
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
ટચૂકડા પડદા પરની 'ઊલ્ટા ચશ્મા'માં દયા બેનનું પાત્ર ભજવનારી દિશા વકાણી માતા બન્યા બાદ સીરિયલમાં પાછી ફરવા રાજી નહોતી. તે પોતાની શરતો પર કામ કરવા માંગતી હતી, પરંતુ નિર્માતાને એ સ્વીકાર્ય નહોતું. પરંતુ હવે દિશા નવરાત્રિથી સિરીયલમાં પાછી ફરવાની છે.
શો મેકર્સે દિશાને ફરી ફાઇનલ કરી નાખી છે. હવે દર્શકોને દયાના પાત્રમાં કોઇ અન્ય અભિનેત્રી નહીં, પરંતુ દિશા વકાણી જ જોવા મળશે.દિશા આ નવરાત્રિથી જ સીરિયલમાં ફરી આવે તેવી શક્યતા છે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, દિશા, સીરિયલના નિર્માતા આસિત કુમાર મોદીની શરતો પર કામ કરવા માની ગઇ છે. મેકર્સે દિશા સાથે ફરી કોન્ટ્રાક સાઇન કર્યો છે. સ્વયં દિશાએ પણ આ વાત માની લીધી છે અને સીરિયલમાં ફરી જોવા મળવાની છે.
દિશાની ગેરહાજરીથી તેના દયા બેનના પાત્ર માટે નવા-નવા નામ ચર્ચાયા હતા. પરંતુ કોઇ પણ અભિનેત્રીની એન્ટ્રી સીરિયલમાં થઇ નહીં.હવે દિશા જ ફરી આ પાત્રમાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ni2jUD
ConversionConversion EmoticonEmoticon