ફલોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ વિશે માહિતી

ફલોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન યુક્ત ટૂથપેસ્ટ દાંતનો સડો, દાંતની મજબૂતી, તેમજ દાંતના રોગોમાં અક્ષીર સાબિત થયેલ છે. સાથે ફલોરાઇડ દાંતના ઉપરના પડના પદાર્થને સખત બનાવે છે. તેમજ દાંતનાં હાડકાંના સડાને ઓછો કરવામાં મદદરૂપ બને છે.

ફલોરાઇડ: ફલોરાઇડ યુક્ત ટૂથપેસ્ટમાં ફલોરાઇડ પ્રમાણ લગભગ (૦૫થી ૦૧-એમજી), જેટલું હોય છે. તેમજ પબ્લીક ડ્રીંન્કીંગ વોટર સપ્લાયમાં (૧.એમજી), જેટલું ફલોરીન સોલ્ટ ઉમેરવામાં આવે છે. જે દાંતના રોગોને અસરકારક રીતે ઓછો કરવામાં મદદરૂપ બને છે. તેમાંયે બાળકોના દાંત માટે ખાસ ઉપયોગી સાબિત થયેલ છે.

ફલોરિડેટીંગ કમ્પાઉન્ડ ટૂથપેસ્ટ અને ડેન્ટ્રીફ્રીક તેમજ ડ્રીન્કીંગ વોટર માટે ઉપયોગમાં લેવાય છે. ડ્રીન્કીંગ વોટરમાં થોડું પણ વધારે એટલે કે (૧-૦ થી ૨.૦ એમજી/૧ લીટરે), સોલ્યુબલ ફલોરાઇડ હોય તો દાંતની સપાટી ઉપર ટપકાં, ટપકાં બાઝી જતાં હોય છે. સાથે નેચરલ શાઈન, દાંતનું લસ્ટર, તેમજ દાંત ચોકલેટ પ્રકારના વાઇટ, બ્રાઉન, યેલો અથવા બ્લેક પ્રકારના થઈ જાય છે.

કેલ્શિયમ: કેલ્શિયમ એ એક સ્ટેબલ, કોમન, ડીસ્પર્સ્ડ મટિરીયલ જે નેચરલ પદાર્થ છે. કેલ્શિયમ દાંતની મજબૂતીમાં વધારો કરે છે. તેમજ દાંતના પેઢાને સખત બનાવવામાં મદદરૂપ બને છે. કેલ્શિયમથી દાંતના હાડકાં મજબૂત બને છે.

પ્રોપર્ટી: વાઈટ, કલરલેસ, ઓર્ડરલેસ, ટેસ્ટલેસ, સ્પે. ગ્રે. ૨,૦૭-૨,૯૫, ડીકમ્પોઝ એટ ૮૨૫૦ સે., નોનટોકસિક, ઓછા પ્રમાણમાં પાણીમાં ઓગળે છે. સોલ્યુબલ ઇન એસિડ.

ડેરિવેશન: નેચરલ મટિરીયલ માઇન્સમાંથી ઉપલબ્ધ કરવામાં આવે છે. પ્રેસિપિટેટેડ સિન્થેટિકલી બનાવવામાં આવે છે. જે કેલ્શિયમ કલોરાઇડ અને સોડિયમ કાર્બોનેટનું વોટર સોલ્યુશન બનાવીને, અથવા પાસિંગ કાર્બન ડાયોક્સાઇડ થુ્ર એ સસ્પેન્શન ઓફ હાઇડ્રેટેડ લાઇન ઇન વોટર.

ઉપયોગ: ટૂથપેસ્ટ, ટૂથ પાવડર, સોર્સ ઓફ લાઇમ, વાઇટ-વોશ, પુટ્ટી, પ્લાસ્ટીક, ફીલર ઈન રબ્બર, પેઇન્ટ, પેપર, એન્ટાસિડ વગેરે.

ટ્રાયક્લોસન: ૫-કલોરો-૨- (૨, ૪- ડાયક્લોરોફીનોક્સી), ફીનોલ, ટ્રાયકલોસન દાંતના સડાંને સદંતર નાશ કરે છે. સાથે દાંતના દુ:ખાવામાં રાહત આપે છે. બગ્ઝના ગ્રોથને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ બને છે.

ટ્રાયકલોસન પ્રોપર્ટી: ક્રિસ્ટલાઇન પાવડર, વાઇટ, પ્યોરિટી, ૯૯.૫%, મેલ્ટીંગ પોઇન્ટ ૫૭ + / -૧, મોઇચર ૦.૧%, એશ-૦.૧%, હેવી મેટલ ૧૦.પીપીએમ.

ઓરગેનિક ઇમ્પ્યોરિટી: ૪-કલોરોફીનોલ ૫૦ પીપીએમ, ૨, ૪-ડાયકલોરો ૧૦ પીપીએમ, ૨, ૮- ડાયકલોરોડાયબેન્ઝો ફુરાન ૦.૫ પીપીએમ, ૨, ૪, ૮, ટ્રાયકલોરો ડાયબેન્ઝો ફુરાન-૫, પીપીએમ, ૨, ૩, ૭, ૮ ટેટ્રા કલોરો ડાયબેન્ઝોકુરાન-૧ પીપીટી, ૨, ૩, ૭, ૮ ટેટ્રાકલોરો ડાયબેન્ઝો-પી-ડાયોકાસિન-૧ પીપીટી.

ડિસેન્સીટાઇઝીંગ એજન્ટ ઇન ટૂથપેસ્ટ: કેમિકલ નામ :

સ્ટ્રોન્ટીયમ ક્લોરાઇડ-૬-હાઇડ્રેટ: પ્રોપર્ટી: વાઈટ, ક્રિસ્ટલાઇન, નિડલ, ઓર્ડરલેસ, શાર્પ બીટર ટેસ્ટ, સોલ્યુબલ ઈન વોટર એન્ડ આલ્કોહોલ.

(એ) સ્પે. ગ્રે. ૩, ૦૫૪, મેલ્ટીંગ પોઇન્ટ ૮૭૨૦ સે, બોઇલીંગ પોઈન્ટ ૧૨૫૦૦ સે.

(બી) સ્પે. ગ્રે. ૧, ૯૬૪, મેલ્ટીંગ પોઇન્ટ લોસ ૬ એસ ટુ ઓ એટ ૧૫૦૦ સે.

હાઇડ્રેટ (હાઇડ્રોક્સાઇડ) પ્રોપર્ટી : કલરલેસ, સોલ્યુબલ ઇન એસિડ, હોટ વોટર

(એ) સ્પે. ગ્રે. ૩,૬૨૫ મેલ્ટીંગ પોઇન્ટ ૩૭૫૦ સે.

(બી) સ્પે. ગ્રે. ૧,૯૮ લો-ટોકસિક.

ટૂથપેસ્ટ: ફલોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટના કાચા રસાયણો.

* ક્લીનસીંગ અને પોલીસીંગ મટિરીયલ્સ, ડીટરજન્ટ અને ફોમિંગ મટિરીયલ્સ.

* હયુમેકટન્ટ, બાઇન્ડીંગ એજન્ટ, સ્વીટનિંગ અને ફલેવરીંગ મટિરીયલ્સ, ટૂથ વાઇટનિંગ એજન્ટ, ડિસેન્સીટાઇઝીંગ એજન્ટ, પ્રિઝર્વવેટિવ વગેરે.

* ટૂથ પેસ્ટ બનાવવા માટે વપરાતા કી-ઇનગ્રેડીએન્ટ : કેલ્શિયમ કાર્બોનેટ, ફલોરાઇડ સોડિયમ લોરેલ સલફેટ, સોરબીટોલ, ઝાઇન્થાન ગમ, સોડિયમ સેકરીન, પ્રોપાઇલીન ગ્લાયકોલ, ટ્રાયકલોસન, પિપરમિન્ટ અથવા કલો ઓઇલ, મિથાઇલ પ્રોપાઇલ પેરાબીન, સોડિયમ પરબોરેટ, સ્ટ્રોન્ટીયમ કલોરાઇડ-૬-હાઇડ્રેટ વડે ફલોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયકલોસન બેઝ ટૂથ પેસ્ટ બનાવી શકાય છે.

લાઇસન્સ: ધ લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nI7UDI
Previous
Next Post »