
જો કે પૂજાએ કહ્યું હતું કે કોઈપણ સંબંધમાં ચડાવઉતાર આવવો, બે જણ વચ્ચે લડાઈઝગડા થવા બહુ સામાન્ય બાબત છે. પણ એનો અર્થ એવો નથી થતો કે અમે બંને સાથે નથી.
ટચૂકડા પડદાના કલાકારો પૂજા ગોર અને રાજ સિંહ અરોરા છેલ્લા નવ વર્ષથી રિલેશનશીપમાં છે. પરંતુ હમણાં બંને વચ્ચે તિરાડ પડી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વાસ્તવમાં બંનેએ પોતાના ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવાનું બંધ કર્યું એટલે તેમની વચ્ચે ખટરાગ થયો હોવાની અફવાઓ શરૂ થઈ ગઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે બંનેએ પોતાના સંબંધો જાળવી રાખવાના ઘણાં પ્રયાસ કર્યાં હતા. પરંતુ તેમાં કોઈ સફળતા ન મળી. જો કે પૂજાએ કહ્યું હતું કે કોઈપણ સંબંધમાં ચડાવઉતાર આવવો, બે જણ વચ્ચે લડાઈઝગડા થવા બહુ સામાન્ય બાબત છે. પણ એનો અર્થ એવો નથી થતો કે અમે બંને સાથે નથી. અમે અમારા ફોટા સોશ્યલ મિડિયા પર મૂકવાનું બંધ કર્યું તેનું કારણ એ છે કે કોઈપણ વાતનો અતિરેક સારો નહીં, હું મારા સંબંધોમાં હમેશાં ઈમાનદાર રહી છું.
જો અમારી વચ્ચે કાંઈ ખાટુંમોળું થયું હોય તો તેના વિશે વાત કરવામાં મને જરાય વાંધો નથી. મારા મતે લોકોએ અમારા સંબંધો વિશે ધારણાઓ બાંધવાનું બંધ કરી દેવું જોઈએ. અલબત્ત, હાલના તબક્કે લગ્નના બંધનમાં બંધાવાનો મારો કોઈ ઈરાદો નથી. વિવાહ કરવા માટે હજી હું ઘણી નાની છું. હમણાં હું મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું.
જો કે રાજ સિંહ અરોરા આ બાબતે મગનું નામ મરી પાડવા રાજી નથી તેથી તેણે ચૂપકીદી સેવવાનું પસંદ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂજાએ 'મન કી આવાઝ- પ્રતિજ્ઞાા', 'એક નઈ ઉમ્મીદ.... રોશની' જેવી સિરિયલોમાં કામ કર્યું છે. તે હિન્દી સિનેમા 'કેદારનાથ' માં પણ જોવા મળી હતી. જ્યારે રાજે 'યે હૈં મહોબ્બતેં' માં કામ કર્યું છે. તેણે 'ગબ્બર ઈઝ બેક' ફિલ્મ પણ કરી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2m6YpO1
ConversionConversion EmoticonEmoticon