ફિટનેસ એક્ટિંગ અને મંદિરા બેદી


એક વેળા  ક્રિકેટના ખેલમાં  જેની  હાજરી  અનિવાર્ય   બની રહેતી એ મંદિરા બેદી અત્યારે શું કરે છે એ અંગે જાણવાની  ઘણાને  ઉત્કંઠા  કદાચ   ઓછી   હોય શકે, પણ  એ ૪૭ વર્ષે પણ  આશ્ચર્યજનક  શરીર સૌૈષ્ઠવ  સાથે વેબ  સીરીઝમાં   અભ્યાસ  કરી શરીર અને મનને  એટલું  તંદુરસ્ત  રાખ્યું  છે કે આજના ફિટનેસ  કેઝી યુવાનો પણ બે ઘડી  સંકોચમાં  પડી જાય.....

 તો જાણીએ  એ મદિરાની  મન મોહી લેતી  ફિટનેસ - કેરિયરની  રસપ્રદ વાતો....

આજે  આપણે ભલે ગમે એટલી  પ્રગતિ સાધી હોય  પણ મહિલાઓ ભણી  ભેદભાવ  સમાજમાં  સર્વત્ર  જોવા મળે  છે. અરે, નાની  - મોટી  કચેરીઓમાં   લઈ કોર્પોરેટ  ઓફિસોમાં  સુધ્ધાં  રાજકારણ, પ્રોફેશનલ  હરિફાઈ  દુશ્મની  અને મહિલાઓ  સાથે કરાતા  ભેદભાવને  કેન્દ્રમાં રાખી   બનાવાયેલી  એમએક્સ  પ્લેયરની  વેબ સીરીઝ  'કિસ  કા હોગા'  થિંગિસ્તાન' સિઝન-૨  માં મંદિરા  બેદી એક  આદર્શ  બોઝની  ભૂમિકા ભજવી રહી  છે.

તેનું પાત્ર એક બહાદુર  સાહસિક  અને દ્રઢ વિશ્વાસ   ધરાવતી  બોઝનું  જ નહીં, પણ  સ્વભાવમાં  વિનમ્ર પણ  છે.  એક બોઝમાં  હોેવા  જોેઈએ  એ બધા ગુણો મંદિરાના  પાત્રમાં  છે. જો કે  મંદિરાનું  માનવું  છે કે  આ સીરીઝમાં  દાખવેલી  ઓફિસની  લાઈફ  હોય કે અસલ જિંદગી, પણ વાસ્તવિકતા એ છે કે ઓફિસોમાં  મહિલાઓ સાથેના ભેદભાવના ઘણા  બનાવો બનતા જ રહે  છે.

'કિસ કા હોગા થિંગિસ્તાન'  સીઝન-૨૭'   સ્ટ્રીમિંગ  છઠ્ઠી સપ્ટેમ્બરથી એમએક્સ પ્લેયર  પર શરૂ થઈ ગયું  છે. કામકાજના  સ્થળે મહિલાઓ  પ્રત્યે દાખવાતા ભેદભાવ  અંગે મંદિરા બેદી વધુ જાણકારી  આપતાં  જણાવે  છે કે 'જો વ્યાપક  સંદર્ભમાં જોવામાં આવે તો કામકાજના  સ્થળે ભેદભાવ  અચૂક  થાય જ છે. 

આજની તારીખે પણ  ઓફિસોમાં  લૈંગિક  અસમાનતા  વચ્ચે  થોડી  આશા એ જાગે  છે કે  મહિલાઓ  સંઘર્ષ કરીને પણ પોતાનું  સ્થાન મેળવી લે છે. તે અવરોધોને  નજરઅંદાજ  કરી સફળતાના  માર્ગે આગળ  વધે જ  છે,   જેઓ  મહંનતી  ખુદ્દાર અને  સાહસિક   હોય એ તો અચૂક આગળ વધે  જ છે. તેને એ વાતની ખૂબ સારી  રીતે ખબર  હોય છે કે  પોતાના કર્મચારીઓને  કેવી રીતે  પ્રોત્સાહિત   કરવી.

તે કર્મચારીઓના  સારા  કામનો  વખાણ  કરે  છે.  તેમને રચનાત્મક  ફીડબેક   આપે  છે.   હું વિચારું  છું  કે  મહિલાઓ  અમારી  આ વેબસીરિઝ  જુએ અને પોતાના અધિકારો  પ્રત્યે  જાગરુક  થાય તો અમારો આ સીરીઝ  બનાવવાનો  ઉદ્દેશ  કામિયાબ  રહે.  આ  સીરીઝમાં   એડ-વર્લ્ડની  કડવી સચ્ચાઈ  સામે અરીસો  ધરવામાં આવ્યો  છે. જાણીતા   એડ-ફિલ્મમેકર  એન. પદ્મકુમારના  દિગ્દર્શનમાં  બનેલી આ  સીરિઝમાં  જીવનની  અનેક લાગણી  - ભાવનાને  પ્રતિબિંબિત  કરવામાં  આવી  છે.

મંદિરા  બેદી  પોતાની  ફિટનેસ  બાબત પણ  અત્યંત  જાગરુક છે. અત્યારે  ૧૦૦ દિવસની  મહત્ત્વાકાંક્ષી  ફિટનેસ  ચેલેન્જ  શરૂ રી તેણે દરરોજ  ૪૫ મિનિટનો  વર્કઆઉટ   કરવાનો  કાર્યક્રમ  અમલમાં મૂક્યો  છે. મંદિરા  કહે  છે, 'હું  ૨૦ વર્ષ અને  ૩૦ વર્ષની હતી ત્યારે  પ્રસંગોપાત  જીમ કરવા  માટે વિચારતી  અને દોડવા પણ   જતી.

મારું  મેટાબોલિઝમ ઘણું હોય  છે તેથી ત્યારે  ફિટનેસ અંગે ઝાઝુ  વિચાર્યું નહોતું.  પણ ૨૦૦૮માં    મારામાં પરિવર્તન આવ્યું.  મને  એક  સ્ટન્ટ  આધારિત  રિયાલિટી-શોનું આમંત્રણ   મળ્યુ ત્યારે  હું તેમાં સૌથી  મજબૂત સ્પર્ધક  બની રહી હતી,  મેં પહેલી  વાર પર્સનલ   ટ્રેનર  રાખ્યો  હતો.  જેણે મને ઘણી બધી ટ્રેનિંગ  આપી.  આ હાર્ડવર્ડનું  મને ફળ પણ મળ્યું અને હું એ શોમાં  સૌથી  મજબૂત  યુવતી' બની  રહી.

કસરત  કરીને મંદિરા બેદી  એ જે કંઈ  મેળવ્યું  એ તેની  ફિટનેસ હતી.   આજે  હું અગાઉ  પહેલા કદી નહોતી એટલી  મજબૂત  અને ફિટેસ્ટ  છું.  મેં તાલીમ  લઈને  શરીરને વધુ  મજબૂત  અને સુંદર બનાવ્યું  છે. એમ જણાવી  મંદિરા   ઉમેરે  છે કે મને ખબર  છે કે મારી ઉંમર કેટલી  છ, પણ એ મારી એક્સરસાઈઝની  આડે નથી આવતી. હું સખત  કસરત કરવામાં માનું  છું.  અને એને  કારણે જ આજે  હું અહીં  છું. અને  હું અડીખમ  રહેવા માગું છું.

જો તમારે સમતુલા  જાળવવી  હોય તો પોષક તત્ત્વો  અંગેનું  સમયપત્રક  બરાબર  પાળવું પડે.  વજન  કેવી રીતે ઓછો  કરવો  એ મને હવે બરાબર  આવડી ગયું  છે.  કોઈ પણ   ન્યુટ્રીશન  પ્લાન તમારા  આખા ભોજન-  પ્લાનને  બદલાવે  છે. અરે, ખાંડની  વાત આવે તો જે  મારી નબળાઈ  છે. તેને  હું યોજના બધ્ધ રીતે  અમલમાં  મૂકું  છું. અમૂક  સમય માટે હું ખાંડ થોડા  સમય માટે  સાવ છોડી  દઉં  છું. ભૂતકાળમાં  મેં  થોડો  સમય માટે ખાંડ છોડી દીધી'તી  અરે,  હું તો ડેઝર્ટની  એક ચમચી  લેતી નહોતી. 

બધું જ  બંધ  કરી દીધું  હતું. આ એક   સ્વયં  પર અંકુશ હતો, જે સતત  જીમ કરીને મેં મેળવ્યો  હતો, એમ મંદિરા  ઉમેર્યું હતું.  ૧૦૦  દિવસ  ફિટનેસ  ચેલેન્જ  કાર્યક્રમ  હેઠળ મંદિરા બેદીએ  તેના ખોરાકની  ડાયરીને ઓનલાઈન  પણ મૂકી  છે. 'આ મને જવાબદારીથી હેઠળ  રાખે  છે, એમ જણાવી  મંદિરા કહે છે. હું સોમથી  શુક્રવાર  દરમિયાન  મારો  અઢી ગણો  ખોરાક લઉં  છું. બપોરે  હું ફળો  ખાઈ મારો  બ્રેક (ઉપવાસ)  તોડું છું. જેની સાથે  ગ્રીક દહીં અને નટ્સ  હોય  છે. 

મારા બાકીના  બે ભોજનના ઈંડા, દાળ અને શાક થતા  રહે છે અને  દિવસનું  મારું  છેલ્લો  ભોજન રાતે આઠ પહેલા  પૂરું  થાય તેનું હું ધ્યાન  રાખું  છું.'  મંદિરાના  શરીરને ટ્રેનિંગ  માટે ૨૦ ગ્રામ પ્રોટીન   જોઈએ  છે ે જે પ્રોટીન પાવડર, દહીં અથવા  પ્રોટીન-બારના  સ્કૂપ  થકી મેળવી લે  છે. રજાના  દિવસે તે  પ્રોટીન  નથી લેતી અને પ્રસંગોચિત  જ જમે  છે. આજે  હું ૪૦  પર છું ત્યારે  હું કોણ  છું એ જાણવા  માટે મારી જાતને  પ્રેમ  કરતાં  શીખી  રહી  છું.  આ વિરોધાભાસ  છે.

મારા યુવાનીના  દિવસો  અને આજના  દિવસો  વચ્ચે  હા, તે વખતે હું મારી સૌથી  મોટી આલોચક હતી. ફિટનેસ  અંગે મંદિરા કહે છે, એ તો પ્રેરણા અને  દિલાસાનો  સ્ત્રોત  છે. મંદિરા  સોશિયલ  મીડિયાથી    દૂર નથી ભાગતી. પણ પોતાની  તંદુરસ્તીની   મજલમાં  એ તેમાં ઈંધણ તરીકે ઉપયોગ  કરે  છે.  મંદિરા  બેદી તેના ૪૫  મિનિટના વર્કઆઉટ્સ  પહેલા  ઈશ્વરને  પ્રાર્થના  કરે  છે,  જે  તેને  દિવસના  પ્રારંભમાં  મનને   યોગ્ય  દિશામાં વાળે  છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nFJj2v
Previous
Next Post »