
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 27 સપ્ટેમ્બર 2019, શુક્રવાર
આયુષમાન ખુરાના આજના સમયનો બોલીવૂડનો સૌથી સફળ એકટર્સમાંની યાદીમાં સમાવેશ થઇ ગયો છે. અક્ષય કુમાર બાદ આયુષમાન રૂપેરી પડદે સો ટકાની સફળતાની ગેરન્ટી બની ચુક્યો છે. બોક્સ ઓફિસ પ્રત્યેની કોઇ પણ ફોર્મ્યુલા નિષ્ફળ જતી નથી. આયુષમાન વરસોથી એક પછી એક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. અભિનેતાએ 'ડ્રીમગર્લ'ની સફળતા બાદ લાંબી રજા પર ઊતરવાનો નિર્ણય લીધો છે.
એક ઇન્ટરવ્યુમાં ખુરાનાએ જણાવ્યું હતું કે, તે એક લાંબો બ્રેક લેવાનો છે. ઘણા સમયથી તેણે પોતાના પરિવાર સાથે સમય પસાર કર્યો નથી. બાળકોને મોટા થતા જોવા એ પણ એક લહાવો છે, જે અભિનેતા માણી શક્યો નથી. તેથી આયુષમાને એક લાંબો બ્રેક લેવાનું વિચાર્યું છે.
શાહરૂખે પણ ફિલ્મોથી બ્રેક લઇને પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય કર્યો હતો.
શાહિદ કપૂરે પણ 'કબીર સિંહ'ની સફળતા બાદ બ્રેક લઇને પરિવાર સાથે સમય વિતાવ્યો છે. આયુષમાનના અંગત જીવનમાં પણ ગયા વરસે માનસિક તાણ હતી. તેની પત્ની તાહિરાને બબ્બે વખત કેન્સરની સારવાર લેવી પડી હતી. જોકે હવે તાહિરા સામાન્ય છે અને કામે ચડી ગઇ હોવાથી આયુષમાનને પરિવાર સાથે થોડો સમય પસાર કરવાની ઇચ્છા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mitz5j
ConversionConversion EmoticonEmoticon