
નવી દિલ્હી તા.27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ ચંદ્રયાન ટુના લેન્ડર વિક્રમની લેન્ડીંગ સાઇટના ફોટોગ્રાફ્સ પ્રગટ કર્યા હતા. મોઝેક ફોર્મેટમાં રજૂ થયેલા આ ફોટોગ્રાફ્સમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ લેન્ડર વિક્રમ ઊતર્યું હતું એ વિસ્તારની ઝલક જોવા મળે છે.

નાસાએ કહ્યું હતું કે અત્યંત ઝાંખા પ્રકાશને કારણે અમે લેન્ડીંગ સાઇટ શોધી શક્યા છીએ પરંતુ વિક્રમ લેન્ડર મળ્યું નથી. જો કે અન્ય ઘણા લોકો એવો દાવો કરે છે કે નાસાએ લેન્ડર વિક્રમને શોધી કાઢ્યું હતું.

એક ફોટોગ્રાફમાં ડેટા એનેલિસ્ટ જિયો પેગલિયરે એવો દાવો કર્યો હતો કે આ ફોટોગ્રાફમાં વિક્રમ દેખાય છે. અન્ય એક ફોટોગ્રાફમાં લેંડર જેવી કોઇ ચીજ દેખાય છે જેનો પડછાયો પણ સ્પષ્ટ દેખાય છે. જો કે નાસા એ વાતનો ઇનકાર કરે છે કે તેમણે વિક્રમ લેન્ડરને ખોળી કાઢ્યું હતું.

ફોટોગ્રાફ્સમાં લેન્ડર વિક્રમ જ દેખાય છે એવો દાવો કરનારા લોકોએ ઇસરોને ચંદ્રયાન ટુની સફળતા માટે અભિનંદનના સંદેશા મોકલ્યા હતા.

from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nck9YO
ConversionConversion EmoticonEmoticon