ઘરમાં પૂરતા પ્રકાશનું આયોજન


શિયાળાનોે  કૂણો  કૂણો તડકો આંગણમાં ખીલ્યો હોય અને પૂરો પરિવાર બેસીને તેનો આનંદ ઉઠાવી રહ્યા હોય, સવારના  સૂરજના કોમળ સૂર્યકિરણો રૂમમાં આવતાં ખુશનુમા, તાજગીભર્યા વાતાવરણમાં ઊંઘ ઊડે, પોતાના સપનાનાં ઘર વિશે કલ્પના  કરતાં કરતાં દરેકની ઈચ્છા હોય છે કે હવાની અવરજવર ધરાવતું, ખુલ્લું, તડકો અને અજવાળું  એવું  ઘર મળે. 

નાના શહેરોમાં તો આ ઈચ્છાઓ સાકાર થઈ જાય છે,  પરંતુ મોટા શહેરોમાં જીવન  જેટલું વિસાળ હોય છે, રહેવાની જગ્યા એટલી જ સાંકડી હોય છે. મોટા શહેરોમાં રહેવાની એક જ શરત હોય છે કે કોઈ શરત ન રાખો. અહીં રહેઠાણની ં સમસ્યા એટલી ગંભીર છે કે માથા પર એક છત મળી જાય, તો પણ પૂરતું છે. આ સ્થિતિમાં હવા-ઉજાસ અને પ્રકાશમય  ઘર મળે,  એ જરૂરી નથી.

પરંતુ જે  ઘરમાં તડકો ન આવતો હોય, ત્યાં રહેવું પણ સહેલું નથી. જ્યાં   દિવસે પણ અંધારું જ છવાયેલું હોય, આવા ઘરમાં રહીને તો કોઈપણ વ્યક્તિ નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે. જો આવા ઘરમાં રહેવું જ પડે, ત્યારે શું કરવું?   આવો જાણીએચ, કેટલાક એવા ઉપાય, જેને અપનાવીને ઘરને ઉજાસમય અને ઝગમગતું કરી શકાય છે.

પારદર્શક  પડદા રાખો: જાડું કાપડ અને ડાર્ક રંગના પડદા બારીમાંથી આવતા પ્રકાશને  અટકાવશે. તેથી યોગ્ય એ જ રહેશે કે સૂક્ષ્મ બારીક ફેબ્રિકના અને આછા રંગના જેમ કે પીળો, સોનેરી, ક્રીમ રંગના હોય, જેમાંથી પ્રકાશ પસાર થઈને આવી શકે.

પેઈન્ટ આછા રંગનો હોય: ઈન્ટિરિયર ડેકોરેટર સુરભિ  ચિકારા કહે છે, ''દીવાલોના પેઈન્ટરનો રંગ  ઘરને એક ખાસ લુક આપે છે.  જે  ઘરોમાં સૂર્યપ્રકાશનો  અભાવ હોય, તેમાં આછા અને  ગ્લોસીક ફીનીશવાળા પેઈન્ટ પ્રકાશને પરાવર્તિત કરીને અંધારાનો આભાસ થવા દેતા નથી. આ પ્રકારના  ઘરોમાં સફેદ, ક્રીમ, આછો વાદળી,  ગુલાબી, લીલો રંગ આ  હેતુ માટે માટે  બરાબર ફિટ બેસે છે. આ રંગ બારીમાંથી આવતોે પ્રકાશ પૂરા રૂમમાં  ફેલાવે છે, જેનાથી ઘર ઉજાસવાળું હોવાનો અહેસાસ  થાય છે.''

ટયૂબલાઈટં વધારે હોવી જોઈએ: ઘરમાં સૂર્યપ્રકાશ ન આવતો હોય તો રૂમમાં  માત્ર એક ટયૂબલાઈટથી કામ નહીં ચાલે. દીવાલ  પરની ટયૂબલાઈટો ઉપરાંત ફ્લોર લેમ્પ પણ હોવા જોઈએ, જેનાથી રૂમના ખૂણા પણ  પ્રકાશિત થાય. લેમ્પ શેડ્સ ડાર્ક ન રાખવા. સફેદ કે આછા રંગના હોય જે પ્રકાશને  યોગ્ય રીતે પૂરા રૂમમાં ફેલાવી શકે. તે સિવાય શંકુ આકારના લેમ્પ શેડ વાંચન માટે વધારે  યોગ્ય રહે છે, પરંતુ પૂરા રૂમમાં  પ્રકાશ ફેલાવતા નથી. બલ્બને પૂરી રીતે ઢાંકે તેવા લેમ્પશેડ વધારે પ્રકાશ ફેલાવે છે. તેથી રૂમમાં તેનો વધારે ઉપયોગ કરો.

યોગ્ય  બલ્બની પસંદગી: સુરભિ  ચિકારા પ્રકાશ માટે યોગ્ય બલ્બની પસંદગીને મહત્ત્વ આપે છે. તે  કહે છે, ''વધારે તે જ પ્રકાશ ન રાખો, નહીં તો બજારમાં   ઉપલબ્ધ સીએફએલ બલ્બનો ઉપયોગ કરો. જે પાવરની બચતની સાથે ઘરને કુદરતી પ્રકાશ જેવો ગ્લો આપે છે. તેમને ઘરના અંધારા ખૂણામાં લગાવવો જોઈએ.

તેઓ  સલાહ આપે છે કે ફુલ સ્પેક્ટ્રમ લાઈટ  બલ્બ ઉપયોગમાં લેવો જોઈએ. આ બલ્બની ખાસિયત એ હોય છે કે તે નિયોડાઈમિયમ નામના રાસાયણિક પદાર્થથી રંગાયેલા હોય છે. અને બિલકુલ સૂર્યપ્રકાશ જેવો પ્રકાશ આપે છે.

અરીસાથી પ્રકાશ વધારો: આજકાલ  દીવાલો પર સજાવવા માટે પેઈન્ટિંગ્સ સિવાય મોટા અરીસા લગાવવાનું પણ ખૂબ ચલણ છે. જોકે પેઈન્ટિંગ્સની જેમ વધારે અરીસા ન લગાવી શકાય. પણ એક અરીસો સજાવટની સાથે રૂમના પ્રકાશને પણ વધારી શકે છે. તેના  માટે બારી સામેની દીવાલ પર એક મોટો અરીસો લગાવી દો. તે બારીમાંથી આવી રહેલો પ્રકાશ પરાવર્તિત થઈને રૂમમાં પ્રકાશ ફેલાવશે.

ફર્નિચર આછા રંગનું રાખો:  ડાર્ક રંગનું ફર્નિચર પ્રકાશ ઓછો હોવાનો આભાસ કરાવે છે. તેથી ડાર્ક વુડના બદલે આછા રંગના લાકડાનું ફર્નિચર લો.

ઘરને  પ્રકાશિત કરવાની કેટલીક ટિપ્સ ઃ 

કબાટમાં પણ બલ્બ લગાવડાવો, જે ખોલો તો ચાલુ થાય અને તેમને સામાન કાઢવામાં સરળતા રહે.

કિચન કાઉન્ટર અને ફરસ સફેદ કે ક્રીમ માર્બલના રાખો જેથી પ્રકાશને પરાવર્તિત કરે.

આ જ રીતે ડાઈનિંગ ટેબલ અને સેન્ટર ટેબલ કાચનું રાખો જેનાથી પ્રકાશ પરાવર્તિત થાય.

બારીની જગ્યાએ કાચનો સ્લાઈડંીંગ દરવાજો પણ લગાવી શકો છો, જેનાથી વધુમાં વધુ પ્રકાશ ઘરમાં આવી શકે.

જો સૌૈથી ઉપરના માળે રહેતા હો અને પ્રાઈવસીની સમસ્યા નથી, તો સ્કાય લાઈટ લગાવવી પણ એક  વિકલ્પ  બની શકે છે.

સવારે અજવાળામાં પ્રકાશમાં  જાગવાની ઈચ્છા હોય તો આજકાલ ટાઈમરવાળા બલ્બ પણ મળે  છે, જેની પર તમે  તમારા ઊઠવાના સમયનું ટાઈમર લગાવી શકો છો. તે ચોક્કસ સમયે આપમેળે ચાલુ થઈ જશે અને તમને સૂર્યપ્રકાશ જેવો અહેસાસ થશે.

સજાવટની વસ્તુઓ પણ એવી રાખો, જેનાથી પ્રકાશ પરાવર્તિત થાય. જેમ કે કાચ અથવા ક્રિસ્ટલ ફૂલદાની કે શો-પીસ.

બેડશીટ અને સોફા કવર પણ સફેદ કે આછા રંગના હોય તો રૂમ વધારે પ્રકાશમય લાગશે.

જો તમારા ઘરમાં પ્રકાશ નથી આવતો, તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.  થોડીક સમજદારીથી તમે જ ઘરને ખુશનુમા અને પ્રકાશમય બનાવી શકો છો. બસ, તમારે તમારા તરફથી પ્રયત્ન કરવાનો છે. વિશ્વાસ રાખો, આજના પ્રગતિશીલ  સમયમાં જો તમે અસલી સૂર્યપ્રકાશ નહીં તો તેને મળતો આવતો કૃત્રિમ પ્રકાશ જ ચાલશે, તમારા ઘરમાં લાવી શકો છો અને તેનાથી તમારા  જીવનમાં અંધકારને દૂર કરી શકો છો અને જીવનને પ્રકાશમય બનાવી શકો છો.

- જયવંતી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MiZGMp
Previous
Next Post »