આશિષ શર્મા 'મારા માટે ટચૂકડા પડદે કાંઇ ઉત્તેજક નથી બચ્યું'


આશિષ ટીવીનો જાણીતો કલાકાર છે. તેથી તેને ત્યાં સતત કામ મળતું રહેત. તે છતાં તેણે નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવાનુું જોખમ ઉઠાવ્યું એને એ વાતનો આનંદ છે કે દર્શકોએ આ મૂવી ખૂૂબ પસંદ કરી.

નવ વર્ષના સમયગાળામાં 'ચંદ્રગુપ્ત મોર્ય', 'રંગરસિયા', 'સિયા કે રામ', 'પૃથ્વી વલ્લભ' જેવી સંખ્યાબંધ સિરિયલોમાં જોવા મળેલો આશિષ શર્માએ ગયા વર્ષે પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તાર્યું. તેણે ગયા વર્ષે તૃતિયપંથીને લગતી ફિલ્મ 'ખેજડી' નું નિર્માણ કર્યું.અને તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી.મહત્વની વાત એ છે કે તેણે આ ફિલ્મ તેની પત્ની અર્ચના તાયડે સાથે મળીને લખી પણ હતી. આટલું કર્યા પછી પણ તે પગ વાળીને બેઠો નહીં. તે આ ફિલ્મ 'કશિશ' સહિતના દુનિયાભરના ફિલ્મોત્સવોમાં લઇ ગયો. મહત્વની વાત એ છે કે 'ખેજડી'ને સર્વત્ર ભરપૂર પ્રશંસા પ્રાપ્ત થઇ. 

આશિષ કહે છે કે આ ફિલ્મ તાજેતરમાં થાઇલેન્ડમાં પણ રજૂ કરવામાં આવી હતી. અને સતત બે અઠવાડિયા સુધી ચાલેલી આ ફિલ્મને દર્શકોએ ખૂબ વખાણી. હું ફિલ્મની સ્ક્રીનિંગ વખતે ત્યાં હતો.અને લોકો ફિલ્મ જોઇને રડી પડતાં તે જોઇને મારું હૈયુ પણ ભરાઇ આવતું. હું માનું છું કે જો કોઇ ફિલ્મ દર્શકોના હૃદને સ્પર્શે તો જ તેમની આંખોમાં આંસુ આવે.

આશિષ ટચૂકડા પડદાનો જાણીતો કલાકાર છે. તેથી તેને ત્યાં સતત કામ મળતું રહેત. આમ છતાં તેણે નિર્માણ ક્ષેત્રે ઝંપલાવવાનુું જોખમ ઉઠાવ્યું.જોકે તે કહે છે કે મેં એવું કોઇ આયોજન નહોતું કર્યું. પરંતુ આ સ્ટોરી આપણા દિમાગમાં છેલ્લા પાંચ વર્ષથી રમે છે. તેથી મેં અને મારી પત્નીએ તેને સિનેમારૂપે રજૂ કરવાનો પ્રયાસ કર્યો.

અમેઇચ્છતા હતા કે અન્ય કોઇ નવી ફિલ્મ બનાવવા કરતાં  આ ફિલ્મ જ બનાવીએ. જોકે આ વિષય રજૂ કરવો એક પડકાર હતો. પરંતુ મને એ વાતનો આનંદ છે કે દર્શકોએ આ મૂવી ખૂૂબ પસંદ કરી.મને પણ નવા ક્ષેત્રે એકડેએકથી આરંભ કરવાનું ગમ્યું હતું.વળી મારી પત્નીએ મને નિર્માણ ક્ષેત્રે ઘણી સહાય કરી.

અભિનેતાએ 'મોદી:ધ જર્ની ઓફ અ કોમનમેન' પણ કરી. તેથી ઘણાં લોકોને એમ થાય છે કે  શું તેણે ટચૂકડો પડદો છોડી દીધો છે. આના જવાબમાં આશિષ કહે છે કે હવે ટી.વી. પર એવું કાંઇ નથી બચ્યું જે કરવા માટે હું ઉત્સાહિત થાઉં. અને જે કામ કરવામાં મઝા ન આવે તે શા માટે કરવું.હવે  હું ટી.વી. પર માત્ર પૈસા માટે જ કામ કરીશ. વળી વેબ શો પર કંઇકેટલાય રસપ્રદ વિષયો પર ફિલ્મો બનાવી શકાય તેમ હોવાથી કલાકારો આ માધ્યમ તરફ આકર્ષાયા છે.મેં 'મોદી' કરી તેનું મુખ્ય કારણ તેના દિગ્દર્શક ઉમેશ શુક્લા હતાં. 

હવે આશિષ એક કોમેડી અને એક હોરર ફિલ્મ બનાવવાનું આયોજન કરી રહ્યો છે. તે કહે છે કે અમે બે પટકથા પર કામ કરી રહ્યાં છીએ. આમાંની એક હોરર છે અને બીજી કોમેડી. આમાંની એક આ વર્ષના અંતે શરૂ કરીશું અને બીજી આવતા વર્ષે. પરંતુ કઇ ફિલ્મ પહેલા શરૂ કરવામાં આવશે તે હજી સુધી નક્કી નથી થયું. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lUMLWx
Previous
Next Post »