Happy birthday Google, શું તમે જાણો છો ગૂગલનો પહેલો કર્મચારી કોણ હતો?


નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

વર્તમાન સમયમાં કોઈપણ વસ્તુ કે વિષય અંગે જાણકારી મેળવવી હોય તો લોકો ગૂગલની જ મદદ લે છે. આજે આ ગૂગલનો જન્મદિવસ છે. આ ખાસ દિવસે ગૂગલએ ડૂડલ પણ બનાવ્યું છે. ગૂગલને આજે 21 વર્ષ થયા છે. આજના સમયમાં ગૂગલ એક મોટી કંપની  બની ચુકી છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલનો પહેલો કર્મચારી કોણ હતો ? આ વાતથી મોટાભાગના લોકો અજાણ હશે તો ચાલો આજે આ જાણકારી આપીએ તમને.

ગૂગલને બનાવવામાં લાંબો સમય લાગ્યો પરંતુ 15 સપ્ટેમ્બર 1997ના રોજ ગૂગલનું ડોમેન નેમ રજિસ્ટર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપનીની શરૂઆત 1998માં થઈ. પરંતુ શરૂઆતમાં લૈરી પેજ અને સર્જી બ્રિનએ કેલિફોર્નિયામાં પોતાના એક મિત્રના ગેરેજમાં ગૂગલનું કામ શરૂ કર્યું હતું. તેમણે સ્ટૈનફોર્ડમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ક્રેગ સિલવર્સ્ટનને પોતાનો પહેલો કર્મચારી નિયુક્ત કર્યો હતો. જાન્યુઆરી 1996માં ગૂગલને એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. 

પોતાના જન્મદિવસે ગૂગલએ ડૂડલ બનાવી જણાવ્યું છે કે 21 વર્ષ પહેલા સ્ટૈનફોર્ટ યૂનિવર્સિટીના બે પીએચડી છાત્રોએ સર્ચ ઈંજીન પર એક પેપર પબ્લિશ કર્યું હતું. સૌથી ખાસ બાબત એ છે કે ગૂગલ વિશ્વભરની 100 ભાષામાં કામ કરે છે. એટલું જ નહીં ગૂગલને કરેલા દરેક પ્રશ્નનો જવાબ લોકોને ગણતરીની સેકન્ડમાં મળે છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mdNJ04
Previous
Next Post »