
ગણપતિની મૂર્તિ, ગરબાનું અને નવા વર્ષના સંકલ્પોનું વિસર્જન કરી ફરી આપણે ઠેરના ઠેર
ગણેશ સ્થાપના-વિસર્જન, નવરાત્રી, દશેરાથી માંડી દિવાળી જેવા તહેવારો ખાણી-પીણી, શોપિંગ, અવનવા ટ્રેડીશનલ ડ્રેસીસ પહેરવા, નાચ-ગાન સાથેની મોડી રાત્રી સુધીની ઉજવણી અને એક બીજાને ઘેર જવા માટેના -સોશ્યલાઈઝ થવા માટેના તહેવારો બનતા જાય છે. આપણા પૂર્વજોની દ્રષ્ટિને દાદ આપવી પડે કેમ કે જનમાનસને તનાવથી મુક્ત રાખવા સાથે આપણી પરંપરા અને શ્રદ્ધા જળવાઈ રહે અને જનસમૂહ પણ કુટુંબ, સમાજપ્રિય બને તેવો તેમાં આશય રહેલો છે.
જો કે આપણા શાસ્ત્રો, ષિ પુરુષો અને પૂર્વજોનો મૂળ આશય વ્યક્તિ અને સમાજ પ્રત્યેક તહેવાર અને તેની સાથે જોડાયેલા દેવ-દેવીઓના તત્વને સમજી તેને જીવનમાં ઉતારે અને એક આદર્શ માનવી અને સમાજ નિર્માણ પામે તે હતો. તહેવાર અને ધર્મનું પણ વિજ્ઞાાન છે તે જ્ઞાાન ભારતનો માનવી પામે તેમજ વિશ્વને બતાવે કે જુઓ હિંદુ ધર્મ કઈ હદે આધુનિક છે અને બ્રહ્માંડના રહસ્યો સદીઓથી જાણે છે. પણ બનતું એવું જાય છે કે આપણે બેસીને ગરબા ગાઈએ તો તેમાં માતાજીના ભાવક કરતા ગાયક-વાદ્યકાર તરીકે દાદ મેળવવા અને ગરબે ઘૂમીએ તો ટ્રેડીશનલ ડ્રેસીસ, મેક અપ અને ડાંસ સ્ટેપથી છવાઈ જવા થનગનાટ અનુભવીએ.
માતાજીનો ગરબો, ''ચાર બંગડી'' કે પછી પોપ -રેપ-ફ્યુઝન બધું આપણે મન સમાન છે. આપણે તો બસ રુમઝુમ નાચી ઝૂમી શકવા જોઈએ. હૃદયથી માતાજીને અર્જ કરતા ગરબા કે તેમાં માતાજીને માટે ભાવ ઉમેરાય તેવું ઓછું જોવા મળે છે. ફૂડ, ફેશન, ફન અને ફીએસ્ટા માત્રથી તહેવાર અટકી ન જવો જોઈએ. દેખાદેખી કે આડંબરને પણ તેમાં સ્થાન નથી.
કમનસીબે નવી પેઢી ગણપતિ, માતાજીને કે શિવ, શ્રીકૃષ્ણને નવી દુનિયામાં પણ તેઓનું તત્વજ્ઞાાન કેટલું ચિરંજીવ છે તે જાણ્યા વગર માત્ર દેવ-દેવીઓનો ટેકો લઇ તહેવારો ઉજવે છે. પરંપરા જરૂર જળવાઈ રહી છે. સામેલગીરી પણ વધતી જ જાય છે પણ કથા, સંગીત, ગરબા-નૃત્ય, ઉજવણી અને પ્રસાદ માત્ર રંજન બને રહે છે.
આવા અભિગમને લીધે હિન્દુ મત સંગઠિત બને છે પણ દેશ હિંદુ ધર્મની કલ્પના પ્રમાણેનો કે રામ રાજ્ય જેવો ગુણવત્તાસભર નથી બનતો કેમ કે ધર્મ અને તહેવારનો મૂળ હાર્દ કોઈને પામવો નથી. ઇન્દ્રિયોના આનંદમાં જ તહેવાર પૂરો થઇ જાય છે.
ઉદાહરણ તરીકે પ્રાચીન કાળથી માતાજીને એટલે કે નારી સ્વરૂપને શક્તિ, દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતી તરીકે પૂજવામાં આવે છે તો પણ ૨૧મી સદીમાં મહિલાનું સન્માન અને સશક્તિકરણ તળિયે છે. આજે જે નારી ગૌરવ અને ક્ષમતાના ઉદાહરણો આપીએ છીએ તેવી નારીસિદ્ધિના પ્રસંગો તો આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષ અગાઉથી વર્ણવેલા છે.
આપણે માતાજી, પાર્વતી, સીતા, રાધા કે દેવીઓ સિવાયની તમામ નારીઓ તુચ્છ કે પગની પાનીએ બુદ્ધિ છે તેમ કહી તેઓની પ્રતિભા જ બહાર ન આવે તેવી પુરુષ પ્રધાન ગ્રંથી વ્યક્ત કરતા રહ્યા. પરિણામે છેક ૨૦મી સદી સુધી દેશ નારીઓના પ્રદાનથી વંચિત રહ્યો. આજે આપણે ગર્વ લઈએ છીએ કે ભારતીય મહિલાઓ નાસા અને ઇસરોમાં મહત્વના પ્રોજેક્ટમાં છે, સેનામાં છે કે મલ્ટીનેશનલમાં સીઈઓ છે.
કુટુંબનું સંસ્કાર સાથે સંવર્ધન કરતી પત્ની માટે હાઉસ વાઈફ જેવો અંગ્રેજી શબ્દ છે પણ એક આપણી જ એવી સંસ્કૃતિ છે જ્યાં પત્નીને માટે ગૃહલક્ષ્મી શબ્દનું પ્રયોજન થાય છે. મહિલા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો રણચંડી સાક્ષાત દુર્ગા માતા છે. દિવ્ય માર્ગેથી કમાયેલું અને તે માર્ગે ખર્ચાતું ધન લક્ષ્મીનું સ્વરુપ ધારણ કરી લે છે. જ્ઞાાનને દેવી તરીકે નવાજીએ છીએ અને સરસ્વતિ પણ માતા છે. શક્તિ, ભક્તિ, શ્રદ્ધા, રિદ્ધી, સિદ્ધી અને મુક્તિ બધું જ નારી જાતિમાં છે.
માતાજીની પૂજા ઈચ્છા, કૃપા અને ભક્તિ એમ ત્રણ ફળની પ્રાપ્તિ માટે થાય છે. ઘેર પુત્રીનો જન્મ થાય તેને લક્ષ્મીનું અવતરણ મનાય છે. માતાજીનો આ તહેવાર નારી શક્તિ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો છે. માતાજી માટેની ભક્તિનો ભાવ ઉમેરીને આપણામાં કૃપા ઉતરી આવે તે માટેની કાકલુદી હોવી જોઈએ. નવ દિવસ સતત આપણા મન, વચન, વિચાર અને વર્તન પર સતત નિરીક્ષણ કરવાનું છે. તે પછી વર્ષ દરમ્યાન સતર્ક રહેવાનું છે.
ભગવાન ગણપતિને આવતા વર્ષે ઝડપથી પધારો તેમ કહીને આપણે તેની મૂતનું વિસર્જન કરી દઈએ અને તે પછી જેવા હતા તેવા બની જઈએ છીએ. પર્યુષણ પછી મિચ્છામી દુક્કડમ અને પ્રતિક્રમણ પછી તરત જ ઈન્દ્રિયોનું આક્રમણ શરુ થઇ જાય છે. નવ નોરતા બાદ માતાજીનો ગરબો વળાવી આપણે જૈસે થે. નવા વર્ષના સંકલ્પો લાભ પંચમ સુધીમાં તો બાળ મરણ પામે છે. તહેવારો કે જયંતીની ઉજવણી ભૌતિકવાદી બની ગઈ છે.
આવી જ રીતે ઉપવાસના વિજ્ઞાાન અને આહાર વિહાર નિયમનનાં મહત્વને મોટાભાગના ધર્મોએ સ્થાન આપ્યું છે. તપ થાય એટલે પ્રાયશ્ચિત અને અનુકંપાના ગુણો ખીલી જ ઉઠે. સ્થૂળ અને સુક્ષ્મ દેહ વિકાર અને મલિનતાના અતિરેકથી સ્વચ્છ બને. આધુનિક તબીબી વિજ્ઞાાન તેને ''ડીટોક્ષ''કહે છે. નવરાત્રી દરમ્યાન ઊપવાસ, પર્યુષણની ઉપાસના કે રોજામાં ઘણી સામ્યતા છે. પણ અહી પણ એવું જોવા મળે છે કે ઉપવાસના બ્રેક બાદ વર્ષના બાકીના દિવસો પેટ જંક બોક્ષ બની જાય છે.
ભલે ઉપવાસ જેવો અતિરેક ન કરીએ પણ ઉપવાસ એટલા માટે છે કે તે તમને તમારી ક્ષમતા બતાવે છે કે તમે આહાર નિયમન કરી શકો છો તે આત્મવિશ્વાસ વર્ષ દરમ્યાન વ્યક્ત કરવાનો છે. આપણે બીમારી વખતે ડોક્ટર અને વિજ્ઞાાન કહેશે તે માનીશું પણ ધર્મ, પરંપરાએ કહેલું છે તે તો તહેવાર પુરતું જ સીમિત રાખીએ છીએ. નવરાત્રીનો તહેવાર નવ રાત્રીનો જ કેમ ? તેનું એક કારણ એ પણ છે કે આપણા દેહમાં નવ ચક્રો આવેલા છે.
કોસ્મિક અને અર્થ (ધરતી) એ બે ચક્રો આપણા દેહ પર અસર કરે છે પણ તે ચક્રો દેહમાં નથી. દેહમાં મસ્તિષ્કમાં, ત્રીજી આંખ, કંઠ, હૃદય, હૃદયની નીચે સૌર અને તે પછી નાભી તેમજ મૂળ એમ સાત ચક્રો આવેલા છે. આ નવ ચક્રો તે નવ દિવ્ય શક્તિના પુંજ છે, નવરાત્રીની વિધિવત પૂજા, ઉપવાસ અને હવન કરવાથી નવ ચક્રોની સુક્ષ્મ શક્તિ આપણામાં સંચારિત કરી શકાય છે. માતાજીની ભક્તિથી શક્તિની જ પૂજા અને પ્રાપ્તિ છે.
સાધકે નકારાત્મક વિચારો, વાતાવરણથી દુર રહેવાનું છે. યાદ રહે રાત્રે વ્યાપારી પાર્ટી પ્લોટ અને ક્લબોમાં ગરબે ઘુમવા જવું તે માતાજીની આરાધના નથી. નવરાત્રી સ્થાપનની પૂજા કરવી તે ચુસ્ત નિયમો માંગી લે છે. નાગર જ્ઞાાતિમાં બેઠા ગરબાની પરંપરા હોવાનું કારણ જ એ છે કે તેમાં માતાજી પ્રત્યે જે ભાવ અને સ્પંદનોનું ઉર્જા વર્તુળ સર્જાય છે તે ફેશન અને પરફોર્મન્સના ઇનામો માટે યોજાતા પાર્ટી પ્લોટના ગરબામાં શક્ય નથી. નવરાત્રીનો પ્રત્યેક દિવસ એક એવા માતાજીના નવ સ્વરૂપને સમપત છે. નવ ચક્રોની જેમ ગ્રહો પણ નવ છે તેથી ગ્રહો પર વિજય શક્તિ પૂજાથી આપોઆપ મળી જાય છે.
નવ ઉપક્રમ આપણે નવ દિવસ દરમ્યાન કરવા રહ્યા. ઉપવાસ, ધ્યાન, માતાજીના ગરબા ગાવા, પ્રત્યેક નવરાત્રીના દિવસ માટે આપેલા શાસ્ત્રોક્ત મંત્રો બોલવા, નાની બાળકીઓ માતાજીનું સ્વરૂપ મનાય છે કમ સે કમ બેથી પાંચ બાલિકાઓને ફળ, બિસ્કીટ વગેરે આપી ખુશ કરો, ગરીબને ભોજન આપો, ગાયને રોટલી આપો, વૃક્ષને પાણી પીવડાવો અને યથાશક્તિ દાન આપો. આ તહેવારમાં ચંડી પાઠ કરવાનું પણ મહાત્મ્ય છે.
માતાએ દુર્ગા સ્વરૂપ લઇ નવ દિવસ સુધી યુદ્ધ કરી મહિસાસુર રાક્ષસને પૂરો કર્યો, જોગાનુજોગ ભગવાન રામે માતાજીની શક્તિના આશીર્વાદ લઇ રાવણ જોડે નવ દિવસ ભીષણ યુદ્ધ કરવું પડયું હતું અને વિજયા દશમીએ વિજય ટંકાર થતા આપણે દશેરાની ઉજવણી કરીએ છીએ.
જો કે અહી પણ આપણને નવરાત્રી અને દશેરાનો તહેવાર બોધ આપે છે કે આપણામાં પણ કામ, ક્રોધ, લોભ, ઓહ, અહંકાર, ભય, ઈર્ષા, જડતા, નફરત જેવા નવ અસુરોનો આવાસ છે. પૂજા, સંયમ અને સાધનાથી નવ દિવસમાં આ અસુરોને હવનમાં હોમી દઈ દસમાં દિવસે વિજયની ઉજવણી કરવા સાથે માતાજીની અસુરોને અત્યાર સુધી પાળ્યા પોષ્યા હતા તે બદલ પશ્ચાતાપ કરીને માફી માંગવાની છે.
નવરાત્રીનું ખગોળ અને કોસ્મિક વિજ્ઞાાન અદ્ભૂત છે જે સીધુ સુક્ષ્મ અને સ્થૂળ દેહ જોડે જોડાણ ધરાવે છે. વિશ્વનો આ એક માત્ર તહેવાર છે જે નવ દિવસ અને તેના કરતા નવ રાત્રી અને તે પણ ખુલ્લા ગગન હેઠળ ગરબે ઘુમીને ઉજવાતો તહેવાર છે. આ દિવસો દરમ્યાન જેટલો દિવસ સુર્યવાન તેટલી જ રાત્રી પ્રાણવાન હોય છે. આભ મંડળ અને તારલાઓને નવ નવ દિવસો સુધી માણવાના જ નહી પણ તેની ચુંબકીય ઉર્જા અને આંદોલનો વર્તુળાકારે ઘૂમી જાણે એક પ્રકારનું ડાયનેમિક મેડીટેશન થઇ જાય તેમ ઝુમવાનું. તહેવાર નવ ચક્રો ઉજાગર કરતો ઉપક્રમ બની રહે છે.
દેહમાં જોમ અને જોશ ભરતા રાસાયણિક સ્ત્રાવો પણ વહેતા થાય છે. ''ટ્રાન્સ''ની સ્થિતિ પ્રાપ્ત થઇ શકે છે. વર્ષના ૩૫૬ દિવસો દિવસ દરમ્યાન અવિરત જાગ્રત રહેતી(આપણે ઊંઘી ગયા હોઈએ ત્યારે પણ દેહ તંત્ર જાગ્રત જ હોય) દેહની સ્થૂળ-સુક્ષ્મ આંતરિક સીસ્ટમને નવ રાત્રીના નવ દિવસો આપણે આંખોથી મોડી રાત્રી સુધી જાગતા હોઈ આરામ મળે છે. આપણો ઉજાગરો જરૂરી પણ છે. તનાવ અને ડીપ્રેશનમાંથી પણ છુટકારો મળે છે. મિત્રો, સગા-સ્નેહીઓની મિલન મુલાકાત પણ જીવનને ઉલ્લાસમય બનાવે છે.
તહેવારોને માત્ર હરવા, ફરવા, ખાણી-પીણી અને સામાજિક મેળાવડા સુધી સીમિત નાં રાખતા તેના મર્મ અને હિંદુ ધર્મની મહાનતા, ગૌરવને નવી પેઢી સુધી પહોચાડવાનો ધ્યેય રાખીએ તે બદલાતા સમયની માંગ છે.
ભગવાનની આરતી પછી કેમ બોલાય છે 'કર્પૂરગૌરં' આ વિશેષ મંત્ર ?
કર્પૂરગૌરં મંત્ર:-
।। કર્પૂરગૌરં કરૂણાવતારં
સંસારસારમ્ ભુજગેન્દ્રહારમ ।
સદાવસન્તં હૃદયારવિન્દે
ભવં ભવાનીસહિતં નમામિ ।।
-ઃ મંત્રનો અર્થ:-
આ મંત્રમાં શિવજીની સ્તુતિ કરવામાં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છેઃ
- કર્પૂરગૌરં- કર્પૂરની સમાન ગૌર વર્ણ વાળા.
- કરૂણાવતારં- સાક્ષાત કરૂણાના અવતાર.
- સંસારસારમ્ - જે આખી સૃષ્ટીના સાર છે.
- ભુજગેંદ્રહારમ - જે સાંપને હારના રૂપમાં ધારણ કરે છે.
- સદા વસંત હૃદયાવિનદે ભવંભવાની સહિતં નમામિ- જે ભગવાન શિવ, માતા પાર્વતી સહિત મારા હૃદયમાં કાયમ નિવાસ કરે છે તેમને હું નમન કરું છું.
- મંત્રનો પૂરો અર્થઃ - *જે કર્પૂર જેવા ગૌર વર્ણવાળા છે, કરૂણાના અવતાર છે, સંસારનો સાર છે અને નાગનો હાર ધારણ કરે છે, તે ભગવાન શિવ, માતા ભવાની સહિત મારા હૃદયમાં કાયમ નિવાસ કરે, તેમને હું નમન કરું છું.*
- કોઈ પણ દેવી-દેવતાની આરતી પછી કર્પૂરગૌરમ્... મંત્ર જ બોલવામાં આવે છે તેની પાછળ કારણ છે કે, *ભગવાન શિવની આ સ્તુતિ શિવ-પાર્વતી વિવાહ વખતે વિષ્ણુ ભગવાને ગાઈ હતી.* સામાન્ય રીતે માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્મશાન નિવાસી છે અને તેમનું સ્વરૂપ ખૂબ જ ભયંકર છે, પણ *આ સ્તુતિ જણાવે છે કે તેમનું સ્વરૂપ ખૂબ જ દિવ્ય છે.*
- શિવને સૃષ્ટિના અધિપતિ માનવામાં આવે છે, તે મૃત્યુલોકના દેવતા છે. શિવને પશુપતિનાથ કહેવામાં આવે છે જેનો અર્થ છે કે સંસારમાં જેટલા પણ જીવ છે (મનુષ્ય સહિત) તે બધાના અધિપતિ. આ સ્તુતિ ગાવાની પાછળ કારણ છે કે સમસ્ત સંસારના અધિપતિ શિવ અમારા મનમાં શક્તિ સહિત વાસ કરે. શિવ મૃત્યુના ભયને દૂર કરે છે. *આ સ્તુતિ ગાઈને પ્રાર્થના કરવામાં આવે છે કે અમારા મનમાં શિવ વાસ કરે અને મૃત્યુના ભયને દૂર કરે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2o7jNDk
ConversionConversion EmoticonEmoticon