નડિયાદ, તા.15 ઓક્ટોમ્બર 2019, મંગળવાર
નડિયાદ ટાઉન સર્વેલન્સ ટીમે એ.ટી.એમ કાર્ડ સ્વેપ કરી ખાતામાંથી પૈસા ઉપાડી લઇ સાઇબર ક્રાઇમ કરનાર આરોપીને ઝડપી પાડયો છે.પૂછપરછમાં આવા સાયબર ક્રાઇમના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો ઘટવિસ્ફોટ થયો છે.
જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર તેમજ નડિયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા દિવાળી તહેવારને અનુલક્ષીને જિલ્લામાં મિલક્ત સંબંધી ગુનાઓ,બેંક તથા એટીએમમાંથી લોકોની નજર ચુકવી કાર્ડ સ્વેપીંગ જેવા સાયબર ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ આપી હતી.
જે અનુસંધાને નડિયાદ ટાઉન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.જે અનુસંધાને મહેમદાવાદ કાછીયાવાડ બેંક પાસે રહેતા કનૈયાલાલ ગાંધી નડિયાદ સ્ટેશન રોડ પર આવેલ એસ.બી.આઇના એ.ટી.એમમાં આવ્યા હતા.જ્યા નાણા ઉપડયા ન હતા.તે સમયે એક વ્યક્તિએ કનૈયાલાલનુ એટીએમ કાર્ડ લઇ નાણા જમા કરવાના મશીન આગળ કાર્ડ સ્વેપ કરાવી પાસવર્ડ નાખવાનુ જણાવ્યુ હતુ.તે સમયે અજાણ્યા વ્યક્તિએ કોઇ શિલ્પાબેન પટેલ ના નામનુ એટીએમ કાર્ડ કનૈયાલાલ ગાંધીને પાછુ આપ્યુ હતુ.
આ બાદ કનૈયાલાલ ગાંધીના એટીએમ કાર્ડમાંથી તા.૫-૧૦-૧૯ના રોજ નડિયાદ વાણીયાવાડ નજીકના એટીએમમાંથી રૂા.૨૦,૦૦૦ ઉપાડી અજાણ્યો વ્યક્તિ ફરાર થઇ ગયો હતો.આ અંગે બાતમી મળતા નડિયાદ ટાઉન સર્વેલન્સ ટીમે તુષાર અનિલભાઇ કોઠારી રહે,આણંદ ભાઇલાલ દાદાની ચાલી આણંદને ઝડપી પાડયો હતો.અટકાયત બાદ પોલીસે ઉપરોક્ત ઇસમની સઘનપૂછપરછ હાથ ધરતા તેણે કબુલ્યુ હતુ.કે કનૈયાલાલ ગાંધીના એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા હતા.તેમજ આણંદ, વિદ્યાનગર, વડોદરા તથા અંકલેશ્વર ખાતે આજ રીતની મોડસ ઓપરેન્ટીંગથી બીજા અન્ય ગુનાઓ કરેલ હોવાનુ કબુલ્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35FBZVR
ConversionConversion EmoticonEmoticon