આજે પેન્સિલ-થીન હીરોેઈનોની બોલબાલા ચોલી કે પીછે ક્યાં હૈ...


કરિના કપૂર, કટરિના કૈફ, દીપિકા પદુકોણને જુઓ. કેટલા પાતળા શરીર સાથે આંખોની અદ્ભુત અભિનય કરતી હીરોઈનોના કેટલા દર્શકો દીવાના છે, એ આંક શોધવો મુશ્કેલ છે,

પરિવર્તનનું બીજું નામ બોલીવૂડ છે. એક સમયે હૃષ્ટપૃષ્ઠ, સુડોળ અને તંદુરસ્ત હીરોઈનોની બોલબાલા હતી.  અને પદ્મિની, વૈજયંતિમાલા, મુમતાઝ, રાજશ્રી અને હેમા માલિની જેવી હીરોઈનોની જોરદાર ડિમાન્ડ રહેતી. તેમનું શરીર સૌષ્ઠવ ૩૬-૨૪-૩૬ રહેતું. મસાલા ફિલ્મોની હીરોઈનો માટે આ શેપ પરફેક્ટ રહેતો. સુંદર, ભરાવદાર શરીર ધરાવતી હીરોઈનોને દર્શકો બહુ પસંદ કરતા અને લોકપ્રિયતામાં તેમનો આંક ઊંચો રહેતો.

જોકે આજે સૌંદર્ય અને શરીરનાં આકારની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. 'થીન ઈઝ ઈન' છે. આજે પાતળી પરમાર નહીં, પણ વેફર જેવી થીન હીરોઈનોની માગ વધુ છે. કરિના કપૂર, કટરિના કૈફ, દીપિકા પદુકોણને જુઓ. કેટલા પાતળા શરીર સાથે આંખોની અદ્ભુત અભિનય કરતી હીરોઈનોના કેટલા દર્શકો દીવાના છે, એ આંક શોધવો મુશ્કેલ છે, પણ આજે આવી માદક મસ્તાનીનો જમાનો છે.

ગ્રેટ શૉ-મેન તરીકે બોલીવૂડમાં જાણીતા ફિલ્મસર્જક રાજ કપૂરે એક એકથી ચડિયાતી ફિલ્મો આપી છે, પણ 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ' (૧૯૬૧) અને 'મેરા નામ જોકર'માં તેમની હીરોઈનો કઈ હતી અને કેવી હતી એ યાદ છે? 'મેરા નામ જોકર'માં રાજ કપૂરે હૃષ્ટ પૃષ્ઠ શરીર સૌષ્ઠય ધરાવતી પદ્મિનીને કેન્દ્રસ્થ ભૂમિકા આપી'તી. આ ફિલ્મમાં સીમી ગ્રેવાલ જેવી અન્ય હીરોઈનો પણ હતી, પણ તેમનું કામ મર્યાદિત હતું.

એ વેળા મસાલા ફિલ્મો માટે આવી હીરોઈનો ફીટ મનાતી. જોકે રાજ કપૂરે 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' માં ઝીનત અમાનને હીરોઈન બનાવી-નાભીની નીચેથી સાડી પહેરાવી અને લો-કટ ચોલી પહેરાવી એક નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો. અરે, ખુદ ઝીનત અમાન તેની કૉસ્ચ્યુમ ડિઝાઈનર (એકેડેમી એવોર્ડ વિનરની બહેન)ને કહેતી તે મારી ચોલીને એવી રીતે પ્રસ્તૃત કરો કે આગામી ફિલ્મમાં મારા માટે એ ફાયદાકારક બની રહે.

બીજા શબ્દોમાં, મહિલાઓ માટે બે ખભા અને ગળું ખુલ્લું રહે એવો ફેસ મહત્ત્વનો બની ગયો અને હૃષ્ટપૃષ્ઠ હીરોઈનો માટે પણ પ્રસંગૌચિત ફિલ્મસર્જકો સાથે આ પ્રકારનો ડ્રેસ એક લઘુતમ અસ્કાયામત સમો બની રહ્યો. ફેટ-શેમિંગ અને બોડી-શેમિંગ જેવી મુવમેન્ટ અસ્તિત્વમાં હતી તેની પહેલા આ પ્રકારનો પહેરવેશ જોરશોરમાં ચાલતો હતો.

આ પછી નિરક્ષરતા અને અજ્ઞાાનને પગલે આ પ્રકારનું વહેણ આગળ વધ્યું.ે હિન્દી ફિલ્મોની હીરોઈનોમાં પણ પરિવર્તન આવવા માંડયું. વિભિન્ન વિષયો પર ફિલ્મો બનવા લાગી, પણ તે વેળા એવા કોઈ એવા ફિલ્મસર્જકો નહોતા કે તેઓ કહી શકે હીરોઈનોએ કેવા પ્રકારના વસ્ત્રો પહેરવા. આટલું જ નહીં, એ વેળા કેટલાક ફિલ્મસર્જકો એવા પણ હતા કે તેઓ હીરોઈનોની કોસ્ચ્યુમ ડિઝાઈનરને કે પર્યાપ્ત મટિરિયલનો ઉપયોગ કરીને અભિનેત્રીને તૈયાર કરો, એવું કહી શકતા.

જોકે આજે તો ચિત્ર સાવ બદલાઈ જ ગયું છે. હીરોઈનોને તેમના નબળા-પાતળા શરીર કે વૃક્ષસ્થળના ઘેરાવાની કંઈ પડી જ નથી. અગ્રણી વ્યક્તિ તો વારંવાર કહેતા રહે છે કે 'નાની છાતીની છોકરીઓનું હૃદય વિશાળ હોય છે.' અરે, અન્ય એક ચરિત્ર અભિનેતા આવું જ કંઈક કહેતા ફરે છે. જોકે આજે આવું ચાલતું નથી કેમ કે સોશિયલ મીડિયામાં ટ્રોલ થવાનો આવા લોકોને ભય રહે છે.

ગમે તે હોય, આજે સારી બાબત એ છે કે પેન્સિલ-થીન હીરોઈનો અસલામત-ઈમ્પ્લાન્ટસની કોઈ પરવાહ નથી કરતી. જોકે તેમની નજર તો સિનેદર્શકોને લલચાવવામાં જ વ્યસ્ત રહે છે. બેશક, આજની નવી-નવી હીરોઈનો તો ડીપ- નેકલાઈન્સ પહેરે છે અને તેનું પ્રદર્શન કરે છે. જોકે આ માટે તેઓ કોઈ અપરાધ ભાવ અનુભવતા નથી અને પર્યાપ્ત સુંદરતાને અભાવે તેઓ લાંબો સમય ટકી પણ નથી શકતા.

અંતે તો અભિનય ચહેરાની જાદુનગરી છે. માધુરી દીક્ષિતનું ગીત'ધક ધક કરને લગાં...' ('બેટા' ૧૯૯૧) આજે પણ ટોચનું ગીત છે. આ ગીત દ્વારા તેણે લોકો પર ગજબનો જાદુ કર્યો છે, એવી કબૂલાત તો અનેક લોકો કરે છે.

'ખલનાયક'નું ગીત 'ચોલી કે પીછે ક્યાં હૈ...' ગીત પણ 'ધક ધક કરને લગા...' જેવું જ છે. આ ગીત આજે પણ લોકોને ચાનક ચડાવે છે. નીના ગુપ્તા પર ચિત્રિત કરાયેલું આ ગીત આજે પણ પહેલા જેવી જ મોહની જગાડે છે. આજની નવી હીરોઈનો વળાંક વિનાની છે, એવી ફિલ્મસર્જકોની ફરિયાદ પણ ભાગ્યે જ સંભળાઈ છે.

'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' ફિલ્મ ન ચાલી એવી જે ફરિયાદ સંભળાય છે. તે માટે તેની નવીસવી હીરોઈનોનું શરીર સૌષ્ઠવ જવાબદાર હોવાની વાત ફિલ્મ દિગ્દર્શકે કરી હોવાની ફરિયાદ પણ સંભળાઈ રહી છે, જે એક અફવા હોવાનું કહેવાય છે. તેઓ સાધારણ શરીર સૌૈષ્ઠવ ધરાવતી નિર્દોશ ચહેરો ધરાવતી હીરોઈનો ઈચ્છતા હતા.

વાત ગમે તે હોય, પણ આજે હીરોઈનોની વ્યાખ્યા બદલાઈ ગઈ છે, 'થીન ઈઝ ઈન'ની જેમ વેફર જેવી પાતળી હીરોઈનો દર્શકોને ગમે છે. પછી ભલે તે કરિના હોય કે દીપિકા...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nDK2RM
Previous
Next Post »