આશા ભોંસલેને લતા દીદીથી અલગ પહેચાન બનાવવી હતી


(પ્રતિનિધિ દ્વારા)   મુંબઇ, તા. 07 ઓક્ટોમ્બર 2019, સોમવાર

આશા ભોંસલેને લતા દીદીથી અલગ પહેચાન બનાવવી હતી. આ નિર્ણય તેમણે નાનપણમાં જ લઇ લીધો હતો. તેમણે શાસ્ત્રીય સંગીતમાં વિભિન્ન ધૂનો અને નવા પ્રયોગો કરવાના પ્રયાસ કર્યા હતા. 

જયપુરમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન આશા ભોંસલેએ જણાવ્યુ ં હતું કે, '' હું નાની હતી ત્યારથી મારે લતા મંગેશકરની શૈલીથી અલગ જ શૈલીની સમજ આવી ગઇ હતી. શાસ્ત્રીય અને પશ્ચિમી કંપોઝિશનના પ્રયાસમાં તેમને વિશ્વ સંગીતની દુનિયામાં પોતાની અલગ પહેાન બનાવાની પ્રેરણા આપી.વ્યક્તિના જીવનની જરૃરિયાત જ જીવનની સૌથી નિર્ધારક આવશ્યકતા હોય છે. જરૃરિયાતે જ મને મળનારા દરેક ગીત ગાવા માટે મજબૂર કરી હતી. દરેક ગીત મારા માટે 'ભગવાન' સમાન હતા. મને મળનારા દરેક ગીતથી હું લોકોને પ્રભાવિત કરું તેવા મારા પ્રયાસ રહ્યા હતા. ''

આશા ભોંસલેના ગીતોએ પણ શ્રોતાગણોને ડોલાવ્યા છે. તેમની એક અલગ જ શૈલી રહી છે.ગઝલને સમજવા અને અસ્તિતવ ટકાવી રાખવા માટે ગઝલને સરળ ભાષામાં લખવી જોઇએ તેવું સૂચન પણ તેમણે કર્યું હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2p068hV
Previous
Next Post »