
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર
કેટરિના કૈફ અને વિદ્યા બાલન રૂપેરી પડદે પ્રથમ વખત સાથે જોવા મળશે. આનંદ એલ રાયની ફિલ્મમાં આ અભિનેત્રીઓ એકશન તેમજ કોમેડી કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનિરુદ્ધ ગણપતિ કરશે.
મળેલી જાણકારી અનુસાર, છેલ્લા ઘણ ાવરસોથી અનિરુદ્ધ ગણપતિ આનંદના પ્રોડકશન હાઉસ સાથે જોડાયેલો છે. આનંદના નિર્માણ ગૃહે પોતાની આગામી ફિલ્મ માટે કેટરિનાનો સંપર્ક કર્યો છે. કેટરિનાને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડી છે, અને ફિલ્મમાં કામ કરવા રાજી થઇ ગઇ છે. સાથેસાથે વિદ્યા બાલન સાથે પણ વાતચીત ચાલુ છે. ફિલ્મની સ્ક્રિપ્ટ અંતિમ સ્ટેજમાં છે. સ્ક્રિપ્ટ પુરી થયા બાદ ફિલ્મને લગતા અન્ય નિર્ણય લેવામાં આવશે.
કેટરિના હાલ ' સૂર્યવંશી'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે વિદ્યા બાલન શંકુતલા દેવીની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મની જલદી જ ઘોષણા કરવામાં આવે તેવી વકી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33wKzVd
ConversionConversion EmoticonEmoticon