
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન આર નારાયણ મૂર્તિ અને તેની પત્ની સુધા મૂર્તિ પર ફિલ્મ બનાવવાની તૈયારી થઇ રહી છે. મંગળવારે આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. આ ફિલ્મ મૂર્તિની જીવનકથની પર આધારિત હશે, જેમાં તેમનું દેશ માટેનું યોગદાન અને તેમની કારકિર્દીની સફરને કેન્દ્રમાં રાખવામાં આવશે.
આ ફિલ્મનું શિર્ષક 'મૂર્તિ' રાખવામાં આવ્યું છે. ફિલ્મનું દિગ્દર્શન અશ્વિની તિવારી કરશે. જ્યારે નીતેશ તિવારી, મહાવીર જૈન અને અશ્વિની ઐય્યર તિવારી ફિલ્મનું નિર્માણ કરશે.
ફિલ્મની વાર્તા પર સંજય ત્રિપાઠી કામ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતના દાનવીરોમાં નારાયણમૂર્તિનું નામ ટોચ પર છે. તેમણે ઇન્ફોસિસ ફાઉન્ડેશન નામની સંસ્થા શરૂ કરી જે ગરીબ લોકોને શિક્ષા અને સારા સ્વાસ્થ્યની સુવિધા આપે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OXg72F
ConversionConversion EmoticonEmoticon