ટ્રેનની અડફેટે બાળકી અને બે મહિલાનાં મોત


નડિયાદ, તા. 10 ઓક્ટોમ્બર 2019, ગુરુવાર

નડિયાદ શહેરના રેલવે સ્ટેશન પાસે આજે બપોરના સમયે મુંબઈથી અમદાવાદ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેને અડફેટે લેતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જેમાં બે મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. ઘટના સ્થળે પહોંચેલી રેલવે પોલીસ દ્વારા આ મૃતકોની ઓળખ અને તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરમાં આજે બપોરના ૧.૫૦ વાગે મુંબઈથી અમદાવાદ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતા જેમાં બે મહિલાઓ અને એક બાળકીનો સમાવેશ થાય છે. ટ્રેનની અડફેટે આવેલા ત્રણ લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેને લઈને રેલ્વે સ્ટેશને અને તેની આજુબાજુ માહોલ ગમગીન બની ગયો હતો પરંતુ ઘટનાસ્થળે પહોંચેલ જીઆરપીની ટીમ, આરપીએફની ટીમ અનેસ્ટેશન માસ્ટરે આ ઘટનાની ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરતા તેઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ મૃતક ત્રણેય મહિલાઓ છે જેમાં એક મહિલા આશરે ૫૦ વર્ષ, બીજી મહિલા આશરે ૪૦ વર્ષ અને બાળકી આશરે ૩ વર્ષનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

પરંતુ આ અકસ્માત પાછળ ઘૂંટાતું રહસ્ય એ છે કે આ આત્મહતયા છે કે અકસ્માત છે તે હજુ સ્પષ્ટપણે જણાવ્યું નથી. અને મરનાર આ ત્રણ લોકોની ઓળખ પણ હજુ સુધી થઈ નથી જેને લઈને પોલીસ અને રેલવે તંત્ર અસમંજસની સ્થિતિમાં છે. પરિણામે આ ત્રણેય મૃતકોની ઓળખ અને આ ઘટના પાછળ હકીકત શું છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણે મૃતકોના શરીરના ટુકડે ટુકડા નજરે પડયા

ટ્રેનની અડફેટે આવેલી મહિલાઓનું એટલો ભયાનક અકસ્માત થયો હતો કે ટ્રેનની પટ્ટીઓની આજુબાજુ તેઓના સહિત ટુકડાઓમાં વહેંચાઈ ગયા હતા આ દ્રશ્ય જોઈને તેઓની મદદ આવેલા સ્થાનિકો અને પોલીસ અધિકારીઓમાં કમકમાટી વ્યાપી ગઈ હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MBYuTg
Previous
Next Post »