વિક્રમ લેન્ડરની ખામી અંગે તપાસ સમિતિ અહેવાલ આપશે


ઇન્ડીયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના મહત્વાકાંક્ષી લૂનર મિશન ચંદ્રયાન-૨ નો લેંડર વિક્રમ સાથે સંપર્ક ભલે તૂટી ગયો હોય પરંતુ એજ્ન્સીને ચંદ્રયાન-૨ મિશનથી ચંદ્ર પરની અનેક માહિતીઓ મળી શકે તેમ છે. આ અંગે ઇસરોની ચીફ કે સિવને જણાવ્યું કે ઓર્બિટર સરસ કામ આપી રહયું છે અને તમામ પ્રકારના પેલોડ ઓપરેશન બરાબર કામ કરી રહયા છે. 

એટલું જ નહી લેંડરમાં શું ખામી સર્જાઇ તે અંગે એક રાષ્ટ્રીય કક્ષાની સમિતિ તપાસ કરી રહી છે. આ સમિતિનો અહેવાલ આવશે તે પછી ભવિષ્યનું આયોજન કરવામાં આવશે. આ અંગે ઇસરો ચીર સિવને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી. ૭ સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર લેન્ડ થવાને માત્ર ૨ કિમીનું અંતર બાકી હતું ત્યારે લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટી ગયો હતો. આ લેન્ડરનો જીવનકાળ માત્ર ૧૪ દિવસનો હોવાથી તેનો હવે ફરી સંપર્ક થવાની આશા રહી નથી આવા સંજોગોમાં ચંદ્ર અભિયાન હેઠળ વિક્રમ લેન્ડરમાં શું ટેકનિકલ ખામી સર્જાઇ કે રહી ગઇ તે અંગે તપાસ અહેવાલ આવ્યા પછી જ ખબર પડશે.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nCr3a4
Previous
Next Post »