મહુધા આઈટીઆઈ વિશે રજૂઆત કરનારને જાનથી મારી નાખવા ધમકી


નડિયાદ, તા.11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર

મહુધા આઇ.ટી.આઇમાં વ્યવસ્થિત ભણાવતા ન હોવાથી રજૂઆત કરાઇ હતી.જે અંગે રજૂઆત કરનારને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર તરંગકુમાર શર્મા અને તેમની પત્ની અમીબેને મહુધા આઇટીઆઇમાં એડમિશન લીધુ હતુ.જો કે આઇટીઆઇમાં શિક્ષકો વ્યવસ્થિત ભણાવતા  ન હોલાથી તરંગકુમાર શર્માએ આઇટીઆઇના પ્રિન્સીપાલને રજૂઆત કરી હતી.જેથી પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષકોએ કહેલ કે તારે ભણવુ હોય તો ભણ અહી અમે કહી તે પ્રમાણે જ કરવુ પડશે.નહિ તો એડમિશન રદ કરવાનો પાવર અમારી પાસે છે.તેમ કહી તરંગકુમાર શર્માને ધમકી આપી હતી.જે બાદ સતત ગેરહાજરીના બહાના હેઠળ તરંગકુમાર શર્માનુ એડમિશન રદ કર્યુ હતુ.

આ બાદ તરંગકુમાર શર્માએ તા.૨૩-૮-૧૯ના રોજ બે આર.ટી.આઇ મહુધા આઇટીઆઇમાં કરી આઇટીઆઇમાં ચાલતી ગેરરીતી ખુલ્લી પાડવા પ્રયત્નો કર્યો હતા.જેથી પ્રિન્સીપાલ અને અન્ય શિક્ષકોએ અન્ય વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તરંગકુમાર શર્મા વિરુધ્ધ ઉશ્કેરણી કરી હતી.અટલાથી ન અટકતા  મુકુન્દભાઇ શાસ્ત્રી અને એક અન્ય વ્યક્તિ તરંગકુમાર શર્માના  ઘરે આવી ગમે તેમ ગાળો બોલી હતી.અને કહેલ કે તેને આરટીઆઇ કરવાનો બહુ શોખ છે.તારી આરટીઆઇને કારણે મારા છોકરાનુ એડમિશન રદ થાય તેમ છે.તેમ કહી તરંગકુમાર શર્માને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે તરંગકુમાર  રમણભાઇ શર્મા રહે,સસ્તાપુરે મહુધા પોલીસ મથકે મુકુન્દભાઇ શાસ્ત્રી અને અન્ય એક વ્યક્તિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/313m1By
Previous
Next Post »