સૌંદર્ય અને સ્ત્રી એકમેકના પર્યાય છે.હડપ્પાના અવશેષોમાંથી પણ સ્ત્રી સૌંદર્યમાં વપરાતા પ્રસાધનો સાંપડયા છે. ક્લિયોપેટ્રાથી માંડી કવિ કાલિદાસના મહાકાવ્યો કે નાટકોમાંની નાયિકાના આ અંગેના વિગતસભર વર્ણનો બંને એકમેકના પર્યાય છે તેી સાક્ષી પૂરે છે ! સ્ત્રીઓ અને સૌંદર્ય એકમેકના પર્યાય હોવાથી આ ક્ષેત્રે સમય અનુસાર નવા નવા પદાર્થોનો ઉપયોગ કરી ફેરફારો થતાં રહે છે. ૮૦ના દાયકામાં મહિલાઓ માટેના ત્વચાને ચમકાવતા ક્રીમોની સંખ્યામાં રાફડો ફાટયો હતો.
બીજી કંપનીઓ કરતા પોતાની કંપનીનું ક્રીમ ચમત્કાર સર્જી શકે છે એવી હરીફ કંપનીઓની જાહેરાતોથી આકર્ષાઇને સ્ત્રીઓએ તેની ચામડીને નુકસાન પણ વહેરવું પડયું હતું. ચહેરા,ગરદન પરની કાળાશ દૂર કરવાનો દાવો કરતી આ કંપનીઓએ ચમત્કાર કેજાદુ સર્જાવાનો દાવો કર્યો હતો. સૂર્યના તાપથી સુકાયેલી ત્વચા અને ચહેરા પરની કરચલીઓ ઓછી કરવાનો દાવો કરતી આવી પ્રોડક્ટ્સને કારણે સમસ્યા ઘટવાને બદલે વધી હતી.
કારણ ? કારણ રાતોરાત ચમત્કાર સર્જવાની હરિફ કંપનીઓની ઘેલછામાં ક્રીમમાં આલ્ફા હાઇડ્રોક્સી એસીડનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંપનીઓના ત્વચાને ગોરી બનાવવાના દાવાની જાહેરાતોમાં લલચાવનારી કેટલીક સ્ત્રીઓએ તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યાના દાખલાપણ નોંધાયા છે. પરિણામે ઘણાને ચામડીની એલર્જી થઇ હતી.ચામડી પર લાલાશ વધી ગઇ હતી. ખંજવાળ આવવાથી માંડી ચામડીને કાયમી નુકસાન થયા સુધીની સમસ્યાઓ સર્જાઇ હતી.
આવી ફરિયાદો પછી સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓને ડહાપણની દાઢ ઉગી અને આવી સમસ્યા અટકી જાય તે માટે ત્વરિત પગલાં લેવાયા. કંપનીઓ ૯૦ના દાયકામાં અગાઉના અનુભવમાંથી પાઠ ભણી કુદરત ભણી વળી અને ત્વચાન ેમુલાયમ બનાવવા માટે મોટેભાગે કુદરતી પદાર્થોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું.
ઘણી ખરી કંપનીઓએ તેમની બનાવટોમાં એસીડનું પ્રમાણ ઘટાડી નાખ્યું છે. અગાઉ આલ્ફા હાઇડ્રોક્સી એસિડયુક્ત બનાવટોમાં ગ્લાયકોલીક એસિડ વપરાતો હતો. આ એસિડ ત્વચાના છિદ્રોમાંથી ઝડપભેર અંદર શોષાતો હતો. આ એસિડના સ્થાને બીજા હળવા એસિડનો ઉપયોગ કરાય છે. જોકે તેમને ત્વચાન ીએલર્જી હોય તો તેમને તો આ એસીડ પણ નુકસાન કરી શકે છે.
આજકાલ વિદેશીઓમાં જે ક્રીમ મળવા લાગ્યા છે તેમાં જવના પ્રોટીનને મોટા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે જેના પરિણામે આ ક્રીમ ત્વચાની અંદર ઝડપથી શોષાતુ અટકે છે. જોકે આ નવી બનાવટ અંગે કંપનીઓના દાવા અગાઉ જેવા જ છે. અમારી કંપનીનું ક્રીમ વાપરી રાતોરાત તમારા સૌંદર્યને ચમકાવી દો.
તમારી ત્વચા પર અમારા ક્રીમનું મસાજ કરી અને પછી જુઓ શું થાય છે એક જાદુઇ ચમત્કાર ! ફરક એટલો જ છે કે અગાઉના ચામડી પર બળતરા ઉપજાવતા ક્રીમને સ્થાને હવે એકદમ સુંવાળા,ઠંડક ઉપજાવતા સુપરફાઇન પ્રકારના ક્રીમ બજારમાં આવ્યા છે.તમારી ત્વચાના કોષને અમારું ક્રીમ પોષણ આપી કરચલી પાડતા અટકાવે છે આવા દાવા કંપનીઓ દ્વારા કરાય છે.
નિષ્ણાતો હવે એક વાત સાથે સંમત થયા છે કે કોઇપણ પદાર્થનું ત્વચા પર જોરથી મસાજ કરવાથી કોમળ પડને નુકસાન પહોંચે છે. વય વધવા સાથે ત્વચાનું પડ પાતળું પડતું જાય છે. પરિણામે કંપનીઓ હવે આ સંબંધે વધુને વધું સંશોધન કરી સંભવિત નુકસાનને ટાળવા પ્રયત્ન કરી રહી છે. ૮૦ના દાયકામાં ત્વચા પર જોરથી મસાજ કરી કાળાશ દૂર કરવાના વિચારને બાજુએ ખસેડી હવે ત્વચાને નાજુકાઇપૂર્વક સંવારવાનો નિયમ અપનાવાયો છે.
આ અંગે નિષ્ણાતોએ એવો અભિપ્રાય આપ્યો છે કે આઠ પંદર દિવસે એક વખત વધુ પ્રમાણમાં એસીડ ધરાવતા ક્રીમ લગાડી ફેસિયલ કરાવવા કરતા હળવા ગણાતા ક્રીમનો દરરોજ ઉપયોગ કરવાથી એવું જ પરિણામ મળી શકે છે અને ત્વચાને નુકસાન ઓછુ ંથાય છે. દરરોજ આવા વપરાશને કારણે લગભગ મરવા જેવા થઇ ગયેલા ત્વચાના કોષ ફરી ચેતનવંતા બનતા અટકે છે અને ત્વચાની કોમળતા જળવાઇ રહે છે.
વિદેશમાં તૈયાર કરાતા અને દરરોજ વાપરવાની ભલામણ કરાતા ક્રીમમાં ફળોના રસમાંથી તૈયાર કરાયેલા એસિડ (એ.એચ.એ.)ઉપરાંત સાલિસીલીક એસિડ,બેટા હાઇડ્રોકસી એસડ (વૃક્ષની છાલમાંથી તૈયાર કરાયેલો) ઉમેરવામાં આવે છે. આ બનાવટ માત્ર ત્વચાના બહારના પડ પર જ અસર કરી શકે છે. સાલીસિલીક એસિડ અને એ.એચ.એ.ના મિશ્રણને કારણે ત્વચાના મરી ગયેલા કોષને ઘર્ષણ ઉપજાવ્યા વિના આસાનીથી દૂર કરી શકાય છે.
પહેલાંની સરખામણીમાં કમ જલદ બનાવાયેલા હાઇડ્રોક્સીએસિડ ઉમેરવાની સાથોસાથ કંપનીઓ ચામડી આપોઆપ તેના કોષને લાંબો સમય ટકાવી રાખે તેવા નુસખા અજમાવી રહી છે. આ આપોઆપ મદદમાં વીટામીન્સનો ઉમેરો કરવામાં આવે છે. જોકે ત્વચાની સંભાળમાં વીટામીનનો વપરાશ નવી વાત નથી.
બાયો ટેકનોલોજીના આધુનિક વિકાસ પછી અગાઉ જે વસ્તુ ઉપલબ્ધ નહોતી તે હવે મળવા માંડી છે અને કંપનીઓ તેનો ફાયદો ઉઠાવે છે. અગાઉ ક્રીમ કે લોશન ચામડી પર લગાડવામાં આવતા ત્યારે વાતાવરણની અસરને કારણે તેમાંના પદાર્થો છૂટા પડી જતા હતા.
આધુનિક સૌંદર્ય પ્રસાધનો અને ક્રીમની બનાવટોમાં વીટામીન એ,સી,અને ઇ ઉમેરવામાં આવે છે. આ અત્યંત સુક્ષ્મ રજકણો ભાંગી ન જતા ત્વચાના છેક અંદરના સ્તર સુધી અખંડ પહોંચી શકે છે. વીટામીન એની મદદથી ત્વચાના કોષ ચેતનવંતા બનતા હોવાનું કહેવાય છે. વીટામીન બીમાં ચામડીને થતા નુકસાન ભરપાઇ કરવાનો ગુણ છે. વીટામીન ઇ તો ત્વચાનું પોષક ગુણધર્મ ધરાવતું હોવાનું પહેલાં જ સાબિત થઇ ગયું છે. આજકાલ આનો ઉમેરો કરવાથી વાતાવરણમાંના પ્રદૂષણથી ત્વચાને થતા નુકસાનથી બચાવી શકાય છે.
આજકાલ માર્કેટમાં ઉપલબ્ધ નવા ક્રીમની બનાવટોમાં ઓક્સિજનનો પણ ઉમેરો કરાય છે. ક્રીમમાંના ઓક્સિજનને કારણે ત્વચા તાજગીભરી રહેતી હવાન ોદાવો છે. જોકે નિષ્ણાતો આ દાવાને માન્ય રાખતા નથી અને ઉલટાનું નુકસાન થતું હોવાની શક્યતાની ચેતવણી આપે છે.
એક વિદેશી કંપનીના સંશોધકોએ તાજેતરમાં દૂધમાંના વેનું પ્રોટીન (દૂધ ફાડયા પછી જે પાણી બચે છે તે વે તરીકે ઓળખાય છે)નો ઉપયોગ કરવાથી ત્વચાને પોષણ મળતું હોવાનું શોધી કાઢ્યું છે. તેના ઉપયોગથી નબળી પડી ગયેલી ત્વચાને પોષણ આપી તાકાતવંતી બનાવી શકાય છે. ત્વચામાંથી જો પાણીનો ભાગ ઓછો થઇ જાય તો એન્ઝાઇમ ઉત્પન્ન કરતી ક્રિયા ધીમી પડી જાય છે અને પરિણામે ચામડીનો ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય છે. વે યુક્ત ક્રીમનો ઉપયોગ કરવાથી ચામડી સુકાઇ જતી નથી.
આજકાલ જે ક્રીમ બજારમાં મળે છે તેમાંનું એક પણ ક્રીમ કે તેમાંના પદાર્થો નવા પણ નથી અને ક્રાંતિ સર્જાવે તેવા નથી. માત્ર સંશોધકો તેનો અભ્યાસ કરી ત્વચાના બંધારણને સૌથી વધુ ફાયદો કઇ રીતે થાય તે શોધી કાઢે છે જેથી પદાર્થોના પ્રમાણમાં વધઘટ કરી શકાય.
ક્રીમમાં વપરાતા વીટામીન્સ,ઓક્સિજન,દૂધ અને પાણી આ તમામ પદાર્થો મૂળભૂત પદાર્થો જ છે. આમ છતાં તેના વપરાશમાંના પ્રમાણ પર ઘણો આધાર રહે છે. અત્યારે ત્વચાની સંભાળ લેવા માટે જે પદાર્થો ઉપલબ્ધ છે તે અત્યાધુનિક કહી શકાય તેવા છે. અગાઉ આટલી સારસંભાળ લઇ શકે તેટલા આધુનિક નહોતા.તફાવત એટલો જ છે કે નવી ટેકનલોજીના ઉપયોગ વડે આ મૂળ પદાર્થોના પ્રમાણમાં ગ્રાહકોને વધુ ફાયદો થાય એ રીતે ફેરફાર કરાયો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MKBUrD
ConversionConversion EmoticonEmoticon