લીલવણે સીમ
વરસાદ વરસતા ધરા હરી બની ગઈ
વાહ લીલવણે સીમ ભરી
ભરી બની ગઈ
ને મેહૂલાના યશોગાન ગાવાં,
ભાવવિભોર સ્વર્ગની પરી બની ગઈ
વસંતે ર્પ્ણો ખ્રીજતા ઉજ્જડ વન્રાય,
જુવોને લીલાં લિંબાસી ફરી બની ગઈ
ગગને ગાંડોતૂર અષાઢ ધણેણતા,
નદી સાગર પિયુને માંડવા
અધીરી બની ગઈ
વા, વંટોળે લે રણની ''રાજ'' કહે,
ઉડતી રેત કેવી! સથીરી બની ગઈ.
- રાજાભાઈ અમરાભાઈ દાફડા: (નાગધ્રા- ધારી)
કારણ મળે?
તમે નિરખવા કદિક પળ મળે,
મને જીવન જીવવાનું બહાનું મળે.
તમને મળવાની કદિક તક મળે,
મંજિલ મળ્યાનો ખૂબ હરખ મળે.
સપનામાં તો ઝાંઝવાના નીર મળે,
પણ શ્વાસમાં જીવંત પ્યાસ ટળવટે.
લાંબી સફરમાં તમારો સાથ મળે,
વાત હૈયાની કહેવાની તક મળે.
સફરમાં એક સીટ પર બેઠક મળે,
સ્પર્શના અડપલાં કરવાની મોજ મળે
સુમન! આ બધુ હવે ક્યારે મળે?
પ્રભુકર્મ કર તો તને ઝટપટ મળે.
- સુમન ઓઝા: (ખેરાલુ)
(ગઝલ)
પીવાય ત્યાં સુધી
છે આયુષ્ય ને આશ પણ,
જીવાય ત્યાં સુધી!
પીનારને ખુબ પીવું છે,
પીવાય ત્યાં સુધી!
છે પૂર્ણ કે અધુરી અહીં,
આ જિંદગી કહો?
જીવન ઘણું જોવાનું છે,
જોવાય ત્યાં સુધી!
કોને કહું આ જિંદગી વિષે હવે, અહીં?
તે ઊભી છે રાહે હજી,
રોકાય ત્યાં સુધી!
પાછળ પડી તે મોતની
આડી નથી પછી
તે આવતી, રહેવુંય છે,
સહેવાય ત્યાં સુધી!
લાંબી ગણો, ટૂંકી ગણો,
છે સફર આ ઘણી
'પ્યાસી' પછી, હાંકી જુઓ ,
જીવાય ત્યાં સુધી!
- અનંત જોષી
તિતિક્ષા ચાલી.......!
અરધા રસ્તે જે ખુશી ઉદાસ ચાલી.
આખા રસ્તે તિતિક્ષા બિંદાસ ચાલી.
મખમલ ચહેરે પ્હેરો ભરતી પળોજણ
ગ્લાનિ સંકેલી વાણી વિલાસ ચાલી.
વિચાર નિવાડો લાવે કુંપણોનો
પાક્કી સખી ના હાથે કાં ત્રાસ ચાલી
માર્મિક મુદ્રાના ભાવો ઠાઠ રુંદે
છે મૌન એથી ઉરે આભાસ ચાલી
હાસ્ય થયું છે મોંઘું લેજો ખરીદી,
વિદુષકો જોવાને બકવાસ ચાલી.
ઋજુ લત્તા ટેકો લૈ આકાશ શોધે,
જ્યાં થંભ તૂટયો કે
ગ્યો વિશ્વાસ ચાલી.
- વિનોદચંદ્ર બોરીચા:
(વીનુ): (મુંબઈ)
બસ તુ પ્રેમ કર
નફરત તો સૌ કરે,
બસ તુ પ્રેમ કર
અપનાવ તુ સૌ કોઈને
ભેદભાવ તો હર કોઈ કરે છે,
સફળ થઈને સૌ કોઈ દિલ જીતે છે.
તુ નિષ્ફળ થઈને
પણ અવ્વલ થઈ જા.
ભલે ને મળે તને તારી મંજીલ,
તુ કોઈની મંજીલ બની જા
બસ તું પ્રેમ કર
- ધવલ આર. પરમાર ''માસુમ'': (અમદાવાદ)
શિયાળો
તું આવે એટલે
ઠરી ગયેલો શિયાળો
પણ ટહુકી ઉઠે
તું જાણે તાપણું
ફરી વળે લઈને હુંફ
ચારે બાજુ પાથરી શમણું
તારા પાયલનો રણકાર એટલે
મૌનના વાદળોને વીંધી
નીકળતાં સૂરજનાં કિરણો
અને છળાઈ જાય ચહેરા પર
ગુલાબી
તું આવે એટલે શિયાળો
પણ થઈ જાય રમતિયાળ
અને ભુલાઈ જવાય ધુ્રજાવી
નાખતી મોસમ
ઊડતા રંગબેરંગી
પતંગિયા જોતાં જોતાં....
જો તું આવે તો.....
- પ્રફુલ્લ આર શાહ:
(કાંદિવલી-મુંબઈ)
નવરાત્રિ આવે ને આવે
હલ્લા બોલ છે માહોલે
નવરાત્રિ આવે ને
ગરબો ગાઈશું ભાગોળે
નવરાત્રિ આવે ને
તાળી પાડવામાં હાથે તાળી ન આપો ને
લોલમલોલ મન હાંડો ને
નવરાત્રિ આવે ને
ગોકુળ ગામ લાગે રાધાકૃષ્ણે રમાડે ને
રાસે મોરલી વાળાને નવરાત્રિ આવે ને
રાખો માટલીને માતા ચરણે અખંડે છે
રમવા આવજો, આવો ને
નવરાત્રિ આવે ને
નવ નવ દિવસ પૂરાં માતાજીમાં
રહો ને તો
હો તકલીફ જે સોંપોને
નવરાત્રિ આવે ને
થઈ નાં જાય આનંદે કો હાનિય
અત્યારે તો
વાળો મંદિરે ચાલોને
નવરાત્રિ આવે નેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેેે!
- હિતેશ આર. પટેલ: (બારડોલી)
કળિયુગના છપ્પા
એક બાવાને એવી ટેવ
પોતે બન્યો દેવાધિદેવ
વહેલો ઉઠી નદીએ જાય,
બૂમો પાડીને ભજન ગાય...
રોજ દસબાર ચેલા કરે,
પૈસાના ગજવાં ભરે....
દેખાદેખી કરે ધ્યાન,
પૈસા દેખી ભૂલે ભાન.....
ભગવાં પહેરી ભક્તિ કરે,
સૌના પૈસે મઝા કરે....
આવી છે ગુરૂને લ્હેર,
એના પર ચેલાની મ્હેર...
આવા છે કળિયુગી બાવા,
ખાવા જોઈએ બરફી માવા....
એક ગુરૂને ઘણા ચેલા,
દગાખોર મનના મેલા...
સત્સંગનો સાર ન જાણે,
કપટી વિદ્યા બહુ જાણે....
મુખમાં જાણે રામ રમે,
હૈયામાં રાવણ ભમે..
હાથમાં કપટી માળા ફરે,
પગમાં પડેલા પૈસા ગણે....
ભગવાં પહેરી ઢોંગ કરે,
ચેલા દેખી ભાવ કરે....
ગોપીચંદનનો લેપ કરે,
કપાળે લાંબુ તિલક કરે....
પરસ્ત્રીનો સંગ બહુ ગમે ,
મન ચારે દિશા ભમે...
જેવા ગુરૂ એવા ચેલા,
પરસ્ત્રી પરધનના ઘેલા....
પોતે પોતાનું ભલું કરે,
બીજાનું કાંઈ નવ કરે....
આવા છે કળિયુગી બાવા,
એને શું નાવા નિચોવા....
- ભગુભાઈ ભીમડા: (ભરુચ)
શું કરું.....!
કોઈ દૂર થઈ ગયું છે શું કરું
નિરંતર યાદ આવે છે શું કરું
યાદ કરું ફરિયાદ કરું શું કરું
એકલો છું હવે હું શું કરું
દર્દ સમંદરે નિરાશ છું શું કરું
હરશ્વાસે અહેસાસ કરું શું કરું
બંધ પલકે જોયા કરું છું શું કરું
મ્હારા નસીબે તું નથી શું કરું
લખીને યાદ કરું છું બીજું શું કરું
ભરોસા એ રાહ જોઉં બીજું શું કરું
ઈંતજાર કરવા સિવાય બીજું શું કરું
નથી હસ્યો ક્યારેય એ કહીને શું કરું
અંગત અફસોસ કરીને શું કરું
મ્હારી તકલીફ બતાવીને શું કરું.
નિર્દોષ પ્રેમને યાદ કરીને શું કરું
તુય તકલીફ છે એ કહીને શું કરું
તને મ્હારી માનું એ લખીને સાબિત કરું
બસ એ શબ્દને પહોંચાડુ બીજું શું કરું
છે ચાહતે તાકત મારી એ એકરાર કરું છું
આ નહીં તો બીજા જન્મે
રાહ જોઈશ એ લખી પૂરું કરું છું.
- 'મીત': (સુરત)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33xttXq
ConversionConversion EmoticonEmoticon