આણંદ, તા.09 ઓક્ટોમ્બર 2019, બુધવાર
આણંદના લોટીયા ભાગોળ વિસ્તારમાં આવેલ માનીયાની ખાડ સ્થિત એક સોસાયટીમાંથી ગતરોજ બપોરના સમય દરમ્યાન એક બુરખાધારી મહિલા સહિત અન્ય ત્રણ શખ્શો દ્વારા સાત વર્ષની બાળકીનું અપહરણ કરીને લઈ જતા આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના લોટીયા ભાગોળ પાસે આવેલ માનીયાની ખાડ સ્થિત જગદંબા કોલોનીમાં રહેતા સૌરભભાઈ બીપીનચંદ્ર ઠક્કરના સુરેન્દ્રનગરના ચરાંમૂડી ખાતે રહેતી સંધ્યા જીતેન્દ્ર દવે સાથે લવમેરેજ થયા હતા. સુખી લગ્નજીવન દરમ્યાન તેમને બે સંતાન થયા હતા. પરંતુ લગ્ન જીવનના અમુક વર્ષો બાદ કોઈક કારણોસર એક વર્ષ પહેલા બંનેના છુટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ બંને પતિ-પત્નીના પરિવારો વચ્ચે બાળકો રાખવા મામલે સમજૂતી થતા બંને બાળકો પિતા પાસે રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ એક વર્ષ બાદ સૌરભભાઈની પત્ની સંધ્યાએ ગતરોજ દરમ્યાન બપોરના સમયે બુરખો પહેરી અન્ય ત્રણ શખ્શો સાથે ડસ્ટર ગાડી લઈને આવી સૌરભભાઈના ઘર પાસેથી બાળકીને ઉંચકીને ગાડીમાં બેસાડીને અપહરણ કરીને નાસી છુટયા હતા. આ અંગે સૌરભભાઈને તેમની પૂર્વ પત્ની દ્વારા જ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જણાતા તેમણે આણંદ શહેર પોલીસ મથકે તેમની પૂર્વ પત્ની સંધ્યા જીતેન્દ્ર પ્રતાપરાય દવે સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા શહેર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2p6IekT
ConversionConversion EmoticonEmoticon