હવામાન ખાતાના વર્તારા જેવો પ્રશ્ન શીર્ષકમાં લાગે. 'તુંડે તુંડે મતિર્ભિન્ના' દરેકનાં જવાબમાં વેરાઈટી મળી રહે જાણે મેઘધનુષનાં રંગો વારાફરતી ઈન્ટરવ્યુ આપવા ગોઠવાઈ ગયા હોય એમ લાગે.
લાં..બા સમયથી પથારીવશ વડીલ વૃધ્ધના ખુલાસામાં એના એજ નિસાસાના પડઘા ઝીલવાંની તૈયારી રાખવી. દવાના ડૉઝ ઘરવાળાઓની ચરી પાડવા માટેની રીપીટ વોર્નિંગો, નવી પેઢીનાં ઉધામા આ બધાનું સરવૈયું એ પથારી-પીડિત જમાતની ગુ.સા.અ. છે.
કોલેજીયન બટાલીયનને પૂછો તો જવાબમાં કોકટેલ... ભંગાર... બકવાસ... બોરીંગ... ધાંસુ, એક્સેલન્ટ, ફીફ્ટી-ફીફ્ટી, ઘરની ગૃહિણીનું દિન-ચર્યાનું વિશ્લેષણ બેડરૂમની દિવાલોમાં કાન લગાડવાની ગુસ્તાખી કરવી પડે... જ્યારે પતિદેવના લવારામાં બોસની ટકોરો, સહકાર્યકર્તાઓનું પ્લસ-માયનસ અને ટ્રાફિક રૂટિનમાં ગણાય. કે.જી. નિશાળવાળામાં રીસેસનાં પરાક્રમો, મેડમોની સ્ટોરી તથા નાસ્તા મુખ્ય એજન્ડામાં રહે.
ચાર રસ્તે ખૂણામાં પાનના ગલ્લે આજના દિવસના લાભ-નુકસાનનાં આંકડા ટ્રાફિક નિયામકોને પૂછવાની હિંમત કરાય? ડૉક્ટરો દિવસ દરમ્યાન શરીરનાં જુદા જુદા ક્ષતિગ્રસ્ત અંગો ઉપર તો કાતર ચલાવતા હશે છતાંય દિવસ કેવો રહ્યો એની જેન્યુઈન સ્માઈલ ખિસ્સા ઉપર કાતરે કરેલી કામગીરી આપે છે. કોર્ટના જજ, વકીલો 'મુદત'ના મારથી દિવસને ઉજવતા રહે છે.
રાજકારણમાં વિરોધપક્ષના મૂડ પર દિવસની સ્પીડ વધ-ઘટ થતી રહે છે. કારીગરો, રેંકડીવાળા, ફેરિયા, માંગનારા, ભિખારીઓ દિવસનાં ખાસ હેડીંગ નીચે અભિપ્રાય બાંધતા રહે છે. છતાંય તહેવારોમાં આસિસ્ટન્ટ રાખ્યો હોત તો હજી ડબલ ડબલામાં આવત એવું ગણિત બેસે.
સ્મશાનમાં કર્મચારીને 'કેવો રહ્યો દિવસ' પૂછીએ તો મજાકમાં કહે પણ ખરો આજે બે જણા બહુ બીઝી હતા. યમરાજા અને હું!
મરી મસાલા: રાતે મસ્ત અને વ્યસ્ત રહેતા ચોરથી માંડીને રેડ લાઈટ એરિયાવાળાને તો નવેસરથી પૂછવું પડે: 'કેવી રહી રાત'?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OJm4zU
ConversionConversion EmoticonEmoticon