નડિયાદ, તા.09 ઓક્ટોમ્બર 2019, બુધવાર
ખેડા જિલ્લામાં બે અલગ અલગ જગ્યાઓ પર અકસ્માત સર્જાયા હતા.જેમાં પહેલો અકસ્માતનો બનાવ અમદાવાદ-ઇન્દોર એકસપ્રેસ વે નજીક અને બીજો અકસ્માતનો બનાવ મહેમદાવાદ તાલુકાના રીછોલ ગામની સીમમાં થયો હતો.
કઠલાલ પાસેથી પસાર થતો અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આવેલ એક હોટલની નજીક અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટર સાયકલ ચાલકે ગફલતભરી રીતે બેફીકરાઇ હંકારી રોડ ઉપર કુતરા સાથે અથડાવી મોટર સાયકલ પાછળ બેઠેલ જશુભાઇ જાંજમેરા શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે જશુભાઇ વેલજીભાઇ જાંજમેરા રહે,પિઠાઇ પરબડી સામેએ કઠલાલ પોલીસ મથકે મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
બીજો અકસ્માતનો બનાવ મહેમદાવાદ તાલુકાના રીંછોલ ગામની સીમ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો.જેમાંપૂનમભાઇ બારૈયા અને તેમના બનેવી વિનુભાઇ ચૌહાણ મોટર સાયકલ લઇને ગરબા જોવા માટે સરસવણીથી ગાડવા જવા નિકળ્યા હતા.રીછોલ ગામની સીમમાં એક મોટર સાયકલ ચાલકે રોંગ સાઇડ આવી મોટર સાયકલને ટક્કર મારી હતી.જેથી પૂનમભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી.જ્યારે પાછળ બેઠેલ વિનુભાઇ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેમને તાત્કાલિક મહેમદાવાદ સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા.જ્યા ડૉકટરે વિનુભાઇને મૃત જાહેર કર્યો હતા.આ બનાવ અંગે પૂનમભાઇ જવાનભાઇ બારૈયા રહે,મલાઇપુરા સરસવણીએ મહેમદાવાદ પોલીસ મથકે મોટર સાયકલ ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ અને મહેમદાવાદ પોલીસે ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nz1LKv
ConversionConversion EmoticonEmoticon