ગૂગલના ફાઉંડર્સ લિસ્ટમાં આ વ્યક્તિને ન મળ્યું સ્થાન, જાણો શું હતું કારણ


નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

આપણે આપણા મિત્રો, સંબંધીઓ કે પ્રિયજનના જન્મદિવસ તો અવારનવાર ઉજવીએ છે. આજે પણ આપણા સૌ માટે ખાસ અને રોજીંદા જીવનનો એક અમૂલ્ય ભાગ બનેલા ગૂગલનો જન્મદિવસ છે. આજના સમયમાં લોકો માટે ગૂગલ પણ તેના પ્રિયજન જેટલું જ ખાસ બની ચુક્યું છે. આજે આ ખાસ ગૂગલને 21 વર્ષ થયા છે. આજના આ દિવસે ગૂગલએ ખાસ ડૂડલ પણ બનાવ્યું છે. તો ચાલો આજના દિવસે જાણીએ ગૂગલનો મહત્વનો ભાગ એવા એક વ્યક્તિ વિશે જેને ક્યારેય ગૂગલમાં સ્થાન મળ્યું નહીં.


ગૂગલની શોધ કોણે કરી તે પ્રશ્ન પુછવામાં આવે તો તેના જવાબમાં બે નામ આપવામાં આવશે. એક લૈરી પેજ અને સર્જી બ્રિન. પરંતુ આ સાથે અન્ય એક નામ પણ છે જેણે ગૂગલ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તે વ્યક્તિ છે સ્કોટ હસન. અંદાજે 23 વર્ષ પહેલા જાન્યુઆરી 1996માં ગૂગલ એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે શરૂ થયું હતું. લૈરી, સર્જી અને સ્કોટ આ ત્રણેય પીએચડીના વિદ્યાર્થીઓ હતા. સ્કોટ આ પ્રોજેક્ટના ઓરિજિનલ લીડ પ્રોગ્રામર હતા. ગૂગલ માટે સૌથી વધારે કોડ સ્કોટએ જ લખ્યા છે. પરંતુ તેમ છતા તેમને ફાઉંડર તરીકે સ્થાન આપવામાં ન આવ્યું. તેનું કારણ છે કે ગૂગલની એક કંપનીની શરૂઆત વર્ષ 1998માં થઈ હતી. જ્યારે રિસર્ચ પ્રોજેક્ટ પૂરો થયો તો એક કંપની તરીકે ગૂગલ શરૂ થાય તે પહેલા સ્કોટએ તેને છોડવાનો નિર્ણય કર્યો. તે પોતાની કારર્કિદી રોબોટિક્સમાં આગળ વધારવા ઈચ્છતા હતા. જો કે વર્ષ 2006માં વિલો ગૈરાજ નામથી તેણે એક કંપની પણ શરૂ કરી. પરંતુ આ કારણે તેનું નામ ગૂગલ સાથે જોડાઈ શક્યું નહીં. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2naS0kS
Previous
Next Post »