પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં કલેકટરને આવેદન


નડિયાદ, તા.15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર

ખેડા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં બેરહેમીથી હિન્દુઓની હત્યા કરવાના વિરોધમાં જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે સત્વરે કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરાઇ હતી.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બંગાળમાં થયેલ હિન્દુઓની હત્યાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું હતુ.જેમાં જણાવ્યું છે કે ખેડા જિલ્લાના સૌ હિન્દુઓ મારફતે પશ્ચિમ બંગાળની સરકાર જે કાર્યશીલ હિન્દુઓની વિરુધ્ધમાં છે.તેના જન આક્રોશની રજૂઆત ગંભીરતા પૂર્વક તંત્ર સામે પહોચાડી છે.જેને પ્રાધાન્ય આપી સત્વરે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.

તા.૧૦ ઓકટોબર ૨૦૧૯ના રોજ પશ્રિમ બંગાળના મુર્શિદાબાદમાં પ્રકાશ પાલ તથા તેમના ધર્મ પત્ની(કે જે ગર્ભવતી હોય) સાથે આઠ વર્ષનો પુત્રની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી હતી.આ ઘટનાની સમસ્ત હિન્દુ સમાજને ખૂબ જ આઘાત લાગ્યો છે.બંગાળ એ હિન્દુ સમાજ માટે આતંક સમાન બની ગયુ છે.

બાંગ્લાદેશી મુસલમાનો ની ગેરકાયદેસર ધુષણખોરીને કારણે બાંગ્લાદેશી મુસલમાનોની ગેરકાયદેસર સંખ્યામાં અતિશય વધારાની,વોટ ની લાલચમાં ત્યાની મમતા સરકાર આ ગેરકાયદેસર ધુસી ગયેલા બાંગ્લાદેશી મુસલમાનો સામે કોઇ કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે બંગાળના હિન્દુ સમાજની વિરુધ્ધમાં દુકુત્યો આચરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.જે ભારતમાં બંગાળમાં હિન્દુ સમાજના અસ્તિત્વ માટે અતિગંભીર ચિંતાનો વિષય છે.

આવેદનપત્રમાં જણાવ્યુ છે કે સત્વરે પશ્રિમ બંગાળ સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન શરૂ કરી દેવામાં આવે,પ્રકાશ પાલ તથા તેઓના પરિવારની હિચકારી હત્યાકાંડની સી.બી.આઇ દ્વારા તપાસ કરાવવામાં આવે,અને હત્યારાઓને મૃત્યુદંડની સજા કરવામાં આવે,પશ્રિમ બંગાળમાં સત્વરે એન. આર. સીનો અમલ કરવામાં આવે,બાંગ્લાદેશી મુસ્લિમાનોની ધુષણખોરી કરી ઘુસેલા મુસલમાનોને પરત બાંગ્લાદેશ મોકલવામાં આવે,નાગરિકતા બીલમાં તપાસ કરી બાંગ્લાદેશ થી હેરાન થઇ આવેલ હિન્દુઓને ભારતમાં ભારતનુ નાગરિકત્વ પ્રદાન કરી ભારતના નાગરિક  તરીકેનો અધિકાર આપવામાં આવે જેવી ઉગ્ર માંગણીઓ કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VMxQed
Previous
Next Post »