આણંદ, તા.09 ઓક્ટોમ્બર 2019, બુધવાર
બોરસદ શહેરના બસ સ્ટેન્ડ નજીક ગાંધીગંજ વિસ્તારમાં રહેતા દલિત પરિવાર ઉપર અગાઉના ઝઘડાની અંગત અદાવત રાખી મુસ્લીમોના ટોળાએ ધારીયા, તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે હુમલો કરતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર બોરસદ શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ ગાંધીગંજ સામે હરિજનવાસમાં રહેતા એક પરિવાર ઉપર છ-સાત મહિના પહેલા સોહેલ ઉર્ફે ભાણો શબીરોદ્દીન મલેક અને સોહીલશા હનીફશા દિવાન એક મુસ્લીમ આધેડને માર મારી એક્ટીવા ઉપર બેસી ભાગ્યા હતા. જે આધેડના કહેવાથી કલ્પેશભાઈ સુરેશભાઈ હરિજને બાઈકનો પીછો કર્યો હતો તથા તેમને તરંગ પેટ્રોલપંપ પાસે રોક્યા હતા તથા બંને શખ્શોએ બાઈક ઉપર બેસાડેલા આધેડ મામલે વચ્ચે ન પડવા કહીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું હતું તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમ્યાન પેટ્રોલપંપના માલિકે દરમ્યાનગીરી કરી મામલો નીપટાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ગતરોજ રાત્રિના ૮:૩૦ વાગ્યાના સમયે કલ્પેશભાઈ બાઈક લઈને બસ સ્ટેન્ડ પાસે સોડા લેવા માટે ગયા હતા જ્યાં શોએબ અને સોહીલશાએ તેમને રોકીને અમે તને કેટલાક દિવસથી શોધતા હતા પરંતુ તુ મળતો ન હતો તેમ કહી માર મારવાનું ચાલુ કર્યું હતું.
કલ્પેશભાઈ જેમ-તેમ કરીને ત્યાંથી છટકી ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ રાત્રે ૯:૦૦ વાગે શોએબ ઉર્ફે ભાણો સોહીલશા મુસ્તુફા ઉર્ફે બાબુ બદરોદ્દીન મલેક તથા અન્ય ૧૦ થી ૧૫ માણસો ધારીયા, તલવાર અને લોખંડની પાઈપો લઈને કલ્પેશભાઈના ઘર ઉપર હુમલો કર્યો હતો તથા તેમને તેમજ તેમની પત્નીને માર મારી કપડા ફાડી નાખ્યા હતા. તથા તેમની પત્ની સાથે બદસલુકી કરી હતી. આ ઘટના દરમ્યાન આજુબાજુના લોકો દોડી આવતા તમામ હુમલાખોર ત્યાંથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ બનાવ અંગે બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તમામ આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2B0nUEp
ConversionConversion EmoticonEmoticon