ત્રીસ ઉપાય તુલસીના .


ચહેરા પરની કાળાશ દૂર કરવા તુલસીના રસમાં હળદર અને કઠ મેળવી લેપ બનાવી લગાવવો

આ પૂર્વે 'સાજા રહેવાનો સાર તુલસી રાખો તમારે દ્વાર' શિર્ષક હેઠળના બે લેખોમાં ટી.બી., વાયરલ ઇન્ફેકશન, મેલેરિયા જેવા તાવ, સ્ત્રીઓના માસિક ચક્ર વગેરે પર તુલસીમાં રહેલાં સક્રિય રસાયણો થકી થતાં સફળ ઉપચારો વિષેની વિગતો જોઈ તુલસીનું સેવન ક્યારે ન કરવું એ વિષે પણ જાણ્યું. આજે પરંપરાથી અપનાવેલા તુલસી થકી થતાં સરળ અને સફળ ઘરગથ્થુ ઉપચારો વિષે

(૧) બાળકની ઉલટી: બે મી.લી. તુલસીના રસમાં બે ગ્રામ સાકર મેળવી ઉલટી થાય ત્યારે આપવું.

(૨) દાદર:  તુલસીનો રસ, ગાયનું ઘી અને ચૂનો સરખા ભાગે કાંસાના પાત્રમાં આખી રાત રહેવા દઈ સવારે ચોપડવું.

(૩) ઉંદર કરડે તો: તુલસીનોરસ હળદર મેળવી ચોપડવો.

(૪) વિંછીના ડંખ પર: તુલસીના રસમાં ફટકડી મેળવી ચોપડવું.

(૫) ચામડી પર મચ્છર ન બેસે તે માટે તુલસીનો રસ ચોપડવો.

(૬) ખૂબ જ ઠંડી લાગી તાવ આવતો હોય તો તુલસીનો રસ શરીર પર ચોપડવો.

(૭) ફ્લુનો તાવ (વાત કફ જ્વર): બે મી.લી. આદુનો રસ, બે મી.લી. તુલસીનો રસ અને એક ગ્રામ લીંડી પીપરનું ચૂર્ણ એક કપ ગરમ પાણી સાથે દિવસમાં બે વખત લેવું.

(૮) ટાયફોઇડ: મરી, તુલસી અને સરગવાનો ઉકાળો બનાવી આપવો.

(૯) કબજિયાત: તુલસીના માંજર આખી રાત પાણીમાં પલાળી સવારે પી જવા.

૧૦. આંખો આવે તો: મલમલના બારીક કપડાથી ગાળેલો તુલસીનો રસ શુધ્ધ મધ મેળવી આંજવો

૧૧. આંજણી પર : તુલસીના પાનના ઉકાળામાં ફુલાવેલી ફટકડી મેળવી નવશેકું હોય ત્યારે રૂ બોળી આંખ પર શેક લેવો.

૧૨. કફ જામી જવાથી છાતીમાં દુ:ખાવો થતો હોય તો પાંચ મી.લી. તુલસીનો રસ એક કપ પાણીમાં સાકર ઉમેરી પીવો.

૧૩. નાકમાં જામેલા કફની દુર્ગંધ આવતી હોય તો તુલસીના રસમાં કપૂર મેળવી સૂંઘવું.

૧૪. ઉધરસ: તુલસીના પાનનું ચૂર્ણ અને જેઠીમધનું ચૂર્ણ સમભાગે (બે-બે ગ્રામ) હુંફાળા પાણી સાથે ફાકવું.

૧૫. દમ-શ્વાસ: તાલિસપત્ર અને તુલસી સમભાગે લઇ ઉકાળો બનાવી ગાળીને લેવો.

૧૬. હેડકી: તુલસીનો રસ નાળિયેરના છોડાની રાખ સાથે ચાટવો.

૧૭. આમવાત (રૂમેટીઝમ): દિવેલમાં શેકેલું બે ગ્રામ અજમાનું ચૂર્ણ પાંચ મી.લી. (એક ચમચી) તુલસીના રસ સાથે દિવસમાં બે વખત ભોજન પછી લેવું.

૧૮. પેટના કૃમિ: પાંચ મી.લી. તુલસીના રસ સાથે બે ગ્રામ કપીલો, બે ગ્રામ વાવડીંગનો ઉકાળો કરી એમાં બે મી.લી. દેશી દિવેલ ઉમેરી રાત્રે સૂતી વખતે લેવું.

૧૯. ભૂખ ન લાગે તો: બે મી.લી. તુલસીના રસમાં ચપટી મરીનું ચૂર્ણ મેળવી ભોજનની પંદર મિનિટ પહેલાં લેવું.

૨૦. ચક્કર: તુલસીના પાનનું ચૂર્ણ મધ સાથે ચાટવું.

૨૧. માઈગ્રેન: તુલસીના માંજરનું બે ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું.

૨૨. શીળસ: તુલસીના પંચાંગનો ઉકાળો લેવો.

૨૩. સફેદ દાગ: તુલસીના મૂળ પથ્થર પર ઘસી લેપ લગાવવો.

૨૪. ચામડી પર ખંજવાળ: તુલસી ક્યારાની માટીનો લેપ કરવો.

૨૫. ચાંદા-પાઠા  (BEDSORE): તુલસીના પાનનું વસ્ત્રગાળ ચૂર્ણ સારી ગુણવત્તાના ટેલ્કમ પાવડર સાથે મેળવી છાંટવું.

૨૬. ચહેરા પરની કાળાશ દૂર કરવા તુલસીના રસમાં હળદર અને કઠ મેળવી લેપ બનાવી લગાવવો

૨૭. દુઝતા હરસ: દસ ગ્રામ તુલસીના બીજ પાતળી મોળી છાશ સાથે ફાકવા.

૨૮. પેશાબની બળતરા: તુલસી બીજ ચૂર્ણ ગાયના દૂધ સાથે સાકર ઉમેરી લેવું.

૨૯. શિઘ્રપતન (EARLY DISCHARGE): તુલસી પાનનું ચૂર્ણ, અશ્વગંધા ચૂર્ણ, એખરો, અક્કલકરાનું ચૂર્ણ અને સાકર, બે-બે ગ્રામ ઠંડા પાણી સાથે ફાકવું.

૩૦. માથાની જૂમાં તુલસીનો રસ આખી રાત વાળના મૂળમાં લગાવી રાખી સવારે વાળ ધોવા.

ઉપર જણાવેલા ઘરગથ્થુ ઉપચાર લાંબા સમય સુધી અજમાવી શકાય. રાહત જણાતા પ્રયોગ બંધ કરવો.

- વિસ્મય ઠાકર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31YU5A9
Previous
Next Post »