કેબલ ટીવી યુઝર્સ માટે રાહતના સમાચાર, હવે 130 રૂપિયા જુઓ 150 ટીવી ચેનલ

નવી દિલ્હી, તા. 6 ઓક્ટોબર 2019, રવિવાર

કેબલ ટીવીના યુઝર્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા ડિઝીટલ કેબલ ફેડરેશ(AIDCF)ને રાહત આપતા ચેનલ પેકની કિંમતોમાં ઘટાડો કર્યો છે. હવે ગ્રાહકને 130 રૂપિયામાં 150 ટીવી ચેનલ જોઇ શકશે. ટ્રાઇએ ટૈરિફ પ્લાનમાં થોડા સમય પહેલા કેટલા ફેરફાર કર્યા હતા. નવા ટૈરિફ નિયમો લાગુ થયા બાદ મોટાભાગ મોટાભાગના ગ્રાહકોની ફરિયાદ હતી કે તેમના માટે હવે ટીવી જોવાનું પહેલાથી વધારે મોંઘું થઈ ગયું છે.

DTH યુઝર્સને હજુ જોવી પડશે પ્રતિક્ષા
AIDCFની બેઠકમાં ટીવી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અંતર્ગત હવે 130 રૂપિયામાં 150 એસડી(SD) ચેનલ ફ્રીમાં જોઇ શકશો. પહેલા 150 રૂપિયામાં 100 ચેનલ જોવા મળતી હતી. આ ઉપરાંત જીએસટીનો ચાર્જ પણ આપવો પડતો હતો. પહેલાની વાત કરીએ તો જે સબ્સ્ક્રાઈબર્સ 100થી વધારે ચેનલ જોવા ઈચ્છતા હતા તેમને 25 ચેનલ માટે અલગથી 20 રૂપિયા આપવા પડતા હતા. આ હિસાબથી જોઈએ તો 150 ચેનલ માટે એનસીએફ ચાર્જ સાથે 170 રૂપિયા ચૂકવવા પડતા હતા. ફેડરેશન દ્વારા કરાયેલા ફેરફાર બાદ કેબલ ટીવી સબ્સ્ક્રાઈબર્સને આ નિયમ લાગૂ પડશે. ડીટીએચ સબ્સ્ક્રાઈબર્સને આ ફેરફાર માટે હજુ થોડી રાહ જોવી પડશે.

2019માં લાગૂ થયા હતા નવા નિયમ
જણાવી દઇએ કે 2019ની શરૂઆતમાં ફેડરેશને ડીટીએચ અને કેબલ નેટવર્કના ગ્રાહકો માટે ટેરિફ પ્લાનમાં નવા નિયમ લાગૂ કર્યા હતા. આ નિયમો અંતર્ગત ચેનલ પેકની કિંમત મોંઘી થઇ ગયઇ હતી.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MkRxWa
Previous
Next Post »