લતા મંગેશકરના 90મા જન્મદિવસ નિમિત્તે અમિતાભ બચ્ચને પોસ્ટ કર્યો શાનદાર વિડિયો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 સપ્ટેમ્બર 2019, શનિવાર

લતા મંગેશકરે ૨૮ સપ્ટેમ્બરના પોતાનો ૯૦મો જન્મદિવસ મનાવ્યો છે. તેમનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯માં ઇંદોરમાં મશહૂર સંગીતકાર દીનાનાથ મંગેશકરને ઘેર થયો હતો. આ પ્રસંગે લતા દીદી પર તેમના ચાહકો અને બોલીવૂડના સિતારાઓએ શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. બોલીવૂડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનને તો એક ખાસ વિડિયો પોસ્ટ કર્યો છે. 

અમિતાભે આ વીડિયો પોસ્ટ કરતાં કેપ્શન લખી  છે કે, '' લતા મંગેશકરજીની ૯૦મી વર્ષગાંઠ પર, મારા થોડા શબ્દો, થોડી ભાવનાઓ...આદર સહિત. ''વિડિયોની શરૂઆત અમિતાભે લતા મંહહેશકરના ચરણ સ્પર્શ કરતા કરી છે. તેો કહી રહ્યા છે કે, '' લતાજી જીવનમાં ઘણા એવા સંબંધો હોય છે જેનો  કોઇ હિસાબ નથી હોતો. ન તો આપનારો જાણતો હોય કે શું આપ્યું અને ન લેવાવાળો જાણતો હોય. એમાં તોલ-મોલ નથી હોતા. એવા સંબંધમાં આદર, સમ્માન, અનંત પ્રેમ અને શ્રદ્ધા હોય છે. આ સંબંધોની કોઇ સંજ્ઞાાઓ નથી હોતી, આ સંબંધોનું કોઇ શારીરિક સ્વરૂપ નથી હોતું, આ સંબંધો પોતાની પરિભાષા સ્વયં કરતા હોય છે. એક એવા જ સંબંધનું નામ છે, લતા દીનાનાથ મંગેશકર.આ સાથે જ તમને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ. ''

અમિતાભે  લતાજીને મરાઠીમાં પણ શુભકામનાઆપી છે. વીડિયોમાં તેમણે ઘણુ બધુ લતાજીને ઉદ્દેશીને કહ્યું છે. તેઓ આ સંપૂર્ણ વીડિયો મરાઠીમાં જ કરવા માંગતા હતા, પરંતુ તેમનું મરાઠી શુદ્ધ ન હોવાથી તે પોતાની ભાવનાઓને મરાઠીમાં વ્યક્ત કરી શક્યા નહીં.

લતાજીએ એ મહાન ગાયિકા છે જેમણે ૩૬થી અધિક ભાષાઓમાં ગીત ગાય છે. એક રિપોર્ટસના અનુસાર તેઓ લગભગ ૫૦,૦૦૦ જેટલા ગીતો ગાઇ ચુક્યા છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંના રિપોર્ટના અનુસાર લતાજીએ ૧૯૪૮ થી ૧૯૮૭  વચ્ચે જ ૩૦ હજાર  ગીતો રેકોર્ડ કરી લીધા હતા. તેમણે સંગીતકાર લક્ષ્મીકાન્ત પ્યારેલાલના દિગ્દર્શનમાં જ ૭૦૦ થી અધિક ગીત રેકોર્ડ કર્યાવ્યા છે. સંભવત : સર્વાધિક ભાષાઓમાં ગીત ગાવાનો રેકોર્ડ પણ તેમના જ નામે છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lYsMpL
Previous
Next Post »