાં?
ગર્વ ક્યાં વૈભવ ઉપર નાચ્યા કરે?
સ્વપ્ન જેવા સુખ છે સંસારમાં
રંક હો ચાહે પછી ે ધનવાન હો,
દુ:ખથી કોણ છે મુક્ત આ સંસારમાં?
તું ભલે તારા કહે અમે છતાં,
કોઈ કોઈનું નથી. આ સંસારમાં,
આંખ ખુલ્લી છે ત્યાં સુધીનો ખેલ છે.
કોણ હું અને તું? પછી સંસારમાં?
મિત્ર, સ્નેહી તો શું! પોતીકા અહીં,
સાથ છોડી જાય છે સંસારમાં ?
બંધનો છે મોહ-માયા તો જાગે,
તોડ એને મુક્ત થા. સંસારમાં
મૃગજળો જેવા જગતના સુખ છે
કયા ભ્રમમાં છે તું આ સંસારમાં?
છે જવાનું એક દિ' નિશ્ચિત તો પછી
શોક તુ સાને કરે સંસારમાં?
ન ડરે ભગવાનથી તો શું થયું?
મોતથી તો ડર જરા આ સંસારમાં?
જિંદગી તો સ્વપ્ન છે કેવળ 'પ્રમોદ'
સત્ય કેવળ મોત છે, સંસારમાં .
- પ્રમોદ પી. ઠાકર
માપી લીધો.....!
આંખડી બી.ડી. હથેળીમાં
અભિ છાપી લીધો.
નિયતિના એ ધર્મ રાજા,
તને માપી લીધો.
પાંચ મુદ્રાની આંગળ
મે રક્ષા કરવા ભીડી
હામ....! ભીતર માં
સલામત રાખવા સ્થાપી દીધો
માંગલ્યદિને ચહે સૌ
જિંદગીની સાફલ્યતા,
ભેટ ઉત્સવે હરખ કુંડી મહી ટાંપી લીધો
ઉનવાનું પાલવે ના લે અષ્ટભાવો મનમાં
મૃગજળનાં વરણનો
પંથક હવે કાપી લીધો.
હું, શ્રધ્ધાની આમ તો ઝાલર
વગાડું હૃદયમાં,
સાંજે ટાણે યાર ના મિજાજને માપી લીધો.
- વિનોદચંદ્ર બોરીચા :
(મુંબઈ)
વ્યથા
આંસુને આંખમાં રોકી ના શક્યો
દિલદરિયામાં ડૂબી ના શક્યો
ગજબ છે આ જીવનની ઘટમાળ
એના મર્મને સમજી ના શક્યો....
ઝાંઝવાના જળમાં ડૂબી ગયો છું
આશા તૃષ્ણાને મિટાવી ના શક્યો....
વિયોગના વમળોમાં ગૂંચવાયો છું
એક ક્ષણ યાદને માણી ના શક્યો....
મંદિર,મસ્જિદ, તીર્થો ફરી વળ્યો
સત્કર્મ ધર્મને સમજી ના શક્યો....
તમે હેતથી સિંચ્યો જીવનબાગ
જીવતરના ફૂલો ખિલાવી ના શક્યો...
દિલના અરમાનો ક્યાં જઈ દફનાવુ
હું તમારા દિલને પામી ન શક્યો.
- ભગુભાઈ ભીમડા :
(હલદર- ભરુચ)
એ.... યાદ ...., રહી ...ગયા....!!
આવો...... કેમ છો?
મજા માં છો, ને?
એ.... વાક્ય માં રમણીયતા હતી
એ... ઉદ્ગાર માં મધુરતા હતી
એમનાં મંદ હાસ્ય સાથેનયનો
પણ હસતાં 'તા'
મુખ પર સન્માન તે સત્કાર
ઝગમગતા 'તા'
અમારી મુલાકાતો થતી,
વાતો થતી....
મારી નજર એમના પર
જ સ્તબ્ધ થતી....!
આવો.... કેમ, છો?
મજા માં છો, ને?
આ.... વાક્ય સાંભળી
સાચું કહું .... કોઈ મનમાં ઝુમી જાય
કોઈ સાક્ષાત ઝુકી જાય.....!
સંબંધ તેમની નજરથી ઉભરાતો....!
સ્નેહ તેમના અધરથી છલકતો.....!
સંસ્કાર, સંસ્કૃતિ ને શિક્ષણની
'એ' સરિતા હતી.
નિર્ધનતા માં પણ
'એ' સુશીલ વનિતા હતી....!
એ વાક્યો યાદ આવે જ છે.
સ્મરણમાં ..... સપનામાં ....
આવો ... કેમ છો?
મજામાં છો, ને.?
એમની ગરીબીમાં
સંબંધની સભ્યતા હતી...!
અમારા એ ભૂતકાળમાં
ભવ્યતા હતી....!
- નરેશ સી. દાતણીયા 'પ્રેમી' :
(વટવા- અમદાવાદ)
આ જિંદગી
માનવમાંથી મહા માનવ બનાવે છે
આ જિંદગી,
સુખ દુ:ખ, કાંટા- કંકરથી ભરેલી છે
આ જિંદગી,
જીવન જાણી, માણો તો મસ્ત મજાની છે
આ જિંદગી,
જીવતા ન આવડે તો આપઘાત કરાવે છે
આ જિંદગી,
આવ્યા ખાલી હાથે ને, મોકલશે
ખાલી હાથે આ જિંદગી,
એકલા આવ્યા ને એકલા જ મોકલશે
આ જિંદગી.
અરે! મુરખ ભેગી કરેલી સંપત્તિ
છોડાવી યમરાજને સોંપી દેશે આ જિંદગી
પાપ કર્મો કરશો તો નર્કમાં
મોકલશે આ જિંદગી
સત્કર્મો કરશો તો મૃત્યુ
સુધારશે આ જિંદગી
નિરાધારના આંસુઓ લુંછશો
તો આશિર્વાદ અપાવશે આ જિંદગી
ભુખ્યાઓનો જઠરાગ્નિ ઠારશો
તો દુવા અપાવશે આ જિંદગી,
સદ્ગુરુના સત્સંગમાં રહેશો
તો ધન્ય બની જશે આ જિંદગી
પરમાત્માનું નામ- સ્મરણ
કરશો તો ભવપાર ઉતારશે આ જિંદગી,
નરમાંથી નારાયણ બનાવી દેશે
આ જિંદગી.
- ચૈતન્ય યશ.ડી. ગાલા :
(સુરત)
માણસની ઓળખ
ઘસારા લાખ થયા કરે છે,
ઘા પણ અનેક થયા કરે છે.
હવે કહો
હું પથ્થર બનું કે સોનુ?
પથ્થર થાઉ તો ઘસાઈ જવાનો છું,
સોનુ બનું તો ટીપાઈ જવાનો છું
ઘસાઈને મૂર્તિ બનું ઠીક છે,
ટીપાઈને ઘરેણું બનું એ પણ ઠીક,
પણ માણસ બનું તો કેવું?
પથ્થર ધોબીઘાટે નાખી દે,
સોનુ તો ચોર લૂંટી પણ જાય.
મારે નાહક મરવું ય નથી.
માણસ બનું તો
ભલે લોકો હસે મને,
કોઈ રડે પણ ખરા,
સુમન! માણસ જ બનવું ખરું.
- સુમન ઓઝા : (ખેરાલુ)
અભાવ
આભ અનરાધાર
વરસતું હતું.
ધરતી તરબોળ હતી
હું ..... બારણું ખોલી જોતી હતી....
સાવ... કોરીકટ
કેમ? ખબર છે?
એના ગયાનો
અભાવ!!!
હવે ફક્ત આંખ જ ભીંજવે છે....!!!
- કેતકી જે. દેસાઈ :
(મહુવા)
સદાબહાર
ભલે હોય ગમે તે વાર તહેવાર,
પણ આપણે રહીએ સદાબહાર
સુખ દુ:ખમાં માનીએ, વસંત બહાર
સ્નેહનો આપીએ સૌને ઉપહાર
કરીએ સ્વચ્છ અને મઝાનો વહેવાર,
અવસર આવો,
આવે જીવનમાં વારંવાર....
એક નદીના બે કિનારા, ન મળે પળવાર
વૃક્ષોના સંગ કરીને
કિનારા મળે છે શતવાર.....
ચાહે હોય ગમે તે વાર તહેવાર,
કિંતુ આપણે, રહીએ સદાબહાર.....
સુવર્ણ - રજતના
ભલે ને ન આપીએ ઉપહાર,
સહકાર, સેવાના આપીએ
ઝાઝા જુહાર....
ચાહકો! ચાલો ત્યારે બનીએ સદાબહાર
એ જ અભિલાષા છે,
આવે જીવનમાં વસંતબહાર
- રોહિતકુમાર ભાનુપ્રસાદ જોષી :
(ખંભાત)
ઠગારી આશા ઠગારી આશા
મેં પ્રેમની
આશા કરી' તી
કોણ જાણે કેમ
મન માનતું નથી!
સહુને પ્રેમ મળે છે
કેમ નહીં?
પ્યારની પ્રેમની
ખોટ તો દુનિયામાં
છે જ નહીં જેના પ્રેમમાં
હું પડયો , તે તો
બીજાના પ્રેમમાં છે.
મને વળી કોઈ બીજી
ચાહે છે જેને હું
નથી ચાહતો.
જગતમાં આમ જ
ચાલ્યા કરશે?
પ્યારના પ્રેમના પ
પણ શા શા
ખેલ હોય છે!!
- મહેશ એમ. દવે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ml5nYJ
ConversionConversion EmoticonEmoticon