અમિતાભ બચ્ચનના 77મા જન્મદિવસે પ્રતીક્ષાની બહાર ચાહકોના ટોળા


(પ્રતિનિધિ દ્વારા)          મુંબઇ, તા. 11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર

અણિતાભ બચ્નને ૧૧ ઓકટોબરે પોતાની ૭૭મી વર્ષગાંઠ સાદાઇથી ઊજવી હતી.

 મુંબઇના જુહુ બીચ પાસે આવેલા તેમના પ્રતીક્ષા બંગલા પાસે બિગ બીના ચાહકોના ટોળા વળ્યા હતા. અમિતાભના ફેન્સે તેમને વિવિધ રીતે શુભકામના આપી હતી. 

આ દરમિયાન એક શખ્સે તો અમિતાભના ગેટઅપ જેવો ગેટઅપ કરીને તેમને વિશ કર્યું  હતું. જ્યારે એક અન્ય ચાહકે પોતાની છાતી પર બિગ બીનું ટેટુ ચીતરાવ્યું હતું તેમજ અન્યએ અમિતાભની તસવીર હાથમાં પકડી હતી. અણિતાભે પોતાના ચાહકોને નિરાશન ન કરતાં તેમણે 'વેવ' તેમજ હાથ જોડીને નમસ્તે કર્યું હતુ તેમજ આભાર માન્યો હતો.

 ઘણા લોકોના હાથમાં ' ૭૭મી હેપ્પી બર્થડે' જેવા બેનરને હાથમાં પકડીને ઊભા હતા.

સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરોમાં અમિતાભે સફેદ રંગનો ભરતકામ કરેલો કુર્તો પહેર્યા હતા અને નમસ્તે તેમજ વેવકરતા જોવા મળ્યો  છે. જ્યારે તેમના ચાહકો પણ તેમને વિવિધ રીતે શુભેચ્છા આપતા જોવા મળે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MB8fkm
Previous
Next Post »