આણંદ,તા.07 ઓક્ટોમ્બર 2019, સોમવાર
આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં પતિ અને સાસરીયાઓ દ્વારા પરિણીતા ઉપર ખોટા વહેમ રાખી આક્ષેપો સાથે અત્યાચાર ગુજારતા પરિણીતાએ આણંદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ તેમજ સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ પાધરીયા વિસ્તારમાં અલ્પેશ સોસાયટીમાં રહેતા નિમેશ જ્યંતિભાઈ વાઘેલા સાથે નડિયાદ તાલુકાના રાજનગર સેન્ટ જોસેફ સ્ટ્રીટમાં રહેતા જેનીશબેનના લગ્ન થયા હતા.
શરૂઆતના લગ્નજીવન બાદ પતિ તેમજ સાસરીયાઓએ જેનીશબેન ઉપર ખોટા વહેમ રાખી અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધુ હતુ. જેનીશબેનના પતિ નિમેષ વાઘેલા, સસરાં જ્યંતિ નારાયણભાઈ વાઘેલા, સાસુ સુશીલા જ્યંતિભાઈ વાઘેલા, દિયર ચેતન જ્યંતિભાઈ વાઘેલા દ્વારા જેનીશબેન ઉપર અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા જેનીશબેને આખરે આણંદ મહિલા પોલીસ મથકે પતિ સહિત સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35hG2Yg
ConversionConversion EmoticonEmoticon