કિચનને આપો ડિઝાઈનર લુક


જો તમે તમારા કિચનને ડિફરન્ટ લુક આપવા ઈચ્છો છો તો જરૂરી છે કે તેમાં લગાવેલી તમામ વસ્તુ પર ખાસ ધ્યાન આપો. જો વાત કિચન કેબિનેટ્સની કરવામાં આવે તો તે ન માત્ર વસ્તુને સ્ટોર કરવાની જગ્યા આપે છે, પરંતુ કિચનને સ્ટાઈલિશ લુક પણ આપે છે. આજે માર્કેટમાં કિચન કેબિનેટ્સની અનેક વેરાઈટી ઉપલબ્ધ છે. પછી વાત કલર્સની હોય કે સાઈઝની, તમે તેને તમારા કિચનને અકોર્ડિંગ સેટ કરાવી શકો છો.

સ્ટેનલેસ સ્ટીલ કેબિનેટ્સ
જો તમે લાકડાની કેબિનેટ્સ લગાવવા નથી ઈચ્છતા, કારણ કે તમારા ઘરમાં ઊધઈ જલદી લાગી જાય છે, તો તમે સ્ટેનલેસ સ્ટીલ કેબિનેટ્સ લગાવી શકો છો. તે આજકાલ વધારે ટ્રેન્ડમાં છે. તેમાં ન તો ઊધઈ લાગવાનો ડર રહે છે અને ન તો તે જલદી ખરાબ થાય છે. તેની સાથે સ્ટાઈલિશ લુક પણ આપે છે.

સ્ટોરેજ કેબિનેટ્સ
તમારા કિચન સાથે કોઈ સ્ટોરરૂમ નથી અને તમને કિચનનો સામાન મૂકવામાં મુશ્કેલી થાય છે, તો તમે કિચન માટે સ્ટોરેજ કેબિનેટ્સ ખરીદો. તેમાં ખાના અને કબાટ વધારે હોય છે જેમાં તમે આરામથી સામાન મૂકી શકો છો. તમે મહિના ભરનો સામાન પણ તેમાં સ્ટોર કરી શકો છો, બસ તેને ખરીદતી વખતે જોઈ લો કે તે તમારી જરૂરિયાત પ્રમાણે છે કે નહીં. તમે તેને તમારી જરૂરિયાત પ્રમાણે ડિઝાઈન પણ કરાવી શકો છો.

મોડર્ન કેબિનેટ્સ
આજે જમાનો મોર્ડન કિચનનો છે. કિચનમાં ગોઠવેલી દરેક વસ્તુ મોડર્ન લુકમાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જો તમે તમારા લિવિંગ અને બેડરૂમની જેમ કિચનને પણ મોડર્ન લુક આપવા ઈચ્છો છો તો તે માટે માર્કેટમાં કેબિનેટ્સની અનેક ડિઝાઈન અને કલર ઉપલબ્ધ છે.

કેબિનેટ્સની ડિઝાઈનિંગમાં કબાટના શેપ અને કલરનું વર્ક ખૂબ મોડર્ન રીતે કરવામાં આવે છે. કેટલાંક શેલ્ફ સામેની બાજુ બનાવવામાં આવે છે, જેમાં તમે ડેકોરેટ આઈટમ પણ સજાવી શકો છો. તેની સાથે તેમાં ખાનાને એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે તમે કંફર્ટેબલી તેનો યૂઝ કરી શકો. તેમાં લાઈટ પણ થોડી ડિફરન્ટ યૂઝ કરવામાં આવે છે, જેથી તમારું કિચન અટ્રેક્ટિવ દેખાય. કિચનનાં દરેક સામાન માટે પ્રોપર કબાટ અને ખાના ડિઝાઈન કરવામાં આવે છે.

સિંપલ કેબિનેટ્સ
તમને તમારું કિચન સિંપલ એન્ડ સોબર પસંદ છે તો સિંપલ એન્ડ સોબર લુક આપતા કેબિનેટ્સ માર્કેટમાં સરળતાથી મળી જશે. તે જગ્યા પણ ઓછી રોકે છે અને સાથે તેમાં ખાના અને કબાટ પણ ઓછા હોય છે. તેથી તમારે સામાન શોધવાની જરૂર નથી રહેતી. તેમાં મોટાભાગે ૧-૨ કલર યૂઝ કરવામાં આવે છે, જેથી કિચન સિંપલ દેખાય. તેના હેંડલ પણ બિલકુલ સિંપલ લુકમાં હોય છે.

ગ્લાસ કેબિનેટ્સ
જો તમે તમારા કિચનને ડિફરન્ટ લૂક આપવા ઈચ્છો છો તો ગ્લાસ કેબિનેટ્સ તમારા કિચનમાં સામેલ કરો. તેની ખાસિયત એ છે કે તેમાં બનેલા કબાટના દરવાજા કાચના હોય છે, જેથી તેમાં મૂકેલો સામાન સરળતાથી જોઈ શકાય. તેની સાથે જ જો તમારી ક્રોકરી ખૂબ સ્ટાઈલિશ હોય તો તમે કબાટમાં તેને ગોઠવીને કિચનને અટ્રેક્ટિવ લુક આપી શકો છો. તેની તમને અનેક વેરાઈટી અને ડિઝાઈન માર્કેટમાં મળી જશે. ગ્લાસને સ્ટાઈલિશ લુક આપવા માટે તેની પર ડિઝાઈનિંગ પણ કરવામાં આવે છે.

ખરીદતી વખતે ધ્યાન રાખો
ટાઈપ એન્ડ સ્ટાઈલ: માર્કેટમાં તમને કેબિનેટ્સની અનેક રીત અને સ્ટાઈલ મળી જશે, પરંતુ જરૂરી છે કે તમે તમારા કિચનને અકોર્ડિંગ કેબિનેટ્સ ખરીદો. તમારો સામાન મૂકવા માટે કેટલી સ્પેસ જોઈએ, તે ધ્યાનમાં રાખીને પણ તમે તેને ડિઝાઈન કરાવી શકો છો. કેબિનેટ્સ ફ્રેમ્ડ અથવા ફ્રેમલેસ બંને રીતે મળે છે. તે તમારી પર નિર્ભર છે કે તમે કેવી રીતે કેબિનેટ્સ લગાવવાનું પસંદ કરો છો.

મટીરિયલ: કિચન કેબિનેટ્સમાં તમને કેટલાય પ્રકારનું મટીરિયલ માર્કેટમાં મળશે. તે જોવું જરૂરી છે કે તમારે કેવા મટીરિયલથી તમારા કિચનને ડિફરન્ટ લુક આપવો છે. તમારા કંફર્ટ અને રેંજને જોતા તમે તે ખરીદી શકો છો.

કલર્સ: ઘરનો કોઈપણ ખૂણો હોય, તેમાં રંગનું ખૂબ મહત્ત્વ હોય છે. કિચન કેબિનેટ્સ તમે તમારા કિચનના કલરને અકોર્ડિંગ લઈ શકો છો. કેબિનેટ્સમાં કેટલાક કલર કોમન છે, જેમ કે વાઈટ, સિલ્વર, બ્રાઉન, બ્લેક જેને તમે મેચિંગ કર્યા વિના પણ કરાવી શકો છો. આમ પણ આજકાલ કલર કોમ્બિનેશનનો ટ્રેન્ડ છે. ૨ કે ૩ કલરનો ઉપયોગ કરીને કેબિનેટ્સને અટ્રેક્ટિવ બનાવવામાં આવે છે.

ટકાઉ: કેબિનેટ્સ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેનું મટીરિયલ ટકાઉ હોય. જો લાકડાનાં કેબિનેટ હોય તો તેનું લાકડું સારી ક્વોલિટીનું હોવું જોઈએ. જો કેબિનેટ સ્ટેનલેસ સ્ટીલના હોય તો તે પણ સારી ક્વોલિટીમાંથી જ હોય. માર્કેટમાં લાઈટથી લઈને હેવી તમામ પ્રકારની ક્વોલિટી તમને મળશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2APMjfM
Previous
Next Post »