અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર
ભારતીય બેન્ક એકાઉન્ટ હોલ્ડર છે તેમના એટીએમ કાર્ડની માહિતી માલવેરથી ચોરી થઇ હોવાની માહિતી આવી છે. આ માલવેર નોર્થ કોરિયાના Lazarus Group દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
Lazarus Groupને ઉત્તર કોરિયાની પ્રાથમિક ગુપ્તચર બ્યુરો રિકોનિસન્સ જનરલ બ્યુરો કન્ટ્રોલ કરી રહ્યું છે. લાઝારસ ગ્રુપ સૌથી પહેલા 2014માં ચર્ચામાં આવ્યું હતુ જ્યારે તેને સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ પર હુમલો કર્યો હતો. આ ગ્રુપે અમેરિકા અને બ્રિટન સહિત કેટલાય દેશો પર 2017માં WannaCry રેન્સવેર એટેક પણ કર્યો હતો.
કાસ્પરસ્કાય ગ્લોબલ રિસર્ચ એન્ડ એનાલિસિસ ટીમના સિક્યોરિટી રિસર્ચર જાયકોવએ કહ્યું કે લઝારસ અસામાન્ય રીતેથી રાષ્ટ્ર રાજ્ય પ્રાયોજિત જૂથો પ્રાયોજિત ગ્રુપ છે. આ ગ્રુપ સાઇબરસ્પેસ કે સબબોટ ઓપરેસન પર ફોકસ કરે છે પરંતુ ઘણા કિસ્સાઓમાં માલવેર એટેકમાં પણ સામે આવ્યો છે જેનો હેતુ ફક્ત પૈસા ચોરી કરવાનો છે.

કાસ્પરસ્કાયના રિસર્ચર્સે ATMDtrack ની ઓળખ કરી છે જે બેન્કિંગ માલવેર છે. આ માલવેર 2018માં ભારતીય બેન્કોની ટાર્ગેટ કરી રહ્યું હતું. માલવેર ખાસ રીતેથી વિક્ટિમના એટીએમના કાર્ડમાં પ્લાન્ટ કરવા માટે બનાવવામાં આવ્યો હતો જ્યાંથી આ મશીનમાં કાર્ડ લગાવવા પર ડેટા રીડ અને સ્ટોર કરી શકે. બાદમાં આ ડેટાની મદદથી એકાઉન્ટ હોલ્ડરોના પૈસા સરળતાથી ચોરી શકાય.
તપાસમાં વધુ 180 નવા માલવેરની ઓળખ થઇ
તપાસ કરતા વધુ 180 નવા માલવેરની ઓળખ થઇ છે જેમાં ATMDtrack જેવા જ કોડ સીક્વન્સ જોવા મળ્યા પરંતુ તેનો હેતુ એટીએમ કાર્ડ્સને ટાર્ગેટ કરવાનો નહતો. તેનો ઉપયોગ અલગ-અલગ યાદીના હિસાબથી તેને સ્પાઇ ટૂલ 'Dtrack' માટે બનાવવામાં આવ્યું છે. 'Dtrack' ની મદદથી વિક્ટિમના સિસ્ટમમાં ફાઇલ્સને અપલોડ કે ડાઉનલોડ કરી શકાતુ હતું, યુઝર્સે ક્યું બટન દબાવ્યું છે તે પણ રેકોર્ડ થઇ શકતું હતું ત્યાં સુધી કે માવનેપ રિમોચ એડમિનિસ્ટ્રેશન ટૂલ (RAT)ની જેમ કામ કરતું હતું.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lnQzPN
ConversionConversion EmoticonEmoticon