સૌંદર્યને લગતી મહત્વની બાબતો


લિપસ્ટિક
લાપરવાહીના કારણે લિપસ્ટિક સુંદરતાને બગાડી શકે છે. 

ચહેરાની સુંદરતામાં હોઠનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે, અન ેતેની સુંદરતા વધારવા માટે લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાારંગ અનુસારઅને વ્યવસ્થિત રીતે લગાડાયેલી લિપસ્ટિકચહેરાની સુંદરતા વધારવાની સાથેસાથે વ્યક્તિત્વ પણ નિખારે છે. 

હોઠ પરની ત્વચા ફાટી ગઇ હોય તો તેના પર લિપસ્ટિક લગાડવી નહીં. 

લિપસ્ટિક લગાડતા પૂર્વે રૂ પર થોડું ક્લિજિંગ મિલ્ક લઇને હોઠને બરાબર સાફ કરવા. જેથી હોઠની ત્વચા પર ચમક આવશે.

 ત્યાર બાદ હોઠ પર ફાઉન્ડેશન ક્રીમ લગાડીને થોડી વાર સુકાવા દેવું. 

ત્યાર બાદ લિપ લાઇનરથી હોઠની આઉટલાઇન કરીને લિપસ્ટિક લગાડવી. 

શક્ય હોયતો લિપસ્ટિકને લિપ બ્રશથી લગાડવું જેથી હોઠ પર ફેલાઇ નહીં. 

લિપસ્ટિક લગાડયા બાદ હોઠ પર  થોડું વેસલિન અથવા લિપ ગ્લોસ લગાડવાથી હોઠ પર ચમક આવશે.

લિપસ્ટિકના રંગ પ્રસંગોનુસાર પસંદ કરવા. ઓફિસમાં જતી વખતે હળવારંગની લિપસ્ટિક પસંદ કરવી.પાર્ટીમાં જતી વખતે ઘેરા રંગની લિપસ્ટિક  લગાડવી. રાતના ઘેરા રંગની લિપસ્ટિક સારી લાગે છે. 

હાથ-પગની સુંદરતા

પગની એડી અને કોણી પરથી મેલ તેમજ કાળાશ દૂર કરવા માટે લીંબુની છાલ ઘસવી.

જૈતૂનના તેલથી પગની એડી અને કોણી પર માલિશકરવાથી તવચા મુલાયમ બને છે. 

ચણાનો લોટ અન ેહળદર ભેળવીને એડી અને કોણી પર લગાડવાથી મૃત ત્વચા નીકળી જાય છે. 

સૂતા પહેલા રાતના કોણી અને એડી પર મોઇશ્ચરાઇઝર લગાડવું.

કોણી અને ઘૂંટણ પર ટામેટાની છાલ લગાડવાથી   કાળાશ દૂર થાય છે. 

સરસવના તેલમાં ચપટી હળદર ભેળવી એડી પર માલિશ કરવું.

ઘૂંટણ, કોણી અને એડી પરની સખત ત્વચા પર મલાઇ તથા લીંબુનો રસ લગાડવાથી ત્વચા નિખરે છે. 

કાંદાનો રસ લગાડવાથી કાળાશ ઓછી થાય છે. 

- સુરેખા




from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35BeehK
Previous
Next Post »