તમન્ના ભાટિયા આગામી ફિલ્મમાં સ્પોર્ટસ કોચની ભૂમિકામાં જોવા મળશે


(પ્રતિનિધિ દ્વારા)      મુંબઇ, તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર

સંપથ નંદીની સ્પોર્ટ આધારિત ફિલ્મમાં તમન્ના ભાટિયા કોચની ભૂમિકામાં જોવા મળશે. તે મહિલા  ખેલાડીઓની કોચ બનશે જે ગોપીચંદની ટીમની સામે હશે. આ ફિલ્મનું શિર્ષક હજી નક્કી કરવામાં આવ્યું નથી. 

'' દિગ્દર્શક સંપથ નંદી અને મને સાથે કામ કરવામાં સારી ફાવટ છે. તેણે મને સ્ટોરીનું નરેશન કર્યુ ંહતું. આ સ્ક્રિપ્ટ મને રોમાંચિત અને એકસપરીમેન્ટલ લાગી હતી. સ્પોર્ટ્સે મારો મનમગતો વિષય છે. મારે આ પાત્ર માટે ઘણી મહેનત અને તાલીમ લેવાની છે,'' તેમ તમન્નાએ જણાવ્યુ હતું.

'' ભારતીય રમત-ગમતના કોચ ગોપીચંદ, રમાકાન્ત આચરેકર, ગુરુ હનુમાન, સતપાલ સિંહ જેમણે ભારતની રમત-ગમતને આગળ વધારવામાં યોગદાન આપ્યું છે. મારો આ ફિલ્મમાં રોલ તેમને શ્રદ્ધાજલિ તરીકે હશે,'' તેમ તમન્નાએ વધુમાં જણાવ્યું હતું. 

'' આ પાત્ર માટે તમન્ના મને એકદમ ફિટ લાગી હતી. તે એક ટેલન્ટેડકટ્રેસ છે. મારી આ ફિલ્મ સ્પોરેટસ પર આધારિત  હોવાથી શારિરીક રીતે એકટિવ હોય તેવી અભિનેત્રી જોઇતી હતી. તમન્નાએ આ ફિલ્મ માટે તાલીમ શરૂ કરી દીધી છે,'' તેમ દિગ્દર્શકે જણાવ્યુ હતું. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nSqYz9
Previous
Next Post »