
GSTકાયદા હેઠળ નોંધણી નંબર લેવા માટેની જોગવાઈ છે તો ખરી. આપણે સૌ વાકેફ છીએ કે જ્યારે એગ્રીગેટ ટર્નઓવર સેવાના સપ્લાયના કિસ્સામાં રૂ. ૨૦ લાખથી વધુ થાય અને માલના સપ્લાયના કિસ્સામાં રૂ. ૪૦ લાખથી વધુ થાય તો ફરજીયાત નોંધણી નંબર લેવો પડે.
હવે જ્યારે વર્ષના મધ્યાહનમાં લીમીટ ઓળંગી જવાય તો નિયમ ૧૦ પ્રમાણે જ્યારે જે તારીખથી નોંધણી નંબર લેવો ફરજીયાત થઇ જાય છે તે તારીખથી ૩૦ દિવસમાં અરજી કરવામાં આવેલ હોય તો તેવા કિસ્સામાં નોંધણીનો દાખલો જે તારીખથી લેવો ફરજીયાત થાય તેને ગણાશે અને અન્ય કિસ્સામાં જે તારીખથી અધિકારી અરજી ચકાસી અને પરવાનગી આપે તે તારીખથી નોંધણી અમલમાં ગણાશે. અવાર-નવાર નાના મોટા ફેરફારો GSTકાયદામાં થયા જ કરે છે.
નોંધણી નંબરને લગતા સુધારા સરકારે તા. ૨૪-૯-૨૦૧૯ના રોજ નોટીફિકેશન દ્વારા નિયમ ૧૦, ૧૧, ૧૨ અને ૨૬ની જોગવાઇ અમલમાં લાવવામાં આવી છે. આજના લેખમાં આ સુધારા બાબતે તથા નોંધણી નંબરને લગતા અમૂક પેચિદા પ્રશ્નો બાબતે ચર્ચા કરી છે.
નોંધણી નંબર - એક કરતા વધુ
એક જ રાજ્યમાં પણ હવે એક કરતા વધુ નોંધણી નંબર મેળવી શકાય છે. આ સુધારાથી એક પેચિદો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે જ્યારે કોઇ હોટલ પોતાના ખાણી-પીણી રેસ્ટોરન્ટ માટે અલગ નોંધણી નંબર લે અને રૂમ સ્ટેની સેવા માટે અલગ નોંધણી નંબર ધરાવતી હોય અને રૂમ ભાડૂ ભલે રૂ. ૭૪૯૯ થી વધુ હોય તો શું તે પોતાના રેસ્ટોરન્ટ માટેના અલગ નોંધણી નંબર ધરાવતા હોવાથી ૫% GSTવસુલી શકે ? GSTકાયદા હેઠળ એક જ એકમના અલગ-અલગ GSTનંબરને ડિસ્ટીન્કટ વ્યક્તિ તરીકે ઓળખ આપી છે.
જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ એક જ પ્રિમાઇસીસમાં ચાલતા હોય ત્યારે રૂમ ભાડુ રૂ. ૭૫૦૦ થી વધુ હોવાથી ખાણી-પીણી ૧૮% GSTભરવાનો વિવાદ થાય કારણ કે હોટલ ચલાવવા માટેનું લાયસન્સ તો એક જ હોય છે. આમ જોવા જઇએ તો અલગ નોંધણી નંબર લેવાથી એક સેપરેટ વ્યક્તિ ઉભી થાય GSTકાયદા હેઠળ જેને રૂમ ભાડાથી કોઇ જ નિસ્બત નથી અને ૫% GSTભરવાનો થાય આ બાબતે જોગવાઇ સુધારમાની જરૂરી છે જેથી આવા વિવાદ ન સર્જે. માત્ર ટેકનોલોજી આધારિત સુધારાથી અઢળક વિવાદ રહેવાના.
નિયમ ૧૦એ
અગાઉ અરજી કરતી વખતે અરજદારને બેંક ખાતાની વિગત અરજી કરતી વખતે જ આપવી ફરજીયાત હતી. હવે નવા સુધારાના લીધે નોંધણી નંબર GSTકાયદા હેઠળ લેતી વખતે બેંકની વિગત અરજદારે આપવી ફરજીયાત નથી. નોંધણી નંબર પ્રાપ્ત કર્યા તારીખથી ૪૫ દિવસ અથવા તો કલમ ૩૯ હેઠળ ભરવાપાત્ર થતા પત્રકની નિર્ધારીત, મુદત બેમાંથી જે વહેલુ હોય તે, ત્યાં સુધી બેંક ખાતાની વિગત આપવાની રહેશે. ખાસ નોંધવું કે જો નિયમ ૧૦એનું ઉલ્લંઘન થાય તો નિયમ ૨૧ પ્રમાણે નોંધણીનો દાખલો રદ્દ (કેન્સલ) કરવાની જોગવાઇ છે.
TDS કાપવા માટે નોંધણી નંબર
ઘણી વખત જે રાજ્યમાં ટીડીએસ GSTકાયદા હેઠળ કાપવાનો થાય તેવા રાજ્યમાં અરજદાર પાસે કોઇ ધંધાનું સ્થળ ન હોય તો TDS કાપવા માટે GSTનંબરની અરજી થઇ શકતી ન હતી અને એક રાજ્ય એક કરની ડંફાસ મારવામાં આવે છે. હવે તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૯ પછી નિયમ ૧૨નીજોગવાઇ પ્રમાણે રાજ્યમાં ફીસિકલ પ્રેસન્સ ન હોવા છતાં TDS નંબર માટે અરજી ધંધાનું મુખ્ય સ્થળ અલગ રાજ્યનું બતાવી થઇ શકે. આના લીધે TDS હવે IGSTતરીકે કપાતો બંધ થશે. કારણ કે IGSTકાયદામાં TDS કાપવાની કોઇ જોગવાઇ છે જ નહીં. બે વર્ષે સરકારની આંખો ખૂલી.
આમ, સરકાર દ્વારા સુધારાની હારમાળાનો કોઇ અંત આવશે નહીં. જ્યાં ખરેખર સુધારા અને ખૂલાસાની જરૂર છે ત્યાં કશું ધ્યાન અપાતું નથી. સર્વિસ ટેક્ષ કાયદા પ્રમાણે એક વખત જેમ રૂ. ૧૦ લાખની છૂટ મળતી તેવી જોગવાઇ GSTકાયદામાં લાવવી જરૂરી છે જેથી નાણાકિય વર્ષ દરમિયાન નોંધણી નંબર લેવાથી કોઇ વિવાદ નોંધણી તારીખ પહેલાના સમયના વ્યવહાર માટે રહે નહીં. નોંધણી નંબર ધડમૂળથી રદ કરવાની જોગવાઈ GST કાયદામાં કરી નથી અને નોંધણી રદ થવાથી વેરાશાખને લઇને સળગતો પ્રશ્ન હંમેશા રહેવાનો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mSIrY4
ConversionConversion EmoticonEmoticon