હાર્ટ એટેકથી બચવું છે ? તો ખરીદી લાવો ફિજામા નામનો પાયજામો !


નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

શોધકર્તાઓએ ખાસ પ્રકારના કપડાની શોધ કરી છે. જેમાંથી બનેલો પાયજામો પહેરવાથી તેનું હૃદય સુરક્ષિત રહે છે. આ પાયજામો પહેરવાથી તેમાં લગાવેલા ઉપકરણોની મદદથી સૂતી વખતે પણ વ્યક્તિના હૃદયની ગતિ અને શ્વસન પ્રણાલી પણ નજર રાખી શકાય છે. અમેરિકાના મૈસાચુસેટ્સ એમહેર્સ્ટ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ કહ્યું છે કે આ કપડાને સૂતી વખતે પહેરવાના કપડા બનાવી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થાય છે. 

નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, સૌથી મોટો પડકાર તેમના માટે એ હતો કે કેવી રીતે કપડાની સુંદરતા ખરાબ કર્યા વિના તેનાથી ઉપયોગી સંકેત પ્રાપ્ત કરી શકાય. સામાન્ય રીતે લોકોને લાગે છે કે સ્માર્ટ ટેક્સટાઈલનો અર્થ થાય છે ટાઈટ કપડા પહેરવા. જેમાં શારીરિક સંકેતોને માપવા માટે વિવિધ સેન્સર હોય છે પરંતુ સ્પષ્ટ રીતે રોજના કામકાજ માટે આવા કપડા યોગ્ય નથી. આવા કપડા રાત્રે સૂતી વખતે પહેરી શકાય. 

કંપ્યૂટર વૈજ્ઞાનિક દીપક ગણેશનના જણાવ્યાનુસાર, તેમનું માનવું હતું કે રાત્રે કપડા ભલે ઢીલા પહેરવામાં આવે પરંતુ સુવાની રીતના કારણે કપડા શરીરને સ્પર્શતા જ રહે છે. આ સમયે કપડા પર જે દબાણ થાય છે તેનાથી હૃદયના ધબકારા અને શ્વસન પ્રણાલી પર નજર રાખી શકાય છે. જેનો ઉપયોગ શારીરિક રીતે પ્રભાવિત માનકોને કાઢવા માટે કરી શકાય છે. 

અહીં ફિજિયોલોજિકલ શબ્દ પરથી પાયજામાને ફિજામા નામ આપવામાં આવ્યું છે. આ કલ્પનાને વાસ્તવિક બનાવવા માટે અનેક વસ્તુઓ પર તેમની ટીમને વિચાર કરવો પડ્યો હતો. તેની ટીમે ફેબ્રિક આધારિત દબાણ સેન્સર બનાવ્યું છે જે શારીરિક સંપર્ક પછી જ સક્રિય થાય છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે હાલની પેઢીને 'સ્માર્ટવોચ' પડે છે, પરંતુ મોટાભાગે વૃદ્ધ લોકો તે પહેરવાનું ભૂલી જાય છે. જ્યારે રાતના કપડા પહેરવું એ રોજિંદા જીવનનો એક ભાગ છે.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2n0A3W7
Previous
Next Post »