નડિયાદ,તા. 10 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર
ખેડા જિલ્લામાં ચાર અલગ અલગ જગ્યાઓએ અપમૃત્યુના બનાવો બન્યા હતા.જેમાં પહેલો બનાવ નડિયાદના શિવાલિક ફલેટમાં,બીજો બનાવ ઢુઢી ગામે,ત્રીજો બનાવ કણજરી રેલ્વે સ્ટેશન પર અને ચોથો બનાવ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.આમ ચારેય બનાવોમાં ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ શહેરના માઇ મંદિર વિસ્તારમાં આવેલ શિવાલિક પ્લાઝામાં રહેતા સંજયભાઇ શાહના ૨૧ વર્ષિય દિકરા હર્ષદભાઇએ કોઇ અગમ્ય કારણોસર આજે પોતાના ઘરના રસોડામાં આવેલ હુકમાં ઓઢણી વિંટાળી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.આ બનાવ અંગે મરણજનાર હર્ષદભાઇના પિતાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે જાણ કરતા પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજો બનાવ ઠાસરા તાલુકા ઢુંઢી ગામમાં રહેતા સિંકદરકુમાર રાજેન્દ્રપ્રસાદ ગૌતમ(ભારતીય ) ઉં.૨૩ પોતાના ઘરે રસોઇ બનાવી રહ્યા હતા.તે સમયે ગેસની પાઇપ લીકેજ થતા ભડકો થયો હતો.જેથી સિંકદરકુમાર ગંભીર રીતે દાજી ગયા હતા.આ બાદ તેમણે તાત્કાલિક સારવાર માટે સૌ પ્રથમ ઠાસરા ખસેડવામાં આવ્યા હતા.આ બાદ વધુ સારવાર માટે નડિયાદ સિવિલ ખસેડાયા હતા.ત્યા તબિયાતમાં સુધારો ન જણાતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓનુ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.આ બનાવ અંગે ડૉ.સી.આર.મકવાણા તબિબિ અધિકારી અમદાવાદ સિવિલ હોસ્પિટલે ઠાસરા પોલીસ મથકે જાણ કરતા ઠાસરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજો બનાવ કણજરી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ પર થી અજાણ્યા પુરુષ ઉં.૫૨ની લાશ મળી આવી હતી.આ બનાવ અંગે રેલ્વે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યો પુરુષની કોઇ બિમારીના કારણે મૃત્યુ થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ.મરણજનાર વ્યક્તિના જમણા કાંડા પર આર.એસ અંગ્રેજીમાં લખેલુ છે.આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી વાલીવારસાની શોધખોળ આદરી છે.
ચોથો બનાવ નડિયાદ રેલ્વે સ્ટેશન વિસ્તારમાંથી એક અજાણ્યો પુરુષ ઉં.૫૦ મળી આવ્યો હતો.જેને સૌ પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યા તા.૮-૧૦-૧૯ના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી વાલી વારસાની શાધખોળ આદરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IFQm2W
ConversionConversion EmoticonEmoticon