
ધારાવાહિક 'સસુરાલ સિમર કા' માં પતિ- પત્ની તરીકે જોવા મળેલા મનિષ રાયસિંઘન અને અવિકા ગોર ફરી એક વખત સાથે જોવા મળશે. પરંતુ કોઈ સિરિયલમાં નહીં, બલ્કે એક ફિલ્મમાં, આ કોમેડી લવ સ્ટોરીનું નામ હજી નક્કી નથી થયું,
અત્રે ઉલ્લેખનીય છે કે મનિષ અને અવિકા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અફવાઓ જોરશોરથી ફેલાઈ હતી. પરંતુ બંને તેમની વચ્ચે પ્રેમ હોવાનો ઈનકાર કરતાં રહ્યાં હતાં. વાસ્તવમાં બેઉની ઉંમર વચ્ચે ૧૯ વર્ષ જેટલો મોટો તફાવત છે, તેને કારણે બંને માટે જે અફવાઓ ફેલાઈ તે તેમની મિત્રતાને ભારે પડી, પરંતુ તેમણે આ બાબતે શાંતિ જાળવી રાખી. અને હવે તેઓ એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં છે.
મનિષે આ બાબતે કહ્યું હતું કે જ્યારે લોકો અવિકા અને મારી વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાતો ચગાવતા હતા ત્યારે મને એમ લાગ્યું કે તેને કારણે અમારી બદનામી થાય છે. અમારા દૂરના સંબંધીઓ સુધ્ધાં તેના વિશે પૂછપરછ કરવા લાગ્યાં હતાં તેથી મને એમ લાગ્યું કે આ તો ખોટું થઈ રહ્યું છે. અવિકા મારા કરતાં કેટલી નાની છે. જો કે અવિકાના માતાપિતાએ અમને કહ્યું હતું કે અમારી મિત્રતા પર આવી અફવાઓની અસર ન થવી જોઈએ. મને એમ લાગે છે કે અમારા માતાપિતા ઘણાં સમજદાર છે. તેમણે અમારી સમજદારીભરી મિત્રતાને નિકટથી જોઈ છે. અમે તેમનો દ્રષ્ટિકોણ સમજીએ છીએ. તેથી જ ટૂંકા સમયના અંતરાલ પછી ફરીથી એકસાથે કામ કરી રહ્યાં છીએ. અમે એકમેકને ખૂબ મ ાન આપીએ છીએ. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે હું એરેન્જ મેરેજ કરવા માગું છું અને તેને માટે યોગ્ય યુવતીની શોધમાં છું.
જ્યારે અવિકાએ કહ્યું હતું કે આવી અફવાઓનો ઝટ અંત આવે એવું મને નથી લાગી રહ્યું. લોકોએ અમારા ગુપ્ત લગ્નની વાતો પણ ફેલાવી હતી. પરંતુ જ્યારે આ વાત સાચી પૂરવાર ન થઈ ત્યારે તેમણે એટલે સુધી કહ્યું હતું કે અમને સંતાનો પણ છે. અને અમે તેમને ક્યાંક સંતાડી રાખ્યા છે. છેવટે મનિષને અને મને લાગ્યું કે આવી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. તેથી હવે અમે ફરીથી સાથે કામ કરવાના છીએ. બાકી જ્યાં સુધી મારી લવ લાઈફની વાત છે ત્યાં સુધી હું કોઈને ડેટ નથી કરી રહી. મને તો આવી અફવાઓ મનોરંજન પૂરું પાડતી હોય એમ લાગે છે.
પોતાની ફિલ્મ વિશે મનિષે કહ્યું હતું કે મેં આ ફિલ્મ ક્યારની સાઈન કરી લીધી હતી. અને તેમાં અવિકા હતી જ નહીં, આ સિનેમામાં અન્ય એક અભિનેત્રી કામ કરવાની હતી. પરંતુ કોઈક કારણસર વાત જામી નહીં, છેવટે છેલ્લી ઘડીએ મેં જ અવિકાના નામનું સૂચન કર્યું હતું, અને તેનું કારણ એ હતું કે સ્ક્રીન પર અમારી જોડીનો જાદુ ચાલ્યો હતો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nxkmpJ
ConversionConversion EmoticonEmoticon