અમદાવાદ, તા. 26 સપ્ટેમ્બર 2019, ગુરૂવાર
ભારતમાં જ્યાં સમગ્ર દુનિયાની સરખામણીએ સસ્તા ઇન્ટરનેટ પેક ઉપલબ્ધ છે ત્યાં તેના વપરાસને લઇને વિરોધાભાસી અહેવાલો સામે આવ્યાં છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર ભારતમાં ફક્ત 36 ટકા જ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
જ્યારે અમેરિકા, તુર્કી, ચીન અને રશિયામાં આ સંખ્યા ક્રમશ: 86,86,60 અને 76 ટકા છે. દેશમાં કુલ ઇન્ટરનેટ યુઝર્સ 45.1 કરોડ છે.
રિપોર્ટમાં કેટલીક ચૌકાવનારી હકીકત સામે આવી છે જેમાં દેશની મહિલાની કુલ સંખ્યાની 33 ટકા મહિલાઓ જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. આગળ વાત કરીઓએ 38 ટકા શહેરી વિસ્તારની મહિલાઓ અને 28 ટકા ગ્રામીણ મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
તો પુરૂષોની વાત કરીએ તો સમગ્ર દેશમાં 67 ટકા પુરૂષો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો શહેરોની વાત કરીએ તો 62 ટકા શહેરી પુરૂષો અને ગામડાઓ 72 ટકા મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
IAMAIએ પોતાની રિપોર્ટમાં કહ્યું કે ભારતમાં ઇન્ટરનેટ ઉપયોગ કરતા લોકોમાં સૌથી વધુ એટલે 86 ટકા લોકો 4જી નેટવર્ક ધરાવે છે, જ્યારે 13 ટકા લોકો 3જી નેટવર્ક, 4 ટકા લોકો 2જી નેટવર્ક અને 6 ટકા લોકો વાઇ-ફાઇ વડે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
IAMAIની માને તો 99 ટકા યુઝર્સ મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. વળી લેપટોપ પર ઇન્ટરનેટ ઉપયોગ કરનાર લોકની સંખ્યા 6 ટકા, ડેસ્કટોપ પર 4 ટકા અને ટેબલેટ પર એક ટકા જ છે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2lZqtCW
ConversionConversion EmoticonEmoticon