બ્રાની પસંદગી કરતી વખતે તેની સાઈઝની જાણકારી જરૂર મેળવી લો. મોટી બ્રેસ્ટ, નાની બ્રેસ્ટ, શોલ્ડરલેસ ડ્રેસની સાથે, ડીપનેકની સાથે, વેસ્ટર્ન ડ્રેસને માટે કે ફીડ કરાવતી માતાને માટે કેવી બ્રા ઠીક અને યોગ્ય રહેશે એ વાત નક્કી કરીને જ બ્રા ખરીદવી જોઈએ.
મોટી બ્રેસ્ટ: પહોળા બેલ્ટવાળી સપોર્ટિંગ બ્રા પસંદ કરો. સાઈઝને અનુરૂપ બ્રા પહેરવી અરામપ્રદ હોવા સાથે સાથે બ્રેસ્ટને લટકતી બચાવે છે.
નાની બ્રેસ્ટ: પેડેડ બ્રા અથવા સેમી પેડેડ બ્રા પસંદ કરો, એને પહેરવાથી બ્રેસ્ટનો ઉભાર દેખાય છે. જો બ્રેસ્ટ નાની હોવાની સાથે લટકતી હોય તો ઈંડાંના આકારની પેડેડ બ્રા પહેરવાથી સુંદરતા વધે છે. આ સિવાય પુશઅપ બ્રા પણ બ્રેસ્ટમાં સારો ઉભાર લાવે છે.
નમેલી બ્રેસ્ટ: બ્રેસ્ટને સુંદર દેખાડવાને માટે વાયરયુક્ત બ્રા પહેરવી યોગ્ય રહે છે. આમાં બે પ્રકારની બ્રા મળે છે, પહેલી-અંડરવાયર બ્રા, બીજી, સાઈડ વાયર બ્રા, તેમાં લાગેલા વાયર સપોર્ટર તરીકે સહાયક હોય છે, સાથે ફિટિંગ પણ સારું રહે છે.
ફીડ કરાવવા માટેની બ્રેસ્ટ: માર્કેટમાં ફીડિંગ બ્રા મળે છે, આમ તો એ અન્ય બ્રા જેવી જ હોય છે પણ તેના કપ્સની ઉપર એક વધારાનું પડ હોય છે, જે ઢાંકણનુ કામ કરે છે, નીચે કપ્સમાં નિપલની જગ્યા ખુલ્લી હોય છે જેને કપડાનું પડ ઢાંકી રાખે છે, જરૂર પડે ત્યારે ઉપરનું પડ ઊંચું કરી ફીડ કરાવવું સહેલું છે અર્થાત્ આખી બ્રા કાઢવાની જરૂર નથી.
પાશ્ચાત્ય પોશાક
પાશ્ચાત્ય પોશાક મોટા ભાગે તો સોલ્ડરલેસ હોય છે અને બ્રેસ્ટથી જ શરૂ થાય છે. તેની નીચે સપોર્ટ બ્રા ઠીક રહે છે. જે મહિલાઓ ડીપનેક પહેરે છે તેમને હોલ્ટરનેક બ્રા પહેરવી સારી રહે છે. સાથે મોટા ગળાવાળા બ્લાઉઝની નીચે પણ આ હોલ્ટરનેક પહેરવી સારી લાગે છે. આ બ્રા સ્ટ્રેપ વિનાની હોય છે અથવા ટ્રાન્સપરન્ટ સ્ટ્રેપ્સવાળી બ્રા પણ પસંદ કરી શકાય છે.
જુદા જુદા પ્રકારની બ્રા
હોઝિરી તથા લાઈકા સ્ટફની બ્રા રોજ પહેરવામાં ખૂબ વપરાય છે. સીમલેસ બ્રા યંગ છોકરીઓને માટે બહુ યોગ્ય છે, કારણ કે તેને ટાઈટ અથવા સ્ટ્રેચેબલ ટીશર્ટ્સની સાથે પહેરવાનું સુંદર લાગે છે. તેના સ્ટ્રેપ પણ પાતળા હોય છે. હોલ્ટરનેક બ્રાની બે વેરાઈટી હોય છે. એક, ટ્રાન્સપરન્ટ નેક જે ઈન્વિઝિબલ હોય છે. બીજી, દેખાય તેવા સ્ટ્રેપની સાથે હોય છે. એ પહેરનારની ઈચ્છા પર આધાર રાખે છે કે તે કઈ બ્રા પસંદ કરે છે.
આજના બજારમાં ડિઝાઈનર બ્રા બહુ સહેલાઈથી મળે છે. આમાં પ્રિન્ટેડ, કશીદાકારી બ્રા, સીકવન્સ વર્કથી સજાવેલી બ્રા, લેસથી સજાવેલી તથા ચિકનકારીથી ભરતકામ કરેલી બ્રા, ટ્રાન્સપરન્ટ નેકવાળી બ્રા, વિધાઉટ સ્ટ્રેપ્સ, પુશઅપ સીમલેસ ડિફરન્ટ કટવાળી બ્રા વગેરે. તેમનું સ્ટફ સિન્થેટિક, નેટ, સાટીન, શિફોન વગેરેનું હોય છે.
યોગ્ય આકારની બ્રા
દરેક નારીની ઝંખના હોય છે કે તેનું વ્યક્તિત્વ આકર્ષક લાગે અને તે માટે તે સતત પ્રયાસ કરતી રહે છે. ખરેખર તો યોગ્ય બ્રા અને યોગ્ય ફિટિંગ ખૂબસુરતી અને વ્યક્તિત્વની વૃદ્ધિ માટે ઉત્તમ છે. બજારમાં ત્રણ સાઈઝના કપવાળી બ્રા મળે છે. એ,બી,સી કપ્સના માપથી બ્રા ખરીદવી જોઈએ. આ કપ્સવાળી બ્રા કોટનની હોય છે.
યોગ્ય આકારની બ્રા પસંદ કરવા માટે યોગ્ય માપ લેવું જરૂરી હોય છે. આ માટે અરીસાની સામે ઊભા રહી બ્રેસ્ટની એકદમ નીચે અર્થાત્ રિબને મેઝરટેપથી માપી લો અને સે.મી.માં લખી લો, પછી બ્રેસ્ટ (જ્યાં નિપલ છે)નું માપ લેતી વખતે થોડી ઢીલી ટેપ પકડો, સામેથી અને સે.મી.માં માપ લખી લો. આ બંને માપને તમે બ્રા ખરીદતી વખતે શોપકીપરને બતાવી દો (જો તમે તમારું માપ ન જાણતાં હો તો) તે તમને યોગ્ય ફિટિંગની બ્રા આપશે.
એક વખત માપ લઈને ભૂલો નહીં કે વધતી ચરબી, કમર અને બ્રેસ્ટ એરિયાને મોટો કરે છે તેથી સમયાંતરે નવી બ્રા ખરીદવી વખતે પહેલાં તમારું માપ માપતાં રહો.
ટીનએજર્સ માટે
યોગ્ય ફિટિંગ અને સારી કંપનીની જ બ્રા ખરીદો. યોગ્ય ફિટિંગમાં કપ અને બેલ્ટ બંનેનું માપ, આરામદાયક હોવું જોઈએ, તે ન તો ટાઈટ હોય કે ન ઢીલું. ફેન્સી બ્રા જોતાંવેંત (અર્થાત્ ઉપરનો લુક) ન ખરીદો. તેને ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમાં લાગેલા લેસ, ભરતકામ વગેરે તમારા શરીરમાં વાગી તો નથી રહ્યા અને એક વાતનું તો ખાસ ધ્યાન રાખો કે સિન્થેટિક ફેબ્રિકની તમને એલર્જી તો નથી ને?
કિશોરીઓને માટે ટીશર્ટ બ્રા દરેક રીતે યોગ્ય રહે છે. તે કોટન ફેબ્રિકમાંથી બનેલી હોવાની સાથે સાથે સારું ફિટિંગ પણ આપે છે અને ત્વચા એકદમ સુરક્ષિત રહે છે. તેનાં સ્ટ્રેપ્સ દોડતી, કૂદતી વખતે ભારે બેગ (સ્કૂલની) ઉપાડતી વખતે ખભાની સાથે ચોંટેલાં રહે છે.
મોટા ગળાવાળા પોશાક/ટોપ પહેરતી વખતે સ્ટ્રેપલેસ બ્રા પહેરવી જોઈએ જેથી સ્ટ્રેપ્સ સંભાળવાનું ટેન્શન ન રહે.
વધતી ઉંમરની સાથે સતત થતો વિકાસ (બસ્ટ લાઈન) અને તેને કારણે જો પહેલી બ્રા ટાઈટ લાગે તો મોટા કપવાળી બ્રા ખરીદો. ટાઈટ બ્રા બ્રેસ્ટના વિકાસને અટકાવશે. બ્રાનાં સ્ટ્રેપ્સ ઢીલાં થઈ જાય તો બદલી કાઢો, તેને ન પહેરો. તે શરીર પર ખોટી અસર કરે છે અને જ્યારે તમે ડ્રેસ પહેરો છો ત્યારે યોગ્ય ફિટિંગ નથી આવતું. યોગ્ય વ્યક્તિત્વ દેખાતું નથી. બ્રા ખરીદતી વખતે તમારી સાઈઝ, કમ્ફર્ટ, પોશાક વગેરેને જરૂર ધ્યાનમાં લો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2oWYCEG
ConversionConversion EmoticonEmoticon