વાર્તા: હ્રદય પરિર્વતન


આજે રણુભાની ભાણેજ સાથે દુષ્કૃત્ય કરી એ પોતાનો બદલો લઈ લેશે, અને એક સુંદર યુવતિના યૌવનને માણીને સ્વર્ગ સમો આનંદ ઉઠાવશે. આવા વિચારો સાથે એ પોતાના બેડરૂમમાં જાય છે. સુંદર વો પહેરી સ્પે છાંટે છે.

શરીર બાળી નાંખતી ઉનાળાની ભરબપોરનાં ત્રણ વાગ્યા હતા. તડકાથી બચવા માટે છાંયડાની શોધમાં આમ તેમ ફાંફા મારતી જ્યોતિ હાથમાં એક નાની એવી અટેચી અને ખભા પર ઝૂલતાં પર્સ સાથે ચોમેર નજર દોડાવી રહી હતી કે અચાનક દૂર એક ઘટાદાર વૃક્ષ પર નજર પડતાં તેના મુરઝાયેલાં મુખ પર તાજગીની લહેરખી ફરી વળી. 

જરાપણ સમય વેડફયા વગર તે એ વૃક્ષ તરફ ઝડપથી ચાલવા માંડી. ત્યાં જઈ હાશકારો અનુભવતી તે એ વૃક્ષ તળ છાંયડામાં નિરાંતનો શ્વાસ લેતા બેઠી, તેણે ચોતરફ નજર ઘુમાવી, પણ કોઈ કરતાં કોઈ વ્યક્તિ તેની નજરે ન ચડી. થોડીવારમાં અચાનક એક યુવાન તેની સામે આવી ઊભો રહી ગયો નામ એનું જયસુખ.

એક અજાણી, સુંદર, એકલી યુવતિને જોઈ તે દિગ્મૂઢ બની ગયો. જયસુખ સામે દષ્ટિ પડતાં જ જયોતિના જીવમાં જીવ આવ્યો. વેરાન વગડાસમા આ નિર્જન જણાતાં ગામમાં માંડ-માંડ કોઈક ઈન્સાન નજરે પડયો હતો.

તેને તે સફાળી ઊભી થઈ અને ચહેરા પર આછું સ્મિત ફરકાવી બોલી, 'હું આ ગામમાં પહેલીવાર આવી છું. મારે મારા એક દૂરના મામાને ઘરે જવાનું છે.' સરનામાની ચબરખી મારાથી કયાંક ખોવાઈ ગઈ છે. ઼ આ ગામમાં અત્યારે ભરબપોરે મને એકપણ એવો માણસ જોવા ન મળ્યો કે જેની હું મદદ લઈ શકું.

શું તમે મારી મદદ કરશો ? ઓઢણીના છેડાથી પોતાનાં કપાળ પરનો પરસેવો લૂછતાં જ્યોતિએ પૂછયું, ભૂખ્યાનાં મોં સુધી સામે ચાલીને કોળિયો આવ્યો હોય એમ વાસનાના ભૂખ્યા જયસુખનાં મોંમા સ્વપ્નસુંદરી સમી જ્યોતિને જોઈ પાણી છૂટવા માંડયું.

હા,. હા.. કેમ નહિ ? ખૂબ દૂરથી આવ્યાં લાગો છો. તમે એક કામ કરો. અહીં બાજુમાં જ મારું ઘર છે. અગર મારા પર વિશ્વાસ મૂકવા તમારું મન રાજી થાય તો થોડીવાર માટે તમે મારા ઘરે ચાલો. હાથ-મોં ધોઈ ફેશ થઈ જાઓ. ચા-પાણી પીઓ. હું આ ગામના દરેક ખોરડાઓથી સારી રીતે માહિતગાર છું. તમારા મામાને પણ હું જરૂરથી ઓળખતો જ હોઈશ.'

'તમારા ઘરે ? પ...ણ.હું..!'

'કંઈ વાંધો નહિ, જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારો કોઈ દુરાગ્રહ નથી.'

'નહિ, નહિ, પ્લીઝ મને ગલત ન સમજશો. અવિશ્વાસની કોઈ વાત નથી. મારે ઝડપથી મામાના ઘરે પહોંચવું  છે. અમસ્તાં પણ ખૂબ લેટ થઈ ગઈ છે. છેક બોમ્બેથી કેટલાંય વાહનો બદલી બદલીને અહીં સુધી માંડ પહોંચી છું. મામા ચિંતા કરતા હશે.'

'શું નામ છે તમારા મામાનું ?'

'રણજીતસિંહ જાડેજા, અમે જાતે રાજપૂત છીએ. અને મારાં મમ્મીના જણાવ્યા મુજબ મામાનું એકનું જ આ ગામમાં રાજપૂતનું ખોરડું છે. જેથી આખું ગામ તેમને ખૂબ આદરમાન આપે છે તમે જરૂર એમને ઓળખતા જ હશો. ઼ 'અરે રણુભાને તો આ ગામ તો શું આજુબાજુના દસેક ગામ સલામી 'રણ ભા.?'

'જી હા. તમને ખબર નથી ? રણજિતસિંહ જાડેજાને આખું ગામ રણુભા કહીને જ બોલાવે છે.

'ઓહ આઈ સી. મને ખ્યાલ નહોતો. એકસ્યુઅલી એ મારા મમ્મીના લગ્નમાં બોમ્બે આવ્યા હતા. એ પછી મમ્મી-પપ્પા એમને કદી મળ્યા નથી. મેં ફકત એમનો ફોટો જોયો છે. હું તો કદી એમને મળી જ નથી.'

 'હવે તો તમારે મારા ઘરે આવવું જ પડશે. રણુભાનું ઘર ઘણું દૂર છે. રણુભાના મહેમાન અમારા સરખામણી પર. પ્લીઝ આ બંદાને ખીદમતનો મોકો આપો.' જ્યોતિ પહેલાં તો તેની સાથે જતાં ખચકાયેલ, પણ જયસુખનો પોઝીટીવ એટીટયુડ જોતાં તેણે તેના પર વિશ્વાસ મૂક્યો અને તેની સાથે તેનાં ઘરે જવા ચાલતી થઈ. 

 મુંબઈમાં પી.એચ.ડી. કરી રહેલી જ્યોતિ દુધાળા ગામના વતની પ્રખ્યાત કવિ પ્રેમજી મકવાણા પર થીસીસ લખવા માટે આટલે દૂર આવી હતી. દૂધાળામાં તેના દૂરના એક મામા રહેતા હોવાથી તે પહેલી જ વાર આ તરફ આવવા હિંમત કરી શકી હતી.

બળદગાડાએ લાંબો રસ્તો કાપ્યા બાદ દૂધાળાના ખખડધજ પાદરે જયોતિને ઉતારી દીધી હતી. ખૂબ જ ઓછી વસ્તી ધરાવનારા આ ગામમાં નિમ્ન જ્ઞાાતિનાં કુટુંબનો વસવાટ વધારે પ્રમાણમાં છે.

તાળું ખોલી જયસુખે પોતાના ઘરના દરવાજા ખોલ્યા. પછી જ્યોતિને સામાન સાથે અંદર આવવા હાથ વડે ઈશારો કર્યો.

થોડીવાર આડી અવળી વાતો કર્યા બાદ જયસુખથી જ્યોતિને ચાપાણીનું પૂછાઈ તો ગયું. પણ પછી સંકોચાતાં એણે જણાવ્યું કે પોતે નિમ્ન જાતિનો છે માટે તેનાં ઘરતું પાણી કોઈને ન ખપે..

પરંતુ જયોતિ તો એક ભણેલી ગણેલી અને જ્ઞાાતિભેદમાં ન માનનારી સમજુ યુવતિ હોવાથી તેણે સ્વેચ્છાએ જયસુખના હાથની બનેલી ચા પીધી.

જ્યોતિ તેને એક સજ્જન વ્યક્તિ સમજીને, તેના પર વિશ્વાસ કરીને તેનાં ઘરમાં આવી ચૂકી હતી, પરંતુ જયસુખની અંદરનો વાસનાભૂખ્યો દાનવ મોકાના ઈન્તજારમાં જ્યોતિના રૂપને આંખો વડે પી રહ્યો હતો.

શું તમે અહીં એકલા જ રહો છો ?'

'જી નહિ, મારાં માતા-પિતા પણ રહે છે એ લોકો બહારગામ ગયાં છે. એમને મૂકવા જ હું પાદરે ગયો હતો. વળતાં તમારી સાથે મુલાકાત થઈ ગઈ. દૂધાળામાં અમારી જ્ઞાાતિમાં ફક્ત અમારું જ કુટુંબ ભણેલું-ગણેલું,

નોકરિયાત અને પાકાં ઘરવાળું છે, જેથી ગામમાં અમારું ખૂબ માન છે. ઠીક ત્યારે... તમે હવે જરા હાથ-મોં ધોઈ ફ્રેશ થઈ જાઓ. ત્યાં સુધીમાં હું પણ કપડાં બદલી લઉં છું. પછી આપણે સંગાથે જ રણુભાના ઘરે જઈશું. કહી જયસુખે જયોતિને બાથરૂમ તરફ જવાનો રસ્તો બતાવ્યો.

સજ્જનતાનો ડોળ કરીને થાકી ગયેલો જયસુખ ઝડપભેર મેઈન ગેઈટ બંધ કરે છે. રણુભાએ તેને તેની નાની એવી ભૂલ બદલ પંચાયતમાં આખા - ગામ વચ્ચે હડધૂત કર્યો હતો. ન કહેવાના વેણ કહ્યાં હતા.

આજે રણુભાની ભાણેજ સાથે દુષ્કૃત્ય કરી એ પોતાનો બદલો લઈ લેશે, અને એક સુંદર યુવતિના યૌવનને માણીને સ્વર્ગ સમો આનંદ ઉઠાવશે. આવા વિચારો સાથે એ પોતાના બેડરૂમમાં જાય છે. સુંદર વો પહેરી સ્પે છાંટે છે.

વાળ સરખા ઓળે છે અને મનમાં મલકાતો બેઠકરૂમમાં પરત આવે છે. આ કૃત્ય કરવાના દંડ સ્વરૂપે અગર તેને રણુભાની તલવારનો સામનો કરવો પડશે તો તે પણ તેને મંજૂર હશે. બદલાની આશામાં ને, જ્યોતિના જોબનની પ્યાસમાં બહાવરો બની બેઠેલો જયસુખ જ્યોતિની સન્મુખ આવી ઊભો રહી ગયો.

કામનાથી લાલ બનેલી તેની વાસનાભેર આખો દૂરથી જ જ્યોતિના સુડોળ દેહને ચૂમવા લાગી. તે કોઈ અપકૃત્ય કરવા આગળ વધે એ પહેલાં જ જયોતિ બોલી, 'અરે...તમે રેડી થઈ ગયા ?' ચાલો ત્યારે હવે જલદી નીકળીએ. ઓહ ગોડ...આપણે આટલી બધી વાતો કરી પણ એકબીજાનાં નામથી તદન અપરિચિત રહી ગયા.

બાય ધી વે મારું નામ જયોતિ છે. કહી જ્યોતિએ જયસુખ સામે હસ્તધનૂનને માટે હાથ લંબાવ્યો, 'જ્યોતિ' નામ સાંભળતા જ જયસુખ અતીતમાં સરી ગયો. પોતાની લાડકવાયી નાની બહેનનું નામ પણ જ્યોતિ હતું તે ભણવામાં ખુબ હોંશિયાર હતી.

શહેરની ખૂબ સારી કોલેજમાં અભ્યાસ કરતી હતી. એક વેકેશનમાં જ્યોતિ  દૂધાળા  આવવા  નીકળી,  આમ  તો તે  હર વેકેશનમાં  એકલી જ આવતી જતી.

પરંતુ આ વખતે કાળનો  ક્રૂર પંજો  તેને ઝડપી  લેવા પોતાનું  વિકરાળ  મોં ફાડીને  તેનાં જીવનને  ગળી જવા તૈયાર બેઠો હશે  કે રસ્તામાં  કોઈક અજાણ્યા  નરપિશાચોએ  તેને એકલી ક જોઈ પીંખી નાંખી.  તેની ઈજ્જત  લૂંટીને  ફેંકી દીધી. અને ત્યાં જ તેનું પ્રાણપંખેરું  ઊડી ગયું.

'શું વિચારમાં  પડી ગયા તમે?  જ્યોતિઓ   જયસુખના  ચહેરા  સામે પોતાના હાથનો પંજો હલાવતા  પૂછ્યું,  જયસુખ  જ્યોતિના  નિર્દોષ ચહેરા સામે તાકી રહ્યો. તેના શરીરમાંથી  આછી ધુ્રજારીનું લખલખું  પસાર  થઈ  ગયું હતું.

કપાળ  પર પરસેવાના બિંદુઓ  ઉપસી આવ્યાં હતાં. હાથ-પગ  ઠંડાગાર  થઈ ગયા હતા. તે કંઈ બોલી  ન શક્યો. તેને પોતાની  જાત ધિક્કાર  થઈ  આવ્યો.  પોતે એ જ દુષ્કૃત્ય   કરવા  જઈ રહ્યો  હતો જે થોડા  જ વર્ષો  પહેલાં  પોતાની બહેન સાથે થયું હતું.

તે  મનોમન  ઈશ્વરનો  ઉપકાર  માનવા માંડયો  કે તે  સમયસર  પોતાની  જાત પર કાબૂ  પામવા  સમર્થ રહ્યો, તે થોથવાતી   જીભે  તૂટક શબ્દોમાં  માંડ  બોલ્યો, 'આઈ...એમ. સોરી.... જ્યોતિ' અને તેની  આંખમાં  આંસુ  તરી આવ્યા.  જ્યોતિ  તો કંઈ  સમજી ન શકી.

બસ અવાચક બની જયસુખનાં આ અચાનક  બદલાયેલા સ્વરૂપને  નિહાળતી  ચૂપચાપ  ઊભી રહી.

- વંદિતા દવે



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LX6MG1
Previous
Next Post »